<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

MGVCLએ ઉતીર્ણ થયેલ 102 ઉમેદવારોને નિમણુંક પત્ર આપ્યા :એપ્રિલમાં યોજાઈ હતી વિદ્યુત સહાયકની પરીક્ષા

ભરતી પ્રક્રિયામાં 3253 એક્સ-એપ્રેન્ટિસોએ ઉમેદવાર તરીકે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો

વડોદરા : MGVCL દ્વારા વર્ષ 2025માં વિદ્યુત સહાયક (ઈલકટ્રીક આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. વર્ષ 2025માં યોજાયેલ ભરતી પ્રક્રિયામાં 3253 એક્સ-એપ્રેન્ટિસોએ ઉમેદવાર તરીકે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જે પૈકી 6/4/2025માં યોજાયેલ લેખિત પરીક્ષાના અનુસંધાને ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિમણુંક પ્રક્રિયા હાલ ચાલી રહેલ છે.

જે ઉમેદવારોને તેઓના મેરીટ ક્રમાંક તેમજ વર્ષ દરમિયાન ઉભી થનાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા સામે ભરતી કરવામાં આવશે. હાલમાં 79 જગ્યા ઉભી થયેલ છે, જે પૈકી મેરીટ ધરાવતા 79 ઉમેદવારોને વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ) નિમણુંક પત્ર આપવામાં આવ્યા છે.

વિદ્યુત સહાયક (જુનિયર એન્જીનીયર)ની 23 જગ્યા સામે મેરીટ પ્રમાણેના ઉમેદવારોને પણ વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) તરીકે નિમણુંક પત્ર આપવામાં આવેલ છે

(1:15 PM IST)