<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સુરતના પાંડેસરા પોલીસની મોટી કાર્યવાહી : 18 કિલો ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ

પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો: આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવ્યા હતા

 સુરતઃ શહેરની પાંડેસરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 18 કિલો ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ કરી છે. હાલ તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવ્યા હતા. આરોપીઓ ઉધના રેલવે સ્ટેશનથી પાંડેસરા ખાતે ઓટોરિક્ષામાં ગાંજાની ડિલેવરી કરવા જઈ રહ્યા હતા.

પાંડેસરા પોલીસે જલારામનગર પાસેથી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 18 કિલો 530 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.

આ મામલે પોલીસે કાર્તિક સુકદેવ નાયક, રાહુલ બુલ્લુ સ્વાઇ, ટુના ગૌડા, સુદામ ભાલુ ગૌડા, બાબુસુના ઉપેન્દ્ર ગૌડા, રંજન સીર્માચલ ગીડા, નારાયણ નિલકંઠ બિસોઇ નામના આરોપીઓની ધરપકડ કરી છે. પાંડેસરામાં રહેતા આરોપી નારાયણ નિલકંઠ બિસોઇ ગાંજો મંગાવ્યો હતો.

(11:25 PM IST)