તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 21st July 2025
વડોદરામાં મિત્રો વચ્ચે મજાકમાં બોલાચાલી થતા છરીના ઘા ઝીંકી યુવકની ઘાતકી હત્યા
મોડી રાત્રે એસએસજી હોસ્પિટલ બહાર ત્રણેય સાથે ચા પીવા ગયા હતા અને મજાકમાં બોલાચાલીએ મોટુ ઝઘડાનો સ્વરૂપ ધારણ કરતા યુવકના ગળે છરી મારતા ઘટના સ્થળે રામ રામી ગયા

વડોદરા: વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા નજીક સરકારી પ્રેસ પાસે આજે વહેલી સવારે એક યુવકનો મૃતદેહ મળતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ યશ ભરતભાઈ ઠાકોર તરીકે થઈ હતી, જે તરસાલી બસ સ્ટેન્ડ નજીક રહેતો હતો.
ઘટનાની ગંભીરતાને લઇ સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. ગણતરીના કલાકોમાં હત્યાની ગૂંચવણ ઉકેલતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના એસીપી. હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આરોપી ભીમબહાદુર અને સન્ની માળી બંને તરસાલી વિસ્તારના રહેવાસી છે. અને મૃતકના મિત્રો હતા. મોડી રાત્રે એસએસજી હોસ્પિટલ બહાર ત્રણેય સાથે ચા પીવા ગયા હતા. ત્યાં મજાક મજાકમાં બોલાચાલી વધતાં વાત વણસાઈ હતી. ત્યારબાદ ભીમબહાદુરે ગુસ્સામાં આવી યુવકના ગળે છરી મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતકના માતા-પિતા દુર્ઘટના પૂર્વે મૃત્યુ પામ્યા છે. આરોપી ભીમબહાદુર સામે અગાઉથી 8 ગુના દાખલ છે અને અગાઉ પાસા પણ થયાં છે. યુવકની હત્યા બાદ બંને આરોપી ફરાર થઈ ગયા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની 6 ટીમોએ બંનેને ઝડપીને કાયદાની જકડમાં લાવી દીધા છે.
આ ઘટના મિત્રતા અને ઉગ્ર વૃત્તિ વચ્ચેની નાજુક લાઈન બતાવે છે. એક ક્ષણની ઉગ્રતા કેવી રીતે જીવનભરનો અંધકાર લાવી શકે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલ હથિયાર શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
