<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

મહેસાણાના ધરોઈ ડેમના 5 દરવાજા ખોલાયા : સાબરમતી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

નીચાણવાળા વિસ્તારના લોકોને નદી પટમાં અવરજવર નહીં કરવા સૂચના

મહેસાણાઃ ભારે વરસાદના કારણે ધરોઇ ડેમના પાંચ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદ, ધોળકા અને ખેડાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો પાલડી, જમાલપુર, રાયખડ, સુભાષબ્રિજ,જૂના વાડજ, એલિસબ્રિજ, ગ્યાસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.  સાથે જ અમદાવાદ રિવરફ્રંટના વોક વે પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે

  . આ સિવાય ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર, વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડ અને સાથલ, તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વાસરંગ, નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થાય તેવી શક્યતાને પગલે નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહીં જવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

(11:29 PM IST)