News of Sunday, 3rd August 2025
રોડ ટેક્સ- ટોલ ટેક્સ ભરવા છતાં ભારે હાલાકી : અંકલેશ્વર નજીક NH-48 પર 5 દિવસથી સતત ટ્રાફિકજામ ! વાહન ચાલકો ત્રસ્ત
છેલ્લા 5થી 6 દિવસથી 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી: ટ્રાફિકજામને કારણે વાહન ચાલકોને ખાધા-પીધા વગર 4થી 5 કલાક સુધી લાંબી કતારોમાં ઉભાર રહેવા મજબૂર

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા મુખ્યત્વે અકસ્માતની ઘટના બની હોય ત્યારે તો ક્યારેક રોડ-રસ્તા બિસ્માર હાલતમાં હોય ત્યારે હાઇવે પર સામાન્ય રીતે ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાતી હોય છે. તેવામાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર છેલ્લા 5 દિવસથી સતત ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સતત ટ્રાફિકજામની સમસ્યાને લઇ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આ સમસ્યા વધુ ચિંતાજનક છે. જેનું મુખ્યકારણ એ છે કે, ચોમાસાને કારણે નેશનલ હાઈવે 48 પરના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી વાહનોની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે ટ્રાફિકજામ થાય છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર છેલ્લા 5થી 6 દિવસથી 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે. જેના કારણે હાઇવે સંપૂર્ણ જામ થઇ જાય છે. હાઇવે પર રોજબરોજ ટ્રાફિકજામને કારણે વાહન ચાલકોને ખાધા-પીધા વગર 4થી 5 કલાક સુધી લાંબી કતારોમાં ઉભાર રહેવા મજબૂર બની રહ્યા છે.
વાહનચાલકો ફરિયાદ કરી રહ્યા છે કે, તેમને ખાધા-પીધા વિના 3થી 4 કલાક સુધી આ ભયંકર ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે. આ ટ્રાફિકજામને કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને સમય અને ઇંધણનો ભારે બગાડ થઈ રહ્યો છે. તંત્રને રોડ-ટેક્સ આપવા છતા રોડ-રસ્તાના કારણે આવી ભારે ટ્રાફિકજામની સમસ્યા સહેવાનો વારો આવે છે, તો તંત્ર અમારી પાસેથી ટોલ-ટેકસ લેવાનું બંધ કરે, કાતો રોડ-રસ્તા સારા બનાવે...ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે અને ઝડપી કાર્યવાહીની માગ કરી છે. વાહનચાલકો અને સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે કે, તંત્ર આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે, જેથી લોકોને રોજેરોજની આ હાલાકીમાંથી મુક્તિ મળે.
આ ભીષણ ટ્રાફિકજામ પાછળ આ કારણ જવાબદાર
(1)બિસ્માર રસ્તાઓ: ચોમાસાને કારણે નેશનલ હાઈવે 48 પરના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી વાહનોની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે ટ્રાફિકજામ થાય છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર આ સમસ્યા વધુ જોવા મળે છે.
(2)સાંકડા બ્રિજ: ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અમરાવતી ખાડી અને આમલાખાડી પરના બ્રિજ સાંકડા છે. આ બ્રિજ પર વાહનોની અવરજવર ધીમી થતાં ટ્રાફિકજામ સર્જાય છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ટ્રાફિકજામ
28 જુલાઈના રોજ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 10 કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ 24 જુલાઈના રોજ વડોદરા સાંસદની હાજરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
