<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

૪૪મી ગુજરાત સ્‍ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્‍પિયનશિપમાં નિલરાજ રાણા, માનવરાજ ચુડાસમા, પ્રજ્ઞેશ કુમારની ટીમે જીત્‍યો સિલ્‍વર મેડલ

રાજકોટઃ હાલ ૪૪મી ગુજરાત સ્‍ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્‍પિયનશિપ કોમ્‍પિટિશન, ૨૦૨૫નું આયોજન આમસરણ શૂટિંગ રેન્‍જ અમદાવાદ ખાતે તારીખ : ૩૧ જુલાઈ થી ૬ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી યોજવામાં આવેલ છે. જેમાં ઓલીમ્‍પિક ટ્રેપ અને સ્‍કીટ શોટગન ઇવેન્‍ટ તથા ડબલ ટ્રેપ શૂટિંગ ઇવેન્‍ટની સ્‍ટેટ લેવલની સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી ૩૦૦ થી પણ વધારે શૂટરોએ ઉમંગભેર ભાગ લીધો હતો. જેમાં રાજકોટના શોટગન શૂટર શ્રી નીલરાજ ભરતસિંહ રાણા (રાજકોટ), શ્રી માનવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (બરોડા) તથા પ્રજ્ઞેશ કુમાર (અમદાવાદ) ની ટીમ એ સાથે મળીને કલે-પિજન ડબલ ટ્રેપ શૂટિંગ (ISSF) પુરુષોની ટીમ ઇવેન્‍ટ કેટેગરીમાં સિલ્‍વર મેડલ જીતી ગૌરવ મેળવ્‍યું છે. 

(2:31 PM IST)