News of Friday, 18th July 2025
ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના મામલે રાજ્ય સરકાર સામે હાઇકોર્ટે લાલ આંખ: સરકારી વકીલે માફી માંગી
ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ઈન્સ્પેક્શન થવાનું હતું તેમ છતાં વડોદરામાં દુર્ઘટના કેવી રીતે ઘટી?

અમદાવાદઃ વડોદરામાં થયેલી ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના મામલે રાજ્ય સરકાર સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.
આ પુલના ઇન્સ્પેક્શન વિશે કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ઈન્સ્પેક્શન થવાનું હતું તેમ છતાં વડોદરામાં દુર્ઘટના કેવી રીતે ઘટી? આ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ માફી માગી હતી.
આ સિવાય હાઇકોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ હાલ રાજ્યના બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા હોવાનો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, હાલ તમામ અધિકારીઓને કહી તપાસ રિપોર્ટ મગાવવામાં આવ્યો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
