તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Sunday, 27th July 2025
સુરેન્દ્રનગર-ધાંગધ્રા રોડ પર દુધરેજ કેનાલ પર આવેલો પુલ બંધ બંધ, ડાયવર્ઝનનો રોડ બિસ્માર હાલતમાં :વાહનચાલકોને હાલાકી
હજારો વાહન કચ્છ, ધાંગધ્રા, માલવણ, પાટડી, બહુચરાજી, મોરબી સહિતના શહેરને જોડતો આ પુલ બંધ કરી દેવાયો

સુરેન્દ્રનગર-ધાંગધ્રા રોડ પર દુધરેજ કેનાલ પર આવેલો પુલ બંધ કરવામાં આવ્યો છે. પુલની બંને તરફ કેનાલ પર 4 કિલોમીટર રસ્તાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ડાયવર્ઝનનો આ રોડ પણ અતિબિસ્માર હોય વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
વડોદરાના મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તંત્ર દ્વારા ફૂલોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 12 જેટલા પુલો જ જિલ્લાના જર્જરિત હોવાનો ખુલવા પામ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા આ તમામ ફૂલોને જાહેરનામું બંધ કરી વાહનોની અવરજવર માટે પુલો બંધ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર મધ્યમાંથી પસાર થતી દુધરેજ પાસેની નર્મદા કેનાલ પર બનાવેલો પુલ પણ બંધ કરવામાં આવ્યો છે. આ પુલ પરથી હજારો વાહન કચ્છ, ધાંગધ્રા, માલવણ, પાટડી, બહુચરાજી, મોરબી સહિતના શહેરને જોડતો આ પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નર્મદા પુલની બંને તરફ અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પરંતુ આ ડ્રાયવર્ઝન 4 કિલોમીટરની અંદર 30થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહનચાલકોને વાહનની નુકસાની તેમજ સમયનો ખોટો વેડફાડ સહિતની સમસ્યાઓ સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપી ખુલ્લુ સમારકામ કરી અને ડાયવર્ઝનને રિપેરીંગ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
બંને તરફના ડાયવર્ઝન લોખંડની ગ્રીલો લગાવી દેવામાં આવી છે. જેથી ભારે વાહનો બંધ થતા સુરેન્દ્રનગર શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દુધરેજ, બાકરથડી, કરણગઢ સહિતના ગામોને લખતર, કોઠારીયા અને વઢવાણ થઈ સુરેન્દ્રનગર આવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે.
તેમજ ધાંગધ્રા-કચ્છ તરફ જવા માટે મુળીસરા થઈ ધાંગધ્રા જવા માટેનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. જેથી એસટી બસો મોટા વાહનોને 30થી 40 કિલોમીટર ફરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી જવું પડી રહ્યું છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
