<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

અમદાવાદના ગોમતીપુરમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો : હાથમાં દંડા લઈને વાહનોમાં તોડફોડ કરી

પટેલ પરમાનંદની ચાલીમાં અસામાજીક તત્વોએ તોફાન મચાવ્યું :ચારથી વધુ વાહનોને નુકશાન

અમદાવાદના ગોમતીપુર વિસ્તાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. હાથમાં દંડા લઈને વાહનોમાં તોડફોડ કરી હતી. પટેલ પરમાનંદની ચાલીમાં સમગ્ર ઘટના બની હતી તોડફોડનો  સમગ્ર બનાવનો વીડિયો  વાયરલ થયો હતો, જાણવા મળ્યા મુજબ  સાગર બિરાડે, સંજય બિરાડે, કરણ બિરાડે, મનસુખ અને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ થઈ છે. વહેલી સવારે છ વાગે આસપાસ આરોપીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી. ચારથી વધુ વાહનોને  નુકસાન પહોંચાડ્યું હતું જેનો . વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે 

(1:14 PM IST)