<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

મિસિસ ઇન્‍ટરનેશનલ ૨૦૨૫નો તાજ અંકિતા રાવલના શીરે

વેદાર્ક મોલ વષાાલ ખાતે યોજાયેલ સી.એલ.એમ. ઇન્‍ટરનેશનલ શો-૨૦રપ દરમિયાન અમદાવાદની અંકિતા એ. રાવલે ‘મિસિસ ઇન્‍ટરનેશનલ ર૦૨૫'નો તાજ હાંસલ કર્યો હતો. સીએલએમ સેલેબ્રીટી લુક મોડેલીંગ કલાસીસ દ્વારા આયોજીત આ શોનું સંચાલન કિશુ ચાવલાએ કર્યુ હતુ. આ શોમાં કિડ્‍સ, મિસ, મિસ્‍ટર અને મિસિસ કેટેગરીમાં કુલ ૫૦ કરતા વધુ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. મિસિસ કેટેગરીમાં વિજેતા બનનાર અંકિતા રાવલ  (મો.૭૭૮૦૫ ૭૯૬૫૬) છેલ્લા દસ વર્ષથી એચ.આર. ક્ષેત્રે સક્રિય છે. મુંબઇ, હૈદ્રાબાદ, અમદાવાદમાં પોતાની કારકીર્દી ઉજાળી છે. તેઓ આ અગાઉ પણ ‘મિસિસ ગુજરાત ૨૦૨૩'માં ફસ્‍ટ રનરઅપ અને બેસ્‍ટ સ્‍માઇલ ૨૦૨૪ રહી ચુકયા છે. (૧૬.૨)

(2:13 PM IST)