<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કરજણ અને શિનોરના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા

વડોદરાના શિનોર – કરજણ તાલુકાનું વહીવટી તંત્ર હવે નર્મદા નદી ને લઈ એલર્ટ મોડમાં

અમદાવાદ : ઉપરવાસમાં સતત વરસાદ પડવાથી, ગુજરાતની જીવાદોરી સમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની નવી આવક થતા, જળસપાટીમાં વધારો થયો છે.  નર્મદા ડેમની જળ સપાટી હાલમાં 130 મીટરે પહોંચતા નર્મદા નદી માં 11.30 વાગ્યાથી પાણી છોડાયું છે.

નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા શિનોર, કરજણ તાલુકાના ગામો પર તંત્રની બાજ નજર છે. વડોદરાના શિનોર – કરજણ તાલુકાનું વહીવટી તંત્ર હવે નર્મદા નદી ને લઈ એલર્ટ મોડમાં આવી ગયું છે.

કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો, જેવા કે. સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, પુરા, ઓઝ, અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ, આલમપુરાને અલર્ટ કરાયા છે.

શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો, જેવા કે, બરકાલ, મોલેથા, દરિયાપુરા, ઝાંઝડ, અંબાલી, શિનોર, માંડવા, સુરાસામળ, કંજેઠા, દિવેર, માલસરને એલર્ટ કરાયા છે

(7:58 PM IST)