<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

IAS અધિકારી સંજય કૌલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તરીકેનો સંભાળ્યો ચાર્જ

અગાઉ ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી

અમદાવાદ,તા.૨૧

સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) એવા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સોમવારે ચાર્જ સંભાળી લીધો છે. તેમણે આઈએએસ ઓફિસર (નિવૃત્ત) તપન રેનું સ્થાન લીધું હતું, જેઓ ૨૦૧૯થી આ સુકાન સંભાળી રહ્યા હતા.

૨૦૦૧ની બેચના આઈએએસ ઓફિસર કૌલ પબ્લિક પોલિસી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને ફાઈનાન્સના ક્ષેત્રે બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવે છે. આ જવાબદારી સંભાળ્યા પૂર્વે તેઓ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયમાં જોઈન્ટ સચિવ હતા. તેઓ અગાઉ ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ટુરિઝરમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપવા સાથે ગુજરાતમાં કામ કરી ચૂક્યા છે.

આ નિયુક્તિ અંગે સંજય કૌલે જણાવ્યું હતું કે વિશ્વના સફળ ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજી હબ બનવા તરફની ગિફ્ટ સિટીની સફરના આ નિર્ણાયક તબક્કે તેનું નેતૃત્વ સંભાળવું એ એક વિશેષાધિકાર છે.

હું અત્યાર સુધી જે મજબૂત પાયો નખાયો છે તેના પર આગળ વધવા, વ્યૂહાત્મક પહેલ હાથ ધરવા, વૈશ્વિક ભાગીદારીઓ કરવા અને ગિફ્ટ સિટીના સ્ટેટસને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકે વધુ મજબૂત કરે તેવો વિશ્વ-કક્ષાનો સિટી અનુભવ પૂરો પાડવા માટે આતુર છું. તમને જણાવી દઈએ કે મૂળ ગુજરાતના અધિકારી કૌલે સુરતની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જિનિયરિંગમાં તથા અમેરિકાના ન્યૂયોર્કમાં સેરાક્યુસ યુનિવર્સિટીથી પબ્લિક પોલિસીમાં પ્રોફેશનલ ડિગ્રી મેળવેલી છે.

(10:00 PM IST)