<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કલોલ પાલિકામાં અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો: ચીફ ઓફિસરની કેબિનમાં જ બોટલમાંથી દવા ગટગટાવી

ચીફ ઓફિસરે નિયમ પ્રમાણે સોસાયટીની આકારણી માગી :બાંધકામ કાયદેસર હોવાનો પુરાવો ન હોવાથી અરજદાર ઉશ્કેરાયા :જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવી આપઘાતની ચીમકી આપી

ગાંધીનગર: કલોલ નગર પાલિકામાં અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ચીફ ઓફિસરની કેબિનમાં જ બોટલમાંથી દવા ગટગટાવી હતી . દવા પીધા બાદ અરજદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 

 જાણવા મળ્યા મુજબ  ચીફ ઓફિસરે નિયમ પ્રમાણે સોસાયટીની આકારણી માગી હતી. બાંધકામ કાયદેસર હોવાનો પુરાવો ન હોવાથી અરજદાર ઉશ્કેરાયા હતા 

 વધુમાં જાણવા મળ્યા મુજબ  અરજદારે આકારણીના જ પ્રશ્નમાં પાલિકામાં RTI અરજી કરી હતી. પાલિકાએ જવાબ આપ્યા બાદ અરજદારે અનેક આક્ષેપ કર્યા હતા. જાતિ ભેદભાવનો આક્ષેપ લગાવી આપઘાતની ચીમકી આપી હતી. બોટલમાં ઝેરી પદાર્થ ન હોવાનો ચીફ ઓફિસરે દાવો કર્યો છે  

(1:52 PM IST)