તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 21st July 2025
હાલ સામાન્ય વરસશે, કાલે બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનશે, જે ગુજરાત બાજુ આવે તેવી સંભાવના
આ સિસ્ટમ્સની અસરથી ૨૫ થી ૩૧ જુલાઈ દરમ્યાન રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ આવવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદમાં આજે સવારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પヘમિ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન પર વેલ માર્ક્ડ લો પ્રેશર યથાવત છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તર્યું છે જેને દક્ષિણ તરફ ઝુકાવ્યું છે. તે લગભગ પヘમિ તરફ આગળ વધવાનું ચાલુ રાખી શકે છે અને ધીમે ધીમે લો પ્રેશરમાં ફેરવાય છે. સરેરાશ દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રફ પヘમિ રાજસ્થાન અને તેની બાજુમાં પાકિસ્તાન, ચુરુ, આયાનગર (દિલ્હી), શાહજહાંપુર, લખનૌ, પટના, બાંકુરા, દિઘા અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ વેલ માર્ક્ડ લો પ્રેશર ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થશે.
જ્યારે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, ૨૬મી તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ૨૨થી ૩૧ જુલાઈમાં વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવે અને સારા વરસાદ પડે તેવી અપેક્ષા છે. જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બનશે અને તે ગુજરાત પરથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. ૨૨ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ સક્રિય થશે અને તે પヘમિ દિશા તરફ ગતિ કરશે. તે ગુજરાત તરફ ગતિ કરે તેવી સંભાવના છે. તેની અસર ૨૩-૨૩ તારીખથી ગુજરાતને થાય તેવું અનુમાન છે. ૨૨-૨૩ તારીખથી સામાન્ય વરસાદમાં વધારો થતો જશે. ૨૫થી ૩૧ જુલાઈના સેશન દરમિયાન આ સિસ્ટમ્સ ગુજરાત પરથી પસાર થાય અને તે ગુજરાત સુધી પહોંચી વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન બની શકે છે. ૨૫થી ૩૧ તારીખમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે.
દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
