<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ખેડબ્રહ્માથી ધાનેરા જતી એસટી બસને દાંતા નજીક અકસ્માત નડ્યો મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ચડતા ઢળાવમાં બસ ગરમ થતા બસ રોકી હતી. ત્યારબાદ ફરીથી ચઢાણ ન ચઢી શકતા બસ ખીણમાં ખાબકી

બનાસકાંઠામાં આવેલા દાંતા નજીક ST બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડબ્રહ્માથી ધાનેરા જતી  ST નિગમની બસ ચડતા ઢળાવમાં બસ ગરમ થતા બસ રોકી હતી.  ત્યારબાદ ફરીથી ચઢાણ ન ચઢી શકતા બસ ખીણમાં ખાબકી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. 

મળતી માહિતી મુજબ, દાંતા નજીક કુંવારસી ઘાટીમાં ST બસ ઢાળમાં બસ પાછી પડતાં 10 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે. ખિણમાં ખાબકેલી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. 45 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ 4 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં તમામ મુસાફરોનો ચમત્કારી બચાવ થયો છે. દાંતા મામલતદાર અને હડાદ PSIએ ઘટનાસ્થળ અને હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી.

ડીસા તરફથી કોલસા ભરીને આવી રહેલ ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ભોયણ ગામ પાસે કોલસા ભરેલી ટ્રક પલટી ખાતા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આજુબાજુના વાહન ચાલકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ડ્રાઇવરને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. અકસ્માત હાઇવે પર થયો હોવાના કારણે હાઇવે પર ચક્કાજામ થયો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી અને ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. 

(8:27 PM IST)