<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

વડોદરાના 31 સ્મશાનગૃહ કોન્ટ્રાકટરને ફાળવાતા ભારે વિરોધ: છાણી ગામ અડધો દિવસ સ્વયંભૂ બંધ

સ્મશાનમાં અપાયેલા કોન્ટ્રાક્ટ પાછા નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

વડોદરા મનપા સંચાલિત 31 સ્મશાનગૃહનો કોન્ટ્રાક્ટ આપવાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વડોદરા શહેરના છેવાડે આવેલ છાણી ગામમાં આજે બપોરના એક વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. છાણી ગામ આખું સ્વયંભૂ આ બંધમાં જોડાયુ છે. પેટ્રોલ પંપ સહિત તમામ દુકાનો-એકમો બંધ રહ્યાં છે. સ્મશાનમાં અપાયેલા કોન્ટ્રાક્ટ પાછા નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્મશાનના સળગતા મુદ્દે રાજનીતિ છોડી સમગ્ર ગામ એક મંચ પર ભેગુ થયું છે. આવતીકાલ, સોમવારે VMC કમિશનરને 5 હજાર સહી કરીને આવેદનપત્ર આપવામાં આવશે.

(4:58 PM IST)