<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા દ્વારા સરકારી કર્મચારીઓને તાલીમઃ ભાવનગરમાં કેન્‍દ્ર સ્‍થપાશે

અધિકારીઓ-કર્મચારીઓની વહીવટી ક્ષમતા વધારવાના કાર્યક્રમો

રાજકોટઃ તા. પ, ભૂતપૂર્વ દ્વિભાષી બોમ્‍બે રાજયના વિભાજનના બે વર્ષ  પછી, ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૧૯૬૨ માં સ્‍પીપાની સ્‍થાપના રાજયની  તાલીમ સંસ્‍થા તરીકે કરવામાં આવી હતી. વર્ષ-૧૯૭૪ માં આ સંસ્‍થાનું નામ બદલીને સરદાર પટેલ ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ પબ્‍લિક એડમિનીસ્‍ટ્રેશન (SPIPA) કરવામાં આવ્‍યું. સોસાયટી રજીસ્‍ટ્રેશન એક્‍ટ, ૧૮૬૦ હેઠળ સ્‍પીપાને વર્ષ ૨૦૦૪ માં સ્‍વાયત્ત સંસ્‍થા બનાવવામાં આવેલ .છે. હાલ સ્‍પીપા, અમદાવાદના મુખ્‍ય કેન્‍દ્ર સિવાય ૬ પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, રાજકોટ અને સુરત કાર્યરત છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજય સરકાર દ્વારા સ્‍પીપાના અન્‍ય એક પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર, ભાવનગરની મંજૂરી આપવામાં આવેલ છે.

સ્‍પીપા અને તેના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રો દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોના વિવિધ સંવર્ગના વર્ગ ૧, ૨, ૩ અને ૪ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની સરકારી કારકિર્દીના વિવિધ તબક્કે તાલીમ આપવાની મુખ્‍ય કામગીરી કરવામાં આવે છે. જેમાં સ્‍પીપા મુખ્‍ય, અમદાવાદ ખાતે વર્ગ ૧ અને વર્ગ - ૨ ના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે, જયારે સ્‍પીપાના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રો ખાતે વર્ગ- ૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. સ્‍પીપા સરકારી કર્મચારીઓની ક્ષમતાને શ્રેષ્ઠ બનાવી તેના દ્વારા રાજયના આદર્શ શાસનના પ્રયાસોને સાકાર કરવા માટે સ્‍પીપા દ્વારા તાલીમ અને કૌશલ્‍ય અપગ્રેડેશનની જરૂરિયાતોનું મૂલ્‍યાંકન કરી વિવિધ શ્રેણીના અધિકારીઓ  અને કર્મચારીઓ માટે વિવિધ પ્રકારના તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં ૧. પૂર્વ સેવા તાલીમ, ૨ ઈ.ડી.પીની તાલીમ, ૩. કસ્‍ટમાઈઝડ તાલીમ(વિવિધ વિભાગો ના જરૂરિયાત અનુસાર ચોક્કસ વિષયો પરના તાલીમ કાર્યક્રમો), ૪. સી.સી.સી. પ્‍લસની તાલીમ ૫. ઈન સર્વિસ તાલીમ. ૬. વિવિધ વિષયો પરના તાલીમ કાર્યક્રમો તથા વર્તણૂકલક્ષી તાલીમ કાર્યક્રમો, ૭. આર.ટી.આઈ. અને આર.સી.પી.એસ વિષયો પરના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશના વિવિધ રાજયોના અધિકારીઓ પણ સ્‍પીપામાં તાલીમ અર્થે આવે છે.

 સંસ્‍થાનો ઉદ્દેશ્‍ય મૂળભૂત રીતે સરકારી અધિકારીઓ/કર્મચારીઓને જાહેર વહીવટ અને શાસન સંબંધિત ક્ષેત્રોમાં ઉત્તમ તાલીમ આપવાનો છે જેથી સરકારી અધિકારીઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડવામાં સક્ષમતા વધે. સ્‍પીપા સરકાર માટે એક થિંક ટેન્‍ક અને માહિતી સંસાધન કેન્‍દ્ર તરીકે પણ કાર્ય કરે છે,

સરદાર પટેલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ પબ્‍લીક એડમિનિસ્‍ટ્રેશન (સ્‍પીપા)ના મહાનિદેશક શ્રી હારિત શુક્‍લના માર્ગદર્શન હેઠળ UPSC તાલીમ વર્ગોમાં પ્રવેશ માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે તા.૨૦/૦૭/૨૦૨૫ ના રોજ એન્‍ટ્રન્‍સ એક્‍ઝામ પ્રવેશ પરીક્ષા લેવામાં આવેલ, જેમાં કુલ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારો એ પરીક્ષા આપેલ. UPSC ના પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-ર એ બે પેપરની પ્રાથમિક કસોટી લેવામાં આવેલ છે.

અગાઉના વર્ષમાં સ્‍પીપા ખાતેથી આ તાલીમ લીધેલ ઉમેદવારોએ શ્‍ભ્‍લ્‍ઘ્‍ નાં ખૂબ જ સારા પ્રમાણમાં સફળતા મેળવેલ છે. જેમાં અગાઉના વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૬, ૨૦૨૨-૨૩ માં ૨૬ અને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ૨૬ ઉમેદવારો UPSC માં ઉતિર્ણ થયેલ છે.યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૪ની પ્રિલિમ પરીક્ષામાં સ્‍પીપાના ચાલુ બેચના અને જૂની બેચના થઈને કુલ ૨૫૯ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરેલ. જેમાંથી કુલ ૭૦ ઉમેદવારો ઇન્‍ટરવ્‍યુ માટે ક્‍વોલિફાય થયેલ અને તે પૈકી યુ.પી.એસ.સી. સિવિલ સર્વીસીઝ પરીક્ષા ૨૦૨૪ના જાહેર થયેલ અંતિમ પરિણામમાં સ્‍પીપાના કુલ ૨૬ ઉમેદવારો આખરી પસંદગી પામેલછે. સ્‍પીપાના હાલ પર્યન્‍ત અખિલ ભારતીય સેવાઓ તથા અન્‍ય કેન્‍દ્રીય સેવાઓમાં કુલ ૩૧૧ ઉમેદવારો સફળ થયેલ છે. છેલ્લા વર્ષમાં ઓલ ઇન્‍ડિયા રેન્‍ક બીજો, ચોથો અને ત્રીસમા રેન્‍ક પર ગુજરાતના ઉમેદવારો ઉતિર્ણ થયેલ છે. જે સ્‍પીપાના ઉમેદવારો છે. આમ અગાઉના વર્ષોની સફળતા જોતા ચાલુ વર્ષે સ્‍પીપાની શ્‍ભ્‍લ્‍ઘ્‍ પ્રશિક્ષણ વર્ગો માટેની પ્રારંભિક પરીક્ષામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધેલ છે. સ્‍પીપાના UPSC તાલીમ વર્ગોમાં પ્રવેશ માટે ઉમેદવારોની એષણા એ વાતથી પ્રતિપાદિત થાય છે કે સ્‍પીપાની પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે પણ ઉમેદવારો મોટી ફી આપી ખાનગી કોચિંગ લે છે.

UPSC સિવાયની કેન્‍દ્ર સરકારની વિવિધ ભરતી માટે રાજયનાં યુવાધનને તૈયાર કરવા માટે સ્‍પીપામાં CGRS સેન્‍ટર ખાતે તાલીમ આપવામા આવે છે. 

(2:55 PM IST)