<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

કોન્ટ્રાક્ટરોએ ગુણવત્તા વાળા કામ કરવાની આદત પાડવી પડશે: ખરાબ રોડ રસ્તા મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ

અમદાવાદ : રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્મિત અથવા જાળવણી હેઠળના રોડ-રસ્તાઓમાં ખાડા પડ્યા હશે તેવા, કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અને નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ખરાબ રસ્તા મામલે CM ભૂપેન્દ્રભાઈ  પટેલે અધિકારીઓને ટકોર કરી છે.

ગાંધીનગરમાં અભિયાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષા ના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષસ્થાને 112 જિલ્લાઓમાં એસપીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.  આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તાઓ મુદ્દે કોન્ટ્રાક્ટરોને ટકરો કરવામાં આવી હતી.

રાજ્યમાં ખરાબ અને તૂટેલા રોડ-રસ્તાઓ મુદ્દે મખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલે કહ્યું હતું કે, હવે બધાએ ક્વોલિટી વાળું કામ કરવું પડશે, ગ્લોબલ વોર્મિંગ થી પ્રત્યેક દેશ અસરગ્રસ્ત છે. એકસાથે વરસાદ હવે પડે છે તો તેના નિકાલ અને સંગ્રહ બન્નેની વ્યવસ્થા જરૂરી છે. એક કામ કરો પણ ગુણવત્તા વાળું કરવું તે જરૂરી છે. કોન્ટ્રાક્ટરોએ ચાલશેની વિચારસરણીમાંથી બહાર આવી ગુણવત્તા વાળા કામ કરવાની આદત પાડવી પડશે. જે કોઈ કામ થાય એ ગુણવત્તાયુક્ત જ થાય એ જરૂરી છે.

હજુ પણ રાજ્યમાં વિવિધ કોન્ટ્રાક્ટરો DLP હેઠળના રોડનું નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ નહીં કરે અથવા તેમની બેદરકારીના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર પ્રજાની સલામતી અને સુવિધા માટે કટિબદ્ધ છે. બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

(11:35 PM IST)