<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આજે સવારથી ગુજરાતમાં મેઘાવી માહોલ સાથે રાજ્યના 57 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો : હવામાન વિભાગ દ્વારા 23થી 29 જુલાઈ સુધીની ભારે વરસાદની ચેતવણી

આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ તા.૨૩

આજે સવારથી ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 57 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 23થી 29 જુલાઈ સુધીની ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે 23 જુલાઈના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

23 અને 24 જુલાઈની ભારે વરસાદની આગાહી

23 અને 24 જુલાઈ 2025ના રોજ, આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

25 જુલાઈ 2025ની ભારે વરસાદની આગાહી

25 જુલાઈ 2025ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, સુરત, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

26 જુલાઈ 2025ની ભારે વરસાદની આગાહી

26 જુલાઈ 2025ના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે જૂનાગઢ, જામનગર, રાજકોટ, કચ્છ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

27 જુલાઈ 2025ની ભારે વરસાદની આગાહી

27 જુલાઈ 2025ના રોજ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

28 જુલાઈ 2025ની ભારે વરસાદની આગાહી

28 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

29 જુલાઈ 2025ની ભારે વરસાદની આગાહી

29 જુલાઈ 2025ના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(4:34 PM IST)