News of Thursday, 24th July 2025
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો યુવક મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડીગ્રી અને ડિપ્લોમા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રંગમંચલક્ષી કલા,લલિતકલા અને સાહિત્યિક વિષયોની કલાઓ માટેની કલાઓની અભિવ્યક્તિ કરવા માટેની તક વિદ્યાર્થીઓને આપતો યુવક મહોત્સવ આગામી તા. ૬ થી ૯ ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટીના ચાંદખેડા કેમ્પસ ખાતે ‘ક્ષિતિજ' શિર્ષક તળે યોજાશે.આ સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં વિવિધ ૨૭ કળતિઓમાં સ્પર્ધક તરીકે સામેલ થઈ છે જેમાં યુનિવર્સિટીના ૧૫૦૯ જેટલા યુવા ભાઈ-બહેનો ભાગ લેશે. કલાની પ્રવળત્તિમાં રસ લેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાની કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરાવીને આ સ્પર્ધામા ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં સામેલ થવા અંગે કોઈ મુંજવણ,માર્ગદર્શન કે સહાયની જરૂરત હોય તો તે માટે યુનિવર્સિટીના રમતગમત અધિકારી શ્રી આકાશ ગોહિલનો મોબાઈલ નંબર ૯૭૧૨૯ ૮૯૭૮૮ પર સંપર્ક પણ સાધી શકાશે તેમ શ્રી મનોજ શુક્લ જણાવે છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
