News of Sunday, 3rd August 2025
સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતાફ યલો એલર્ટ
ગુજરાતમાં ૮ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 8 ઓગસ્ટ સુધી વરસાદ અંગેની આગાહી કરી છે. જે અનુસાર આગામી 24 કલાકમાં સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે.
3 ઓગસ્ટ 2025થી 4 ઓગસ્ટ 2025ની સવાર સુધીના 24 કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વડોદરા, ભરૂચ, આણંદ, સુરત, નવસારી અને વલસાડ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
4 અને 5 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
6 અને 7 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, આણંદ, વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાત, સુરત અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ઉપરાંત 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર, વડોદરા અને આણંદ સહિત સમગ્ર મધ્ય ગુજરાત, સુરત અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, રાજકોટ અને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
