News of Tuesday, 29th July 2025
અંકલેશ્વરના અમરતપુરા ગામે 90 કરોડના ખર્ચે રાજ્યનો પાંચમો વધુ લંબાઈ ધરાવતો એરપોર્ટ ‘રન-વે’ તૈયાર
બોઈંગ 737 અને એરબસ 321 જેવા કાર્ગો વિમાન લેન્ડિંગ કરી શકે તેવી ડિઝાઈનમાં 2135 મીટરની લંબાઈ અને 45 મીટરની પહોળાઈનો લાંબો રનવે બનીને તૈયાર થઈ ગયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામે 90 કરોડના ખર્ચે રાજ્યનો પાંચમો વધુ લંબાઈ ધરાવતો એરપોર્ટ ‘રન-વે’ તૈયાર કરવામાં આવ્યો છે. બોઈંગ 737 અને એરબસ 321 જેવા કાર્ગો વિમાન લેન્ડિંગ કરી શકે તેવી ડિઝાઈનમાં 2135 મીટરની લંબાઈ અને 45 મીટરની પહોળાઈનો લાંબો રનવે બનીને તૈયાર થઈ ગયો છે.
1993-94માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ હવાઇ પટ્ટીનું પહેલું ચરણ સાકાર થયું છે. ATC ટાવર તૈયાર થઈ ગયો છે. પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે, હવે બીજા ફેઝમાં એર રીપેરીંગ સેન્ટર, હેન્ગર તેમજ એર સુવિધાને લગતી અન્ય કામગીરી શરુ થશે.
ભરૂચ જિલ્લા 1993-94માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ હવાઇ પટ્ટીનું પહેલું ચરણ સાકાર થયું છે. 2000 મીટરના રનવે પર 180 સીટર પેસેન્જર સાથેની ઉડાન ક્ષમતા ધરાવે છે. પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. હવે બીજા ફેઝમાં એર રીપેરીંગ સેન્ટર, હેન્ગર તેમજ એર સુવિધા લગતી અન્ય કામગીરી શરુ થશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
