<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે એસટીને ૯પ નવી નકોર બસોનું લોકાર્પણઃ રાજકોટને ૮ નવી બસ ફાળવાઇ

 

રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે આજે બપોરે ૯પ નવી બસનું લોકાપર્ણ ગાંધીનગર ખાતે યોજાયું હતું, આ તમામ બસો રાજયના વિવિધ એસટી ડીવીઝનોને ફાળવાઇ છે. રાજકોટ ૮ તો જામનગર વિભાગ ૭ નવી બસો અપાઇ છેઃ રાજકોટને ફાળવાયેલ નવી બસો સાંજે રાજકોટ આવી જશેઃ આ પછી આ ૮ બસોમાં જસદણ ડેપોને-ર, ગોંડલને-ર, વાંકાનેર ડેપોને-ર, રાજકોટ અને સુરેન્‍દ્રનગર ડેપોને ૧-૧ બસો અપાશેઃ તમામ એકસપ્રેસ બસો વિવિધરૂટ ઉપર કાલથી દોડવા માંડશે.

(3:20 PM IST)