તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 28th July 2025
ટાટા AIA એ ગુજરાતમાં ૫૧૫ MDRT લાયક એજન્ટોની નોંધણી કરી

રાજકોટ, તા. ર૮: ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંની એક,ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઈએ) જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે તેણે ગુજરાતમાં ૫૧૫ મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ (MDRT) લાયક સલાહકારોની નોંધણી કરાવી છે, જે નાણાકીય સલાહકારી સેવાઓમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
૨૦૨૫ના ગ્લોબલ MDRT રેન્કિંગ અનુસાર, કંપનીએ અમદાવાદના ૧૬૯ સલાહકારો, સુરતના ૧૦૯ સલાહકારો, વડોદરાના ૩૪ સલાહકારો અને રાજકોટના ૨૩ સલાહકારોની પ્રતિષ્ઠિત એમડીઆરટી ટાઇટલ માટે નોંધણી કરાવી છે, જે ગુજરાતને ટાટા એઆઈએનું પહેલા ક્રમનું એમડીઆરટી રાજ્ય બનાવે છે.
ટાટા એઆઈએના પ્રોપરાઈટરી બિઝનેસ, અલાઈડ ચેનલ્સ અને એજન્સી સેલ્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, એમડીઆરટી રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ચોથો ક્રમ મેળવવો અને ભારતમાં ઉદ્યોગનું સતત નેતળત્વ કરવાનું યથાવત રાખવું ખરેખર સન્માનની વાત છે. આ સીમાચિホ અમારા પ્રીમિયર એજન્સી મોડેલની સફળતા અને અમારા સલાહકારોની અવિરત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
