<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સંગઠન મહામંત્રી રત્‍નાકરજીની અચાનક મુખ્‍યમંત્રી કાર્યાલયની મુલાકાતથી રાજકીય ગરમાવો

સંગઠન પરિવર્તન અને નવા મંત્રીમંડળના વિસ્‍તરણ પહેલા રત્‍નાકરજીની મુલાકાતથી ભાજપ વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૨ ગુજરાત ભાજપમાં આજે એક મહત્‍વ પુર્ણ ધટના બની હતી સંગઠન મહામંત્રી રત્‍નાકરજીની અચાનક મુખ્‍યમંત્રી કાર્યાલયની મુલાકાત લેતા  ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે.

રત્‍નાકરજી આજે અચાનક મુખ્‍યમંત્રી કાર્યાલયે આવ્‍યા એ પહેલા રાજ્‍યના મંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત કરી હતી ત્‍યારબાદ તેઓ ત્‍યાંથી સીધા જ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાથે પણ બેઠક કરી હતી.

રત્‍નાકરજીની એક પછી એક બેઠકથી ગુજરાત ભાજપના વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો શરૂ કરી દીધા છે ત્‍યારે છેલ્લા ઘણા વખતથી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખાની નવી રચના અને મંત્રીમંડળના વિસ્‍તરણ પહેલાની અચાનક આ બેઠક નજીકકના દિવસેમાં જ ભાજપના સંભવિત સંગઠન પરિવર્તન સાથે જોડી રહ્યા છે.

ઉલ્લેખની છે કે ગુજરાત પ્રદેશ ભાજપના  પ્રમુખ પદ ઓ.બી.સી. નેતાને સોંપવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્‍યારે જગદીશ વિશ્વકર્મા સાથે રત્‍નાકરજીની બેઠક સૂચક મનાઈ રહી છે જોકે ભાજપ હંમેશા બતાવે શું અને કરે શું તેનું નક્કી નથી હોતું ગમે ત્‍યારે કોથળામાંથી બિલાડું કાઢવા જાણીતું છે ત્‍યારે રત્‍નાકરજીની આજની મુખ્‍યમંત્રી અને મંત્રી સાથે અચાનક મુલાકાતે રાજકીય પંડિતોમાં ભારે ચર્ચા જગાવી છે.

(3:07 PM IST)