News of Tuesday, 22nd July 2025
અમદાવાદના સાઉથ બોપલમાં મેરીગોલ્ડ ટાવરના 14મા માળેથી યુવકે છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
ડી બ્લોકમાં 14મા માળેથી પડતું મૂકીને અમિતકુમાર સુરેન્દ્રસિંઘ નામના યુવાને આત્મહત્યા કરી

અમદાવાદઃ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ ટાવરના 14મા માળેથી એક યુવકે છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર બાબતે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ડી બ્લોકમાં 14મા માળેથી પડતું મૂકીને અમિતકુમાર સુરેન્દ્રસિંઘ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે.
મૃતક ડી બ્લોકમાં 1403ના મકાનમાં પત્ની રીટાબેન અને 15 વર્ષના દીકરા સાથે રહેતા હતા. મૃતક ખાનગી ટ્યુશન કલાસીસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે પત્ની એક્સસાઈઝ માટે ઘરેથી નીકળ્યા ત્યારે અમિતકુમારે 14 માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
