News of Monday, 28th July 2025
આગામી 7 દિવસ ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના : માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના
રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ , લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થવાથી વરસાદી માહોલ સર્જાયો

અમદાવાદ તા.૨૮
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો રમઝટ બોલાવી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ પેદા થઇ હતી. ત્યારે હવામાન વિભાગ વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ને ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થવાથી વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં આજે એલર્ટ જાહેર
દાહોદમાં આજે ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
