News of Thursday, 31st July 2025
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત: પૂરતું ખાતર નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ
લાખણી,કાંકરેજ,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત: વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છતાં પૂરતું ખાતર મળતું નથી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા લાખણી,કાંકરેજ,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે, એમાંય જિલ્લાના ખેડૂતો ક્યાંક પાણીની તંગીના કારણે પરેશાન હોય તો ક્યાંક ખાતરની અછતથી તેવામાં હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને પાણીની તંગી તો હલ થઈ છે પરંતુ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પહેલા DAP ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન થયા હતા તો હાલ યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે .મોટાભાગના ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે જેમાં તેમણે યુરિયા ખાતરની જરૂરિયાત હોય ખેડૂતો યુરિયા ખાતર લેવા વલખાં મારી રહ્યા છે .લાખણી,કાંકરેજ, દિયોદર,વાવ અને થરાદ બાદ હવે ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાતા ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડયુ છે ,અન્ય તાલુકાઓની જેમ હવે ધાનેરામાં યુરિયા ખાતરનો સ્ટોક ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે,જોકે ખેડૂતોને જરૂર ન હોવા છતાં પણ યુરિયા ખાતરની જગ્યાએ નેનો યુરિયા ખાતર અપાઈ રહ્યું છે,ખેડૂતોને હાલ ખાતરની ખુબજ જરૂર હોવાથી તેવો પોતાના તમામ કામો છોડીને વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભેલા ખેડૂતોને પૂરતું ખાતર ન મળતાં તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે ,
બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓ યુરિયા ખાતરની ભારે અછતના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતો ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા હોવાથી ખેડૂતોને ખાતર તો નથી મળતું પરંતુ ઉલ્ટાનો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે .ખેડૂતો ખાતર માટે દુકાને દુકાને ભટકી રહ્યા છે જો 5 -6 દિવસમાં ખાતર નહિ મળે તો ખેડૂતોને આ સિઝન ફેલ થશે અને ખેડૂતો બરબાદ થઈ જશે. ખેડૂતોના જણાવ્યું મુજબ, છેલ્લા 10 દિવસથી ખાતરની બહુ તકલીફ છે સવારના વહેલા આવીને લાઈનોમાં લાગીએ પણ ખાતર નથી મળતું, હું 7 વાગ્યાનો લાઈનમાં ઉભો છું ખાતર લેવા માટે પણ હવે કહે છે કે ખાતર નથી ઘરે જાઓ..બહુ તકલીફ છે. હું 20 કિલોમીટર દૂરથી ખાતર લેવા 7 વાગ્યાથી લાઈનમાં ઉભો રહ્યો પણ ખાતર ન મળ્યું..અમારે ધક્કા પડે છે અને ખર્ચ થાય છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
