News of Saturday, 26th July 2025
એક તરફી પ્રેમમાં પડેલા એ યુવાનને કારણે હેરાન પરેશાન પરિવારને પોલીસે ગણત્રીના કલાકોમાં મુકિત અપાવી
અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકનો સામાજિક પ્રયોગ લોકોના દિલમાં પોલીસની એક નવી છબી કંડારી રહ્યો છે:સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ દીપક ઉનડકટ ટીમનું આ કાર્ય વિષે જાણી આફ્રિન પોકારી ઉઠશોઃ આ પ્રયોગ દરેક સ્થળે અમલમાં મૂકવા જેવો છે

રાજકોટ, તા. ર૬ઃ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક એક ખૂબ અનુભવી પોલીસ અધિકારી હોવાથી ઘણી વખત લોકો ખોટી મુશ્કેલી, માનસિક ત્રાસ ભોગવવા છતાં લોકો પોલીસ પાસે પોતાની ઓળખ છતી થવાના કારણે જતા ન હોવાનું ખૂબ સારી રીતે જાણે છે, એટલે પોતાના અનુભવ આધારે વિવિધ વિસ્તારોમાં ખૂબ ઠરેલ પ્રકૃતિ ધરાવતા અધિકારીઓ અને પોલીસ સ્ટાફની એક વિશેષ ટીમ કાર્યરત કરી છે. આવા જ પ્રકારની એક ટીમ સેકટર ૨ વિસ્તારમાં સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી પ્રદીપસિંહ જાડેજા વિગેરેના નેતૃત્વમાં બનાવી છે. જે પ્રયોગ વધુ એક વખત સફળ થયો છે.
અમદાવાદના મણીનગર વિસ્તારના એક તબીબની પુત્રી જયારે ટ્યુશનમાં જતી ત્યારે એક છોકરા સાથે અભ્યાસ સંદર્ભે પરિચય થયેલ. આ વાતને લાંબો સમય વીતી ગયેલ, બન્ને અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરવા લાગેલ.
એ છોકરી તો અભ્યાસનો સામાન્ય પરિચય માની વાત વિસરી ગયેલ પણ બીજી તરફ ટ્યુશનમાં જેનો પરિચય થયેલ તે છોકરો એ સામાન્ય પરિચયને એક તરફી પ્રેમમાં ફેરવી નાખ્યો. અવારનવાર ફોન કરી, મેસેજ કરી મિસ કોલ કરી પરેશાન કરવા લાગ્યો. આ બાબત એ દીકરી દ્વારા જયા સુધી સમજાવી અને બધું સહન કર્યું, પ્રેમમાં એક તરફ પાગલ જેવા બનેલ એ યુવાન પોતાની હરકત ન છોડતા અંતે પોતાના માતા પિતા સમક્ષ વાત વર્ણવી. પરિવારના સભ્યો અવારનવાર પ્રદિપસિંહ જાડેજા લોકોને કેવી રીતે મદદરૃપ બની રહ્યા છે તે અખબાર મારફત જાણેલ. યોગાનુયોગ ડીસીપી તેમનો વિસ્તાર પ્રદિપસિંહ જાડેજાના કાર્ય ક્ષેત્રમા હોવાથી તેમનો કોન્ટેકટ કરી ચોધાર આંસુએ આખી વીતક કથા વર્ણવી. પ્રદીપસિંહ જાડેજાએ બન્નેને પાણી પીવડાવી શાંત કરી એક જ વાક્ય કહ્યું કે તમારો પ્રશ્ન અત્યારે પૂરો થયેલ છે, તેમ માની સ્વસ્થબની વાત કરો, મને અમારા પોલીસ કમિશનરશ્રી અને સેકટર વડાશ્રી પણ આવા પ્રશ્ને ખૂબ સક્રિય છે.
પીએસઆઇ એસ.આઇ. પટેલ, એએસઆઇ છત્રસિંહ, પો.કો. હરસુરભાઇ, દિગંતભાઇ, અનિલભાઇ સહિતની ટીમ દ્વારા ખૂબ સક્રિય ભૂમિકા ભજવેલ.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
