<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

વડોદરાના લાંછનપુરા ગામે પાણીની મોટરમાં કરંટ લાગતા મહિલાનું મોત

સજનબેન પરમારને મોટર ચાલુ કરતા જોરદાર ઝટકો લાગ્‍યોઃ શોકની કાલીમા

વડોદરાઃ સાવલી તાલુકાના લાંછનપુરા ગામે દુઃખદ ઘટના બની છે. ગામની 38 વર્ષીય સજનબેન પ્રવીણભાઈ પરમાર પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘટના સમયે સજનબેનને જોરદાર ઝટકો લાગતાં તેઓ બેભાન થઈ પડ્યા હતા. આ અવાજ સાંભળતાં કુટુંબીજનો અને પડોશીઓ તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ સજનબેનને તાત્કાલિક સારવાર માટે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક થયેલી આ દુર્ઘટનાથી પરમાર પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે.

(2:58 PM IST)