તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Sunday, 3rd August 2025
વડોદરાની એમએસ યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાંથી ઈયળ નીકળી
થોડા સમય પહેલા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનીંગ થયેલઃ ભારે હોબાળો

વડોદરા : વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. થોડા દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. જે બાદ હવે બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાંથી ઈયળ નીકળી હતી. શાકમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.
બોયઝ હોસ્ટેલની મેસમાં ભીંડા બટાકાના શાકમાં ઈયળ નીકળી હોવાના વીડિયો સામે આવ્યા હતો અને વિદ્યાર્થીઓએ મેસની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેસમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોનું ધ્યાન રાખવામાં આવતું નથી. એક વિદ્યાર્થીએ જણાવ્યું, જ્યારે હું ખાવા બેઠો ત્યારે શાકમાંથી એક જીવડું નીકળ્યું. મેં તેને બહાર કાઢ્યું, પરંતુ બીજું પણ તેવું જ દેખાતું હોવાથી હું ડરી ગયો. અમે આ અંગે ફૂડ કમિટીને જાણ કરી છે, પરંતુ જો ભોજન ખાધા બાદ કંઈક થશે તો શું?
થોડાક સમય પહેલા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ખોરાક લીધા બાદ ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. જેમાં 140 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. એક રોષે ભરાયેલા વિદ્યાર્થીએ જણાવ્યું, આ પહેલીવાર નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, પરંતુ મેસ સંચાલકો કે યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
