News of Tuesday, 22nd July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 14 દિવસથી લટકી રહ્યું છે ટેન્કર: 85 હજારનું EMI :માલિકની હાલત દયનિય
લોન ટેન્કર માલિક પેટે મહિને 85 હજાર રૂપિયા ઈએમઆઈ ભરે છે. બેંક હપતો ભરવાનું કહે છે, જ્યારે વીમા કંપની કહે છે કે જ્યાં સુધી ગાડી નીચે ન પડે અને નુકસાન ન થાય, ત્યાં સુધી વીમાની રકમ નહીં મળે

વડોદરા: ગત 9 જુલાઈના રોજ ગંભીર બ્રિજ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સામે પૂલ દુર્ઘટના સમયે લટકી ગયેલું ટેન્કર આજે 14 દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે. આ ટેન્કર તો લટકી રહ્યું છે, પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે. કેમ કે, આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ 85 હજાર રૂપિયાનો હપતો આવે છે. ડ્રાઈવરનો માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓના વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે. બીજી બાજુ, ટેન્કર નીચે પડ્યું નથી, તેથી વીમ કંપનીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. આવામાં ટેન્કર ડ્રાઈવરને રડવાનો વારો આવ્યો છે.
ટેન્કર માલિક રમાશંકર પાલે આ લટકતું ટેન્કર 40 લાખ રૂપિયાની બેંક લોન પર લીધું છે. જ્યારે લોન પેટે મહિને 85 હજાર રૂપિયા ઈએમઆઈ ભરે છે. બેંક હપતો ભરવાનું કહે છે, જ્યારે વીમા કંપની કહે છે કે જ્યાં સુધી ગાડી નીચે ન પડે અને નુકસાન ન થાય, ત્યાં સુધી વીમાની રકમ નહીં મળે. આરએનબી ટીમે રેસ્ક્યૂ પછી ટેન્કર કાઢી આપવાનું કહ્યું હતું, પરંતુ તો હવે ફોન ઉપાડતા નથી. જ્યારે વડોદરા તંત્ર કહે છે કે આણંદનું તંત્ર ટેન્કર કાઢશે. જ્યારે હવે તંત્રનું કહેવું છે કે, અમે બધા પ્રયાસ કરી લીધા છે, હવે ખબર નહીં કેવી રીતે ટેન્કર નીકળશે. પછી અરજી કરવાનું કહેતા વિવિધ જગ્યાએ અરજીઓ પણ કરી છે.
આણંદ અને વડોદરા વચ્ચે આંટાફેરા ખાતા ટેન્કર માલિકનું કહેવું છે કે, તંત્ર અને અધિકારીઓ સરખું જવાબ આપતા નથી. મને મારી ગાડી કાઢી આપો. નહીંતર મારી ગાડી નીચે પાડી દો, પછી હું વીમા કંપની સાથે લડી લઈશ
આણંદના કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરીએ આ સમગ્ર મામલે જણાવ્યું કે, આ મામલે નિષ્ણાતોની ટીમ અહીં મોકલવામાં આવી હતી. તેમણે સ્થળની મુલાકાત લીધી છે. કોઈ નુકસાન વગર તેને બહાર કાઢવા અંગે વર્કઆઉટ કરાય છે. અમે વીમા કંપની સાથે પણ બેઠક કરી છે કે, બચાવ કામગીરી દરમિયાન કોઈ નુકસાન થાય તો તેને વીમાની રકમ ભરપાઈ કરી આપવા માટે અપીલ કરાઈ છે. સાથે જ ટેન્કરના હપ્તાને લઈને બેંક સાથે પણ વાત કરી છે અને એક-બે મહિના માટે હપતો આગળ ઠેલવી શકાય તે માટે સ્ટેટ બેંક કમિટીને એક વિનંતી કરતો પત્ર લખીશું.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
