News of Tuesday, 22nd July 2025
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ -2025માં ગુજરાતનો ખેલાડી ઝળહળ્યો : ડેસરના ખેલાડી રુચિત મોરીએ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું
રુચિતે પુરુષોની 400 મીટર હર્ડલ્સ 50.58 સેકન્ડના સમય સાથે પૂર્ણ કરી અને હીટમાં ત્રીજું સ્થાન મેળવી સેમિફાઇનલમાં સીધું સ્થાન હાંસલ કર્યું

અમદાવાદઃ જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ -2025માં ગુજરાતનો ખેલાડી ઝળહળ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી - ડેસરના ખેલાડી રુચિત મોરીએ એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
રુચિતે પુરુષોની 400 મીટર હર્ડલ્સ 50.58 સેકન્ડના સમય સાથે પૂર્ણ કરી હતી અને હીટમાં ત્રીજું સ્થાન મેળવીને સેમિફાઇનલમાં સીધું સ્થાન મેળવ્યું છે. તેનો અગાઉનો શ્રેષ્ઠ સમય 50.97 સેકન્ડ હતો. આ ઉપરાંત તેણે વર્ષની શરૂઆતમાં દેહરાદૂન ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સ 2025માં મેડલ હાંસલ કર્યો હતો.
નેશનલ ગેમ્સમાં રુચિત મોરીનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે. વર્ષ 2021માં યોજાયેલી ભારતીય U23 ચેમ્પિયનશિપમાં તેમણે બ્રોન્ઝ મેડલ, વર્ષ 2019માં ભારતીય U20 ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2020માં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
