News of Tuesday, 22nd July 2025
અશોક ચૌધરી અમૂલના બિગબોસઃ રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વા.ચેરમેન
૮૦,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે GCMMF

આણંદ, તા.૨૨: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. આણંદમાં ઞ્ઘ્પ્પ્જ્ ખાતે ચૂંટણી જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી વડપણ હેઠળ યોજાઇ હતી. આ મતદાન પ્રકિતામાં રાજ્યની ૧૮ ડેરીઓના ચેરમેન મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવતી હોય છે. જેમાં અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યાં છે.વર્તમાન ચેરમેન સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે શામળ પટેલને રીપિટ કરવામાં આવ્યા નથી. અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે ૨૦ વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. અશોક ચૌધરી મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂકયા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકયા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા.
તાજેતરમાં લાફા કાંડને લઇને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યોનો આક્ષેપ કર્યો હતો. બીજા દિવસે મિલ્ક પાવડરને લઇને વિવાદ ઉભો કરાયો હતો. ભાજપે અશોક ચૌધરી જવાબદારી સોંપીને ફરી એકવાર ઉતર ગુજરાત ચેરમેન પદ જ્યારે સૌરાષ્ટ્રને વાઇસ ચેરમેન પદ સોંપ્યું છે.મહત્વનું છે કે, GCMMFમાં દૂધના જથ્થાની દ્રષ્ટિએ કુલ ટર્નઓવરમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીનો હિસ્સો ૫૫ ટકા ગણાય છે. જ્યારે બાકીના ૪૫ ટકામાં રાજ્યની ૧૫ ડેરીઓ આવે છે. તેથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ત્રણેય ડેરીઓનું મહત્વ રહેતું હોય છે. આ સમીકરણ સાથે નિયુક્તિ થઈ હોવાનું મનાઇ રહ્યું છે. જો કે GCMMFનું વાર્ષિક ૮૦ હજાર કરોડથી વધુનું ટર્નઓવર હોવાનું માનવામા આવે છે. રાજ્યના ૧૮ ડેરી સંઘો GCMMF હેઠળ આવે છે.૧૮ હજાર મંડળીઓ અને ૩૬ લાખથી વધુ પશુપાલકો GCMMF સાથે જોડાયેલા છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
