<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સાબરકાંઠા જિલ્લામાં શ્વાન કરડવાના કેસમાં વધારો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 186 કેસ નોંધાયા

છેલ્લા 28 દિવસમાં ઈડર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે 310 જેટલા કેસ નોંધાયા

સાબરકાંઠા: જિલ્લામાં રખડતા શ્વાનોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 186 કરતા વધુ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં શ્વાન કરડવાને લઇ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનોને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.

ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે એક જ દિવસમાં રખડતા શ્વાન કરડવાના 14 કેસ નોંધાયા છે. ગ્રામ્ય પંથક સહિત શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. બાળકો સહિત વૃદ્ધોને રખડતા શ્વાન કરડી રહ્યા છે. એક બાળકને વધુ ઇજાગ્રસ્ત હોવાને પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયું છે. 28 દિવસમાં ઈડર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે 310 જેટલા કેસ નોંધાયા છે. તબીબે રખડતા શ્વાન બાબતે દર્દીઓને સલાહ આપી છે કે રખડતા શ્વાનનો ભોગ બનનાર દર્દીઓએ 24 કલાકમાં સારવાર લેવી જોઈએ. દર્દીઓને એ.આર.વી તેમજ ધનુરના ઇન્જેક્શનની સારવાર લેવી ફરિજયાત છે.

ઈડરમાં એક જ દિવસમાં 14 જેટલા કેસ નોંધાતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનોને લઈ સાવચેત રહેવું જરૂરી છે. સ્થાનિક તંત્ર દ્વારા હડકાયા શ્વાનોને સુરક્ષિત સ્થળે ખસેડવા ઉઠી માગ છે. રખડતા શ્વાનોને લઈ સ્થાનિક તંત્ર સંપૂર્ણ નિષ્ફળ દેખાઈ રહ્યું છે.

(10:32 PM IST)