News of Monday, 21st July 2025
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૨૯ જીલ્લાના ૧૪૧ તાલુકાઓમાં ૩.૫ ઇંચ સુધીનો વરસાદ...
વાપી માં ફિફટી ફટકારતા મેઘરાજા... સીઝન નો કુલ ૫૧ ઇંચ વરસાદ નોંધાયોઃ આજે સવાર થી અમદાવાદમાં મેઘરાજાની જમાવટ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ અષાઢ માસ પૂર્ણ થવા આડે હવે પાંચ દિવસ બાકી છે તેમાં પણ મેઘરાજા ટાર્ગેટ પૂરો કરવાનો બાકી હોય તેમ વરસી રહ્યા છે, ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જીલ્લાના ૧૪૧ તાલુકાઓમાં ૧ મીમીથી લઈ ૯૦ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
આપણે ત્યાં સામાન્ય રીતે ૧૫ જુન થી ચોમાસાની સીઝનનો આરંભ થતો હોય તેમ મનાય છે , તે જોતા હજુ એક થી દોઢ મહિનો માંડ થયો છે ત્યાં રાજ્યમાં આ વર્ષે સીઝનનો કુલ ૫૩.૩૯ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
એમાં પણ ઝોન વાઇસ જોઈએ તો કરછ પંથક માં ૬૩.૩૫%, ઉત્તર ગુજરાત પંથકમાં ૫૨.૪૮%, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬% તો સૌરાષ્ટમાં ૫૨.૬૬% અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૩૨% સીઝનનો કુલ વરસાદ નોંધાયો છે,હજુ તો સીઝનના અઢી મહિના જેટલો સમય બાકી છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો વાપી ૬૩ મીમી, ઉમરગામ ૬૦ મીમી, ભચાઉ ૫૧ મીમી, સુરત સિટી અને જલાલપોર ૪૫ મીમી, નવસારી ૪૩ મીમી, વાલીયા ૩૬ મીમી, અંજાર ૨૫ મીમી, સરસ્વતી ૨૩ મીમી, બાવળા અને કલોલ ૨૦ મીમી, વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના ૧૦૭ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૧૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા અમદાવાદમાં મન મૂકીને વરસી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
