<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ હેઠળની દંડની જોગવાઇઓમાં સુધારા સંદર્ભે નાગરિકો ૩૦ દિવસની અંદર ઓનલાઇન વાંધા-સૂચનો આપી શકશે

જાહેર જનતા, સંસ્થાઓને તથા હિતધારકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબ પેજ સુચનો આપી શકશે

અમદાવાદ તા.૨૨ : રાજ્ય સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્‍ડર્ડસ એક્ટ, ૨૦૦૬ (કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬)ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજયકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારાઓ કરવા વિચારણા કરવામાં આવી છે. 

જે સંદર્ભે પ્રસ્તાવિત સુધારાઓ અંગે જાહેર જનતા, સંસ્થાઓને તથા હિતધારકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વેબ પેજ https://gujhealth.gujarat.gov.in/citizen-corner.htm

 પર સુધારાનો ડ્રાફ્ટ મુકવામાં આવ્યો છે. જે સુધારા બાબતે રાજ્યના કોઈપણ નાગરિકને કોઇ વાંધા-સૂચનો રજુ કરવાના થતા હોયતો તેમણે તેમના  વાંધા–સૂચનો આ જાહેર સૂચના પ્રસિદ્ધ થયેથી દિન ૩૦ ની અંદર ઉપર દર્શાવેલ લિન્ક ઉપર ક્લીક કરીને તેમા ઓનલાઇન મોકલી આપવા કમિશનરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(4:42 PM IST)