<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

લોહાણા કર્મચારી મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનું ગોલ્‍ડ મેડલ-સિલ્‍વર મેડલથી સન્‍માન

રાજકોટ : લોહાણા કર્મચારી મંડળ દ્વારા કોટક સ્‍કુલના સભાગૃહ ખાતે પ્રતિભા સન્‍માન સમારોહનું આયોજન કરાયુ હતુ. રઘુવંશી સમાજના કર્મચારી મંડળના સભ્‍યોના બાળકો માટે યોજાયેલ આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે સિધ્‍ધિ મેળવનાર તેજસ્‍વી તારલાઓ ઉપરાંત સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ થઇ સરકારી નોકરી મેળવનાર નવયુવાનોનું પણ વિશેષ સન્‍માન કરાયુ હતુ. રઘુવંશી દાતા ત્રિકમજીભાઇ ચતવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ મુંબઇ, સ્‍વ. મંગુભાઇ દતાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ મુંબઇ, દિલીપભાઇ સોમૈયા-અંકિત એસ્‍ટેટ દ્વારા ગોલ્‍ડ પ્‍લેટેડ મેડલ અને શ્રીમતી મુકતાબેન ડી. કોટક, સદ્દગુરૂ પરિવાર ટ્રસ્‍ટ તેમજ ધવલભાઇ ખખ્‍ખર તરફથી સિલ્‍વર મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં યોગેશભાઇ પુજારા, શાંતુભાઇ રૂપારેલીયા, નરેન્‍દ્રભાઇ નથવાણી, કલ્‍પેશભાઇ દક્ષિણી, સ્‍વ. ભરતભાઇ બારાઇ પરિવાર, શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી, દિલીપભાઇ સોમૈયા, હરીશભાઇ લાખાણી, ડો. રમેશભાઇ ઠકકર, નિલેશકુમાર ગાદેશા, ડો. ભાવેશભાઇ કાનાબાર, એન. ડી. ભોજાણી, વિશાલભાઇ ચાંદરાણી, મેહુલભાઇ રાયમગીયાનો સહયોગ મળ્‍યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે ડો. જુલીબેન અનડકટ અને તેમની ટીમ દ્વારા પ્રાર્થના નૃત્‍ય રજુ કરવામાં આવેલ. કીર્તન ભાસ્‍કરભાઇ શીંગાળાના ડીજીટલ ડ્રમના સથવારે પુષ્‍પ અભિષેક કરી ફટાકડાની આતશબાજી વચ્‍ચે તેજસ્‍વી તારલાઓને મંચ પર આમંત્રિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃતિકાબેન કારીયા અને રિધ્‍ધિબેન શીંગાળાએ કર્યુ હતુ. કાર્યક્રમ માટે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ તેમજ અન્‍ય રઘુવંશી અગ્રણીઓનો શુભેચ્‍છા સંદેશ પ્રાપ્‍ત થયો હતો. કાર્યક્રમમાં થીમ આધારીત નૃત્‍ય પરફોર્મ ડો. આસ્‍થા કાનાબાર અને અદિતિ દ્વારા કરાયુ હતુ. કાર્યક્રમના અંતે લકકી ડ્રો કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ડો. ભાવનાબેન શીંગાળા, ઉપપ્રમુખ અલ્‍પેશભાઇ મીરાણી, મંત્રી જીલેષભાઇ શીંગાળા તેમજ ભરતભાઇ પાવાગઢી, મનીષભાઇ પલાણ, શૈલેષભાઇ ચંદારાણા, દીપકભાઇ નાગ્રેચા, ડો. જુલીબેન અનડકટ,  વીરેન્‍દ્રભાઇ વસંત, અજયભાઇ ગણાત્રા, સચિનભાઇ હરખાણી, શ્રીમતી રેખાબેન નથવાણી, હરેશભાઇ પુજારા, શ્રીમતી હેતલબેન સેદાણી, જગદીશભાઇ કકકડ, અશોકભાઇ દત્તાણી, ડો. નેહલબેન શીંગાળા, શ્રીમતી જલ્‍પાબેન પોપટ, ગૌરવભાઇ રવેશિયા, ચિરાગભાઇ ચોલેરા, દુર્ગેશભાઇ નૈનસોનૈયાએ જહેમત ઉઠાવી હતી. 

(1:41 PM IST)