<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત:જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે બાળકો સાથે આપઘાત કર્યો

મુળ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 41 વર્ષીય અલ્પેશ સોલંકીએ ત્રણ વર્ષ અને આઠ વર્ષના પુત્રો સાથે આપઘાત કરી લીધો બંને બાળકો બેડ પર મૃત હાલતમાં મળ્યા

સુરતમાં સામુહિક આપધાતની વધુ એક ઘટના બની છે. મૂળ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રહેવાસીએ,  જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે. પિતાએ બે પુત્ર સાથે કર્યો આત્મહત્યા કરી લીધી છે. એક પુત્ર 3 વર્ષનો જ્યારે બીજાની ઉંમર 8 વર્ષની હોવાનું સામે આવ્યું છે. અગમ્ય કારણસર આપઘાત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે... જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક શિક્ષકે બે બાળકો સાથે આપઘાત કર્યો છે,  જેમાં એક પુત્રની ઉંમર 3 વર્ષ અને બીજા પુત્રીની ઉંમર 8 વર્ષની છે... હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મુળ સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા 41 વર્ષીય અલ્પેશ સોલંકી નામના વ્યક્તિ ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બંને બાળકો બેડ પર મૃત હાલતમાં મળ્યા છે તો પિતા લટકતી હાલતમાં મળ્યા હતા. તો સામૂહિક આપઘાત પાછળ મૃતક શિક્ષકની માતાનું કહેવું છે કે તેમનો પુત્ર થોડા સમયથી માનસિક તણાવમાં હોય તેવું લાગી રહ્યું હતું.

મૃતકોની વિગત મુજબ, સાબરકાંઠાના ચિઠોડા તા. વિજયનગરના મૂળ વતની મૃતક અલ્પેશ કાંતિભાઈ સોલંકી (ઉ. વ. 41) ડિંડોલી મેરીમાતા સ્કૂલ બાટલીબોય ખાતે શિક્ષક હતા. તેમના પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી (ઉ. વ. 8),  કર્નિશ અલ્પેશભાઈ સોલંકી (ઉ. વ. 3) છે. ઉમારા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

  

(7:25 PM IST)