<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ગુજરાતમાં4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ ખાબક્યો : 8 કલાકમાં 155 તાલુકામાં મેઘો મૂશળધાર ધડબડાટી

રાજ્યના અનેક જળાશયો છલકાયાઃ હજુ આગામી 7 દિવસ રાજમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છેઃ સૌથી વધારે અમદાવાદના દસક્રોઈમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતામાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. હજુ આગામી 7 દિવસ રાજમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં બપોરના 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સવારના 6થી 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ, રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે અમદાવાદના દસક્રોઈમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં 8.35 ઈંચ, મહેમદાબાદમાં 8.15 ઈચ વરસાદ, માતરમાં 6.81 ઈંચ, વસોમાં 5.39 ઈંચ વરસાદ, મહુધામાં 5.16 ઈંચ, કઠલાલમાં 5.12 ઈંચ વરસાદ,  10 તાલુકામાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે 8 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. દસક્રોઈમાં 10 ઈંચ સુધી વરસાદ, મહેમદાવાદમાં સાડા 7 ઈંચથી વધુ વરસાદ,નડિયાદમાં 7 ઈંચથી વધુ વરસાદ,માતરમાં 6 ઈંચથી વધુ વરસાદ, કઠલાલ, વસોમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ,મહુધા, ખેડા, ઉમરેઠમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 4 તાલુકામાં અઢી ઈંચથી વધુ વરસાદ,8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ,8 તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ, 26 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ, 92 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ચાર વરસાદી સિસ્ટમને કારણે  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(5:19 PM IST)