"SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા છે અને ફોર્મ-૬માં કોઈ ફેરફાર કરાયો નથી" - વિપક્ષી પક્ષોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંધનામું : મુખ્ય ચૂંટણી કમિશનર અને પંચના કામકાજ સામેની અરજીને ફગાવવાની માંગ : ફાઈલો પરની ટિપ્પણીઓને અંતિમ નિર્ણય ન ગણવા અને ફોર્મ-૬ યથાવત હોવાનું જણાવી ઓનલાઈન અરજીઓની પ્રક્રિયા સ્પષ્ટ કરાઈ : ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનરના કામકાજ સામે કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે એક અખબારી અહેવાલ પર આધારિત છે8:47 PM IST
સર્વોચ્ચ અદાલતના કોલેજિયમ દ્વારા દેશની વિવિધ વડી અદાલતો માટે ચાર ન્યાયાધીશોને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ : ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી માનશ રંજન પાઠક ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનશે : સોમવારે જારી કરાયેલા પ્રસ્તાવ અનુસાર શ્રી માનશ રંજન પાઠક ઉપરાંત શ્રી પી સમ કોશી દિલ્હી હાઈકોર્ટ, શ્રી તપબ્રત ચક્રવર્તી તેલંગાણા હાઈકોર્ટ અને શ્રી સુધીર સિંહ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભાળશે કમાન12:05 AM IST
અમદાવાદમાં બનેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના મામલે નોંધાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે : સર્વોચ્ચ અદાલતે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સ્વતંત્ર તપાસ સમિતિ કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અંગે નિર્ણય લેતા પહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના અંતિમ રિપોર્ટની રાહ જોશે.12:40 AM IST
મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોવાનો દાવો સહન નહીં થાય : કેસી વેણુગોપાલનો પંજાબ કોંગ્રેસ નેતૃત્વને કડક સંદેશ : કેસી વેણુગોપાલે કહ્યું કે સમગ્ર પ્રચાર ફક્ત કોંગ્રેસ પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હોવો જોઈએ. જે કોઈ પણ પોતાની જવાબદારીઓથી આગળ વધીને ભૂમિકા ભજવશે તેને સહન કરવામાં આવશે નહીં12:19 AM IST
માર્ગ અકસ્માતો અટકાવવા મોટો નિર્ણય: રાષ્ટ્રીય માર્ગ સલામતી પરિષદનું પુનર્ગઠન: કેન્દ્રીય મંત્રીના નેતૃત્વમાં 69 સભ્યોની ટીમ રચાઈ : સુપ્રીમ કોર્ટની ટકોર બાદ જાગેલું પરિવહન મંત્રાલય: દર વર્ષે 1.75 લાખ લોકોના થતા મોત વચ્ચે 7 વર્ષની લાંબી રાહ પછી રસ્તાની સુધારણા અને નીતિ ઘડતર માટે તમામ રાજ્યો એક મંચ પર આવશે10:35 PM IST
UP MLC ચૂંટણીમાં મોટો ધડાકો: ગેરરીતિ બદલ ચૂંટણી પંચ આક્રમક : આગ્રામાં 6 અધિકારીઓ સસ્પેન્ડ અને ગોરખપુરમાં IAS અભય સિંહની હાકલપટ્ટી : મતદાનમાં ગંભીર બેદરકારી સામે આવતા ચૂંટણી પંચની આકરી શિસ્તબદ્ધ કાર્યવાહી: 27 ઓક્ટોબરે થનારી મતગણતરી પહેલા ગોરખપુર-ફૈઝાબાદ ક્ષેત્રમાં નવા નિરીક્ષક તરીકે IAS પ્રકાશ બિંદુની તાત્કાલિક નિમણૂક10:17 PM IST
ઇમરાન ખાન પર દેશનિકાલનું તોળાઈ રહ્યું છે જોખમ: મુંબઈ પોલીસની નોટિસ સામે બોમ્બે હાઇકોર્ટમાં આવતીકાલની સુનાવણી પર દેશભરની નજર : વિરોધ પ્રદર્શનમાં હાજરી આપ્યા બાદ FRRO દ્વારા 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ: અમેરિકન નાગરિક અને OCI કાર્ડધારક ઇમરાને વિરોધ સાથે સંબંધ ન હોવાની કરી સ્પષ્ટતા10:17 PM IST
AI ક્ષેત્રની દિગ્ગજ કંપની એન્થ્રોપિક આગામી મહિને વોલ સ્ટ્રીટ પર કરશે પદાર્પણ : ઇતિહાસના સૌથી મોટા IPO માંથી એક બનવાની સંભાવના : નાસ્ડેક પર 'ANT' ટિકર હેઠળ લિસ્ટિંગ માટે એસઈસીમાં રજિસ્ટ્રેશન : ૯૬૫ અબજ ડોલરની વેલ્યુએશન ધરાવતી કંપની ડ્યુઅલ-ક્લાસ શેર માળખા અને પબ્લિક બેનિફિટ મિશન સાથે બજારમાં ઉતરશે7:42 PM IST
બ્રહ્મપુત્રા નદી પર વિનાશક પૂરનું તોળાઈ રહ્યું છે જોખમ: ચીનના $168 અબજના મેગા ડેમ પ્રોજેક્ટે વધારી ભારત-બાંગ્લાદેશની ચિંતા : તિબેટમાં બની રહેલા વિશાળ બંધ અને સક્રિય ફોલ્ટ લાઇનને લઈને વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી: નદીના પ્રવાહમાં વધારો થતા લાખો લોકોની જીવાદોરી સમાન બ્રહ્મપુત્રા પર સંકટના વાદળ7:36 PM IST
પોલીસ સાદી તપાસ પણ કરી શકતી નથી : સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઝાટકી: પીડિત યુવકને ₹6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો : કોઈપણ પુરાવા વિના યુવકને 6 વર્ષ સુધી જેલમાં રાખવા બદલ કોર્ટની આકરી ટિપ્પણી: ન્યાયમૂર્તિઓની બેન્ચે કહ્યું, "બનાવટી વાર્તાના આધારે જુવાનીના વર્ષો વેડફાયા, યુપી પોલીસે તપાસની તાલીમ લેવાની જરૂર છે7:37 PM IST
આનંદ મોહન, પ્રહલાદ અને અનંત સિંહે પાર્ટી સાથે દગો કર્યો: તેજસ્વી યાદવના પ્રહાર : તેજસ્વી યાદવે કહ્યું - અમે ત્યારે પણ આગાહી કરી હતી કે તમે જ્યાં પણ સમર્થન આપી રહ્યા છો, ત્યાં સમય કહેશે કે તમારું શું થશે:અમે કહ્યું હતું કે ચૂંટણી પછી, આ લોકો નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે. તેમણે ચૂંટણીના 100 દિવસમાં નીતિશ કુમારને હટાવ્યા.7:05 PM IST
મરાઠા અનામત વિવાદમાં રૂ. 500 કરોડનો મહાધડાકો: મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા SIT તપાસના આદેશ : ED તપાસની પણ જોરદાર માંગ : મનોજ જરંગે, શ્રીકાંત શિંદે અને વાયરલ ઓડિયો ક્લિપને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચકચાર: સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવા કરી વિનંતી6:49 PM IST
ભારતમાં એન્ટ્રી પહેલા જ ચીની કાર કંપનીની ફજેતી : ચાલુ રસ્તે બે ભાગ થઈ ગઈ કાર : ચેરમેનને માંગવી પડી જાહેરમાં માફી! : ભારતીય માર્કેટમાં દસ્તક આપવાની તૈયારી કરી રહેલી ચીનની દિગ્ગજ ઓટોમેકર કંપની 'ચેરી' માટે મલેશિયાથી આવેલા અકસ્માતના અહેવાલો એ એક મોટી ચેતવણી સમાન : જ્યાં ચાલુ રસ્તે કારનું એક્સલ છૂટું પડી જવાને કારણે હજારો વાહનો પાછા ખેંચવા પડ્યા6:47 PM IST
AI યુગમાં નવો વળાંક: AI જ્યારે સેકન્ડોમાં લેખ લખી શકે છે: ત્યારે આ કંપની કેમ એક લેખકને આપી રહી છે ₹3.25 કરોડનો પગાર? : એકતરફ સામાન્ય લેખકોની નોકરીઓ પર એઆઈ જોખમ મંડરાઈ રહ્યું છે, ત્યારે બીજીતરફ એન્થ્રોપિક અને ઓપનએઆઈ જેવી અગ્રણી AI કંપનીઓ અનુભવી કોમ્યુનિકેશન એક્સપર્ટ્સ અને કન્ટેન્ટ સ્ટ્રેટેજિસ્ટ્સ પર કરોડો રૂપિયાનો વરસાદ કરી રહી છે6:46 PM IST
ઓસ્ટ્રેલિયાના ઇ-વિઝા માટે ભારતીય અરજદારો માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત બનાવતો નવો નિયમ લાગુ : ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સબમિટ કરવો પડશે : ઓસ્ટ્રેલિયાના માઇગ્રેશન એક્ટ ૧૯૫૮ની કલમ ૨૫૭એ અંતર્ગત બાયોમેટ્રિક રિક્વેસ્ટ ઇમેઇલ મળ્યાના ૧૪ કેલેન્ડર દિવસમાં અધિકૃત VFS ગ્લોબલ સેન્ટરની મુલાકાત લેવાની રહેશે (ન્યૂઝફર્સ્ટ)11:39 AM IST
$100,000ની ભારેભરખમ ફી વિના H-1B વિઝા અરજીઓને મંજૂરી આપવાનું યુએસ દ્વારા શરૂ કરાયું: ભારતીય આઇટી પ્રોફેસનલ્સ અને નોકરીદાતાઓમાં ખુશીનો માહોલ : અદાલતી આદેશો બાદ અમેરિકી ઇમિગ્રેશન વિભાગે પ્રીમિયમ પ્રોસેસિંગ હેઠળ અટકેલી અરજીઓનો નિકાલ ઝડપી બનાવ્યો; વિદેશી ઉમેદવારો માટે યુએસમાં નોકરીના દ્વાર ફરી ખુલ્યા4:27 PM IST
સલમાન ખાનના નામે મોહાલીમાં લક્ઝરી ઘરો બનશેઃ રૂા.૨,૫૦૦ કરોડનો પ્રોજેક્ટ : એક આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રાન્ડ હવે પંજાબના રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશીઃ સલમાન ખાનના નામે મોહાલીમાં લક્ઝરી ટાવર બનાવવામાં આવશેઃ જેકબ એન્ડ કંપનીનો રૂા.૨,૫૦૦ કરોડનો પ્રોજેક્ટ : પ્રોજેક્ટના પાંચ ટાવરમાંથી બેનું નામ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના નામ પર રાખવામાં આવશે, જ્યારે બાકીના ત્રણ ટાવર જેકબ એન્ડ કંપની બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવશેઃ જીબી રિયલ્ટી આગામી ત્રણ વર્ષમાં રૂા.૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે3:22 PM IST
ચાંદીના ભાવ રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે રૂા. ૪,૨૦,૦૪૮ પ્રતિ કિલોથી લગભગ રૂા. ૨,૨૩,૫૦૦ ઘટયા : ચાંદી હાલમાં પ્રતિ કિલો રૂા. ૧૯૫,૦૫૦ માં વેચાઈ રહી છેઃ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી ૫૩% થી વધુ ઘટી ગઈ : શું તમારે ધનતેરસ પર ચાંદી ખરીદવી જોઈએ કે રોકાણ કરવા માટે રાહ જોવી જોઈએ?રોકાણકારોએ કઈ ચાર બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?3:22 PM IST
ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાના વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત : રાહુલ ગાંધી સુરક્ષિત : અનેક કોંગ્રેસી કાર્યકરો અને સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત : સુલતાનપુર કોર્ટમાં માનહાનિ કેસના ચુકાદા માટે જતી વેળાએ ૯૧ કિલોમીટર માઈલસ્ટોન પાસે પાંચ વાહનો અને એમ્બ્યુલન્સ અથડાઈ : સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ11:24 AM IST
મેજિસ્ટ્રેટ પોલીસ ક્લોઝર રિપોર્ટથી બંધાયેલા નથી; તેઓ નોટિસ આપવા, સંજ્ઞાન લેવા કે વધુ તપાસનો આદેશ આપવા માટે સ્વતંત્ર: સુપ્રીમ કોર્ટ : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફોજદારી કેસમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલા ક્લોઝર રિપોર્ટ (અંતિમ અહેવાલ) પર મેજિસ્ટ્રેટ આંધળુક અનુસરવા માટે બંધાયેલા નથી, પરંતુ ન્યાયિક મન લગાવીને યોગ્ય નિર્ણય લઈ શકે છે.1:00 PM IST
‘અર્નબ' આવતીકાલે અતિ ભીષણ વાવાઝોડુ બની જશે : આજે વહેલી સવારે ડીપ ડીપ્રેશનમાંથી વાવાઝોડામાં તબદીલ થયેલ : આંધ્રના સમુદ્ર કિનારે બુધવારે લેન્ડ ફોલ થશેઃ ર૭ થી ર૯ તારીખ સુધી આંધ્ર, ઓડીસા, તેલંગાણા અને છતીસગઢ સુધી અતિ ભારે વરસાદની ચેતવણી : મધ્યપ્રદેશ સુધી પ્રભાવ પાડનારા આ ‘અર્નબ' ની અસર ગુજરાતમાં નહિવત પણ ઉતરના પવનો ગુજરાત તરફ વહેશે એટલે અહીં શિયાળો અચાનક આવી ગયેલો હોવાની અનુભુતી થશે11:32 AM IST
ફ્રાન્સના રસ્તાઓ પર ગુસ્સોઃ શહેરોમાં વિરોધ પ્રદર્શનઃ આગચંપી અને હિંસા : રાષ્ટ્રપતિ મેક્રોનની અપીલો હજુ પણ બિનઅસરકારક : હિંસક વિરોધ પ્રદર્શનો જોતા સરકારે દેશભરમાં ૭૦,૦૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યાઃ હેલિકોપ્ટર અને સશષા વાહનો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વિરોધીઓને કાબુમાં લેવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ 10:41 AM IST
૧૬ કિલોની સોનાની બુટ્ટી ! ૨ વર્લ્ડ રેકોર્ડઃ દુબઈમાં પ્રદર્શન : ૫૫ કુશળ કારીગરોની ટીમે આ બુટ્ટીઓ તૈયાર કરવા માટે કુલ ૫,૮૪૦ કલાકનો સમય લીધો : ડિઝાઈન મોર પરથી પ્રેરિત છે જે ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે મયૂર સહષા નામ પણ મોરથી પ્રેરિત આ ડિઝાઈનને જ દર્શાવે છે10:06 AM IST
આખી દુનિયામાં જનાક્રોશનું કારણ શું? દુનિયાભરના દેશો અજંપાની આગમાં સળગે છે : ફ્રાન્સ અને ઇટલીથી લઈને લેટિન અમેરિકા સુધીના દેશોમાં ભારે રોષ એ હદે પ્રસરી ગયો છે કે લોકો શેહશરમ છોડીને, તોડફોડ અને લૂંટફાટ કરીને, ઠેર-ઠેર આગ ચાંપીને ધરોહર સમાન સ્થળોને જાતે જ નષ્ટ કરી રહ્યા છે : દુનિયાભરમાં ચાલતા આ પ્રોટેસ્ટ ક્લિયર કરે છે કે ગવર્નમેન્ટ જો સંરક્ષણખર્ચ અને કોર્પોરેટ હિતો સામે એજ્યુકેશન, હેલ્થ અને સામાન્ય લોકોની સુખાકારીને પ્રાધાન્ય નહીં આપે તો અસંતોષની આ આગ શાંત થવી મુશ્કેલ છે10:04 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....4:51 PM IST
પટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનું વિવાદિત નિવેદન - "મોદીનો બાપ પણ જશે" તેવી ટિપ્પણી બાદ રાજકીય ગરમાંગરમી : ખરગેની સભામાં હોબાળો અને મારપીટ : જુઓ વિડીયો : ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહારો દરમિયાન ટોકા-ટોકી કરનાર શખ્સ પર ભડક્યા ખરગે : અમિત શાહ, નિતિન નવીન અને જદયુ દ્વારા ભાષા સામે સખત વાંધો ઉઠાવી આકરા પ્રહારો9:00 PM IST
ખડગેના ‘મોદી કા બાપ ભી જાયેગા’ નિવેદનથી દેશભરમાં રાજકીય ભૂકંપ : કોંગ્રેસ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ, આજે તમામ રાજ્યોના મુખ્ય મથકો ઉપર ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન : પટણાની સભામાં થયેલી ટિપ્પણી સામે અમિતભાઈ અને નીતિન નવીનનો આકરો પ્રહાર : ભાજપે માફીની માગ કરી : કોંગ્રેસનો ખુલાસો, મોદીના ‘વૈચારિક પિતા’ સંઘનો ઉલ્લેખ હતો : સભામાં બૂમ પાડનાર યુવકે પોતાને કોંગ્રેસી ગણાવ્યો : કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ખુલાસો કર્યો કે સભામાં એક વ્યક્તિએ પહેલાં ખડગેના પિતા વિશે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા: ખેરાના જણાવ્યા પ્રમાણે ખડગેનો ઇશારો વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા તરફ નહીં, પરંતુ તેમના ‘વૈચારિક પિતા’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ હતો: જોકે ભાજપે આ ખુલાસાને સ્વીકાર્યો નથી1:36 PM IST
ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણ મુદ્દે વિશાળ દેખાવો: ધરપકડનો આંકડો ૧,૩૧૪ થયો: મોટાભાગનાં પ્રદર્શન શાંતિપૂર્ણ; પેરિસ સહિતનાં શહેરોમાં અથડામણો અને પોલીસ કાર્યવાહી : પેરિસ ઉપરાંત માર્સેઇ, લિયોન, બોર્ડો, તુલૂઝ અને રેનમાં પણ અથડામણના અહેવાલ :પેરિસમાં કેટલાક નકાબપોશ લોકોએ પોલીસ તરફ વસ્તુઓ અને ફટાકડા ફેંક્યા: પોલીસે અશ્રુવાયુ અને પાણીના મારોનો ઉપયોગ કર્યો9:34 PM IST
૩ મહિનામાં ૫૩૧ નિરીક્ષણો, હવે તુકારામ મુંધેનો બેચમેટ બિહારમાં ખાદ્ય સુરક્ષા માટેની લડાઈમાં જોડાયા : બિહારના 38 જિલ્લાઓમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, 15 મથકો સામે કાર્યવાહી અને બે લાઇસન્સ સસ્પેન્ડ:આઈએએસ કુમાર રવિ અને તેમના 2005 બેચના ભાગીદાર તુકારમ મુંધે ખાદ્ય સુરક્ષા પર કડક વલણ અપનાવ્યું 10:09 PM IST
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ માફી માંગવા માંગ કરી : ભાજપના નેતા કૃષ્ણ કુમાર સિંહે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી: મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ વડા પ્રધાન મોદીના પિતા વિશે કરેલી કથિત ટિપ્પણી બદલ માફી માંગવાની માંગ કરી 10:36 PM IST
કોંગ્રેસના સાંસદો ઇમરાન મસૂદ અને પ્રતાપગઢી સામે FIR : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની ફરિયાદ પર દિલ્હી પોલીસની કાર્યવાહી : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની ફરિયાદ પર, દિલ્હી પોલીસે સાંસદો ઇમરાન મસૂદ અને ઇમરાન પ્રતાપગઢી સામે FIR દાખલ કરી: પરવાનગી વિના કેમ્પસમાં પ્રવેશવાનો આરોપ 11:30 PM IST

વાલ્મીકિ જયંતિ

મેરેથોન દોડ

પ્રવાસી ઉપેક્ષા

ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ

હમારા બજાજ......
અકિલા સોશ્યિલ મીડિયારાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં એકતાનગરમાં ડેન્ગ્યુનો કહેર : BSFના 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ: આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ : રાષ્ટ્રીય એકતા પરેડની તૈયારીઓ અને પરેડમાં ભાગ લેવા માટે દેશના વિવિધ ભાગોમાંથી સુરક્ષાદળોની ટુકડીઓ એકતાનગર આવી: આસામથી એકતાનગર પહોંચેલી BSFની ટુકડીમાં ડેન્ગ્યુનો મોટો વિસ્ફોટ થતાં તંત્ર હરકતમાં આવ્યું 11:38 PM IST
ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાજપાની વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજાઈ : લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાનની પ્રદેશ ટીમ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપતા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા: ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતિ ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી સંદર્ભે માટે પ્રદેશ આદિજાતિ મોરચાની બેઠક યોજાઈ :ગાંધીનગરના કોટેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરતા ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી7:41 PM IST
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ અમર્યાદિત ભાષાના ઉપયોગ સામે ગુજરાત ભાજપ આક્રમક : કોંગ્રેસ પર 'સડકછાપ' માનસિકતા અને અરાજકતાનો ગંભીર આક્ષેપ : ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનની આકરી ટીકા કરી : વડાપ્રધાન તથા તેમના સ્વર્ગસ્થ માતા-પિતા સામે અસંસદીય શબ્દો પ્રયોજવા બદલ કોંગ્રેસ નેતૃત્વને આડેહાથ લીધું6:14 PM IST
સોમનાથ મંદિર બાદ હવે અંબાજી મંદિરમાં પણ લાગુ થશે ઇકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગ મોડેલ : વાર્ષિક ૧૩૫.૬ ટન પ્લાસ્ટિક કચરો અટકશે : એનઆઈડીના સહયોગથી શેરડીના બગાસ, કાગળના બોક્સ અને રિમાઉન્ટેબલ ટીન કન્ટેનરના વિકલ્પો અપનાવાશે : સોમનાથમાં મળેલી સફળતા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરાઈ તૈયારી11:45 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા પરેડમાં અંબાજીના બાળકોની ‘હેટ્રિક’: નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સતત ત્રીજી વાર ગુંજશે ‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’નું બેગપાઇપર બેન્ડ : ક્યારેક ભીખ કે બાલમજૂરી કરવા મજબૂર બાળકોએ ૬ વર્ષની કઠોર તાલીમ અને શિસ્તથી દેશભરમાં ડંકો વગાડ્યો*: બેન્ડના ૨૫ બાળકોનું અંતિમ રિહર્સલ પૂર્ણ : સરદાર સાહેબની જન્મજયંતીએ દેશભક્તિના સુમધુર સૂર રેલાવશે2:58 PM IST
હેક્ટરદીઠ રૂ. 8,500ની સહાય ખેડૂતો સાથેની ક્રૂર મજાક: જો સરકાર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો 12 નવેમ્બરે ખેડૂતોના હિતમાં લડત કરશું :પાલભાઈ આંબલીયા : અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન દુષ્કાળના વર્ષોમાં ખેડૂતોને 150 ટકા સુધીનું પાક વીમા વળતર મળતું હતું. તેમણે આક્ષેપ કર્યો કે વર્તમાન સરકારે પાક વીમા યોજના બંધ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું 7:58 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અસભ્ય ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું : ગાંધીનગરના ઘ-૫ સર્કલથી શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી યોજાયું વિરોધ પ્રદર્શન, ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના કૃત્યને વખોડાયુ :પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા7:33 PM IST
માતાઓને ‘ઝંઝટ'માંથી મુક્તિઃ હવે ઘરે પહોંચશે ટેસ્ટી ‘સ્કૂલ લંચ બોક્સ'! : અમદાવાદમાં નવો ટ્રેન્ડઃ સ્કૂલ લંચ બોક્સ સર્વિસ બાળકોનો નાસ્તો ઘરે પહોંચાડશે : સોમવારથી શનિવારનું ખાસ મેનુઃ બાળકની પસંદગી મુજબ અગાઉથી ઓર્ડર નોંધાવવાની સુવિધા - નવી વ્યવસ્થા ગૃહિણીઓ અને સ્વરોજગાર ઇચ્છુક મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનું ઉત્તમ સાધન3:39 PM IST
વન થકી વિકાસ: વ્યારા વન વિભાગના ‘વનશ્રી મોડેલ’થી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર; વાર્ષિક રૂ.૧ કરોડથી વધુનું ટર્નઓવર : આદિવાસી નારી શક્તિનો અનોખો ઉદય: વ્યારાના જંગલોમાં ‘વનશ્રી રેસ્ટોરન્ટો’ ૫૦થી વધુ મહિલાઓના જીવનમાં આવ્યું આર્થિક-સામાજિક પરિવર્તન: સ્વાદ, સંસ્કૃતિ અને સંસ્કૃતિ અને આજીવિકાનો સંગમ: ‘વનશ્રી મોડેલ’ થકી વાર્ષિક રૂ. ૧ કરોડથી વધુનો કારોબાર, ૧૦૦ જેટલા પરિવારના જીવનમાં ઉજાસ ફેલાવતી વ્યારા વન વિભાગની વિશિષ્ટ પહેલ1:28 PM IST
૧૨ કરોડથી વધુના ગાંજાના પગલે પગલે ૧ કરોડ, ૨૮ લાખથી વધુનો નશાકારક પદાર્થ ઝડપાયો... : સાઉથ ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે રેન્જ વડા પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાનો જંગ પરાકાસ્ટાએ પહોચ્યો... : ડ્રગ્સને દેશવટો આપવા વલસાડ પોલિસનો સપાટોઃ મૂળ સુધી પહોંચવા આરોપીની સઘન પૂછપરછ... 2:36 PM IST
ગુરૂવારે કરવા ચોથઃ પ્રેમ, શ્રદ્ધા અને અખંડ સૌભાગ્યનું પર્વ : કરવા ચોથ વિશે પૌરાણિક માન્યતાઓ, પૂજાવિધિ કરવા ચોથનો અર્થ શું થાય છે....? કરવા ચોથની શરૂઆત અને ઐતિહાસિક-ધાર્મિક પરંપરા કરવા ચોથ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને કથાઓ સાવિત્રી અને સત્યવાનની કથા સાથેનો સંબંધ કરવા ચોથની પૂજાવિધિ સવારથી ચંદ્રદર્શન સુધી કરવા ચોથના વ્રતમાં કયા નિયમોનું પાલન થાય છે...? કરવા ચોથનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ કરવા ચોથ અને ચંદ્રદર્શનનું વિશેષ મહત્ત્વ2:17 PM IST
વ્યાજખોરીમાં ફસાતાં દંપતિનો કારખાનામાં આપઘાત : સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગરમાં રહેતાં કોળી રમેશભાઇ ચાવડા અને ભારતીબેન ચાવડા અટીકાના પોતાના લસણના કારખાનામાં લટકી ગયા : મોરબી તરફના શખ્સ પાસેથી ૪ લાખ વ્યાજે લીધા હતાઃ ૪ લાખનું રોજનું ૪૨ હજાર વ્યાજ ચુકવવાનું હતું: રકમ ચડીને ૮ લાખ થઇ હતી, આજે ૨૬મીએ ૮ લાખ ન ચુકવે તો રોજના ૭૦ હજાર ચુકવવાના હતાં: રમેશભાઇ બે બહેનના એક જ ભાઇ, વૃધ્ધ માતા-પિતાનો આધારસ્તંભ હતાં2:58 PM IST
કુટુંબીજનો-સ્વજનોમાં કાળો કલ્પાંત3:35 PM IST
ઉત્તરપ્રદેશથી ‘લીલો પ્રસાદ' દેવા આવ્યો પરંતુ પોલીસે ‘આરતી' ઉતારી નાંખી : ૧ કિલો ગાંજો કબ્જે : ‘સે નો ટુ ડ્રગ્સ' ની ડ્રાઇવમાં ભકિતનગર પોલીસનો સપાટો : ૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે ગાંજો મંગાવ્યો સંતોષ ઉર્ફે ગોપાલે, લાવ્યો હરીઓમસિંહ ઉર્ફે મોનુ અને કોઠારીયા રોડ પરથી ઉપાડી ગઇ ભકિતનગર પોલીસ : ફરાર સંતોષ ઉર્ફે ગોપાલની શોધખોળ પીઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતની ટીમની કામગીરી રૂા. ૧૦ હજાર લઇ હરીઓમસિંહ ઉર્ફે મોનુ યુપીથી રાજકોટ ખેંપ મારી પણ દબોચી લેવાયો : સપ્લાયર અંગે તપાસ 3:19 PM IST
રેલ્વે કર્મચારીઓના પગાર રૂા. ૬૯ હજાર કરો, ઇન્ક્રીમેન્ટ બમણું આપો : એચઆરએમાં ૪૦ ટકા સુધી વધારો કરો, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ૬ ટકા કરો, પ્રમોશન અને વિવિધ ભથ્થાના પ્રશ્નો ઉકેલવા માંગ : વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી આર.જી. કાબરના નેતૃત્વમાં આઠમાં પગાર પંચ સમક્ષ ધારદાર રજૂઆત : અધ્યક્ષ હિરેન મહેતા સહિતના આગેવાનોએ કર્મચારીઓના હિતમાં વિવિધ માંગણીઓ રજૂ3:25 PM IST
રાજકોટ રેલવે સ્ટેશન પરથી રૂ. ૪,૮૭,૦૫૦ના ગાંજા સાથે બિહારનો શૈલેન્દ્રસિંહ અને મોરબીનો આરીફ પકડાયા : જુઓ વિડીયો : દિવાળી તહેવાર ટાણે 'SAY NO TO DRUGS' અભિયાન અંતર્ગત રેલવેના ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી એચ.એમ. રાણાની રાહબરીમાં પીએસઆઈ બી.જે. જાડેજા અને ટીમની કામગીરી મોરબી રહેતા આરીફની અનેક ગુનાઓમાં સંડોવણી9:41 PM IST
રમકડાંની નાની બેટરી જીવલેણ બને એ પહેલા ડૉ. જયદીપ ગણાત્રા અને ટીમે અઢી વર્ષના બાળકનું સફળ ઓપરેશન કરી જીવ : રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના તબીબોની સરાહનીય કામગીરી: બે અલગ-અલગ કિસ્સાઓમાં બાળકોને મળી નવી જિંદગી રમકડાં અને રિમોટમાં વપરાતા 'બટન સેલ' બાળકો માટે અત્યંત જોખમી, વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા5:27 PM IST
પોપટપરામાં સેટીંગથી ક્વાર્ટર અપાવવાના નામે દિલીપે વધુ રૂા. ૩ાા લાખ ખાઇ ગયોઃ ત્રીજો ગુનો : પોપટપરાના સેન્ટીંગ કામના કારીગર ઉમરભાઇ સધવાણીએ મામી મારફત જાણ થતાં રકમ ચુકવીઃ બાદમાં ઠગાઇ થયાની ખબર પડીઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી : ફર્નિચરનું કામ કરતાં દિલીપ વડગામાએ મહાપાલિકામાં મોટા અધિકારીઓ સાથે સેટીગ હોવાનું કહી એક ખાલી ક્વાર્ટર પણ ઉમરભાઇને બતાવી દીધુ હતું!2:37 PM IST
‘શ્રીમાળી બ્રાહ્મણ’ જ્ઞાતિ ક્ષેત્ર વૈભવી ઇતિહાસઃ શ્રીમાળી બ્રાહ્મણો ૧૪ ગોત્રો અને ૮૪ અવટંકો છે : ‘‘મુખ જોવા અરીસા ની જરૂર હોય તેમ ઇતિહાસ જાણવા થી અજ્ઞાનતા મમત્વ દૂર થાય'': શ્રીમાળી બ્રાહમણોની સૌથી વધુ વસ્તી શ્રીમાળ નગરની આજુબાજુ વિસ્તરેલી છે આશરે ૪૫૦૦૦ પરીવારનો વસવાટ છેઃ આ શહેર જે તે સમયે આશરે ૧૬૫ વર્ષ ઊજ્જડ રહેલું હતું : ‘‘શ્રીમાળ નગરમાં વસ્યા એટલે શ્રીમાળી બ્રાહ્મણ કહેવાયા'' ‘‘શ્રીમાળ નગરને આજે ભીનમાળ (ભીનમાલ) કહેવાય છે'' રાજસ્થાન માં આવેલું છે ‘‘આજે પણ દૈવી શહેર કહેવાય છે'' ‘‘શ્રીમાળી બ્રાહ્મણમાં લગ્ન વખતે આઠ ફેરા ફરવામાં આવે છે.''3:36 PM IST
વિઝનરી બનો, પરિવર્તન લાવો અને સમર્પિત દાતા બનોઃ ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી : રાજકોટ એડવર્ટાઈઝિંગ સર્કલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીએ આપ્યો બિઝનેસ અને જીવન ઘડતરનો પાઠ : કામ અને જીવનને એવું બનાવો કે એજ તમારી જાહેરાત કરેઃ ડો.જ્ઞાનવત્સલ સ્વામીજી : ઞ્જ કપડાં નહીં, સદગુણોથી બ્રાન્ડેડ બનો, સંતાનોને વારસામાં નાનો ધંધો કરવાની ક્ષમતા આપો, સંઘર્ષ શીખવા દો ઞ્જ સકારાત્મક વિચાર જેમાંથી જનરેટ થાય તેને વિઝનરી એન્ટરપ્રિન્યોરશિપ કહેવાય. ઞ્જ કોકના ચહેરા ઉપર એક સ્માઈલ જોવું અને સ્માઈલનું કારણ તમે હો એ જીવનનો સૌથી મોટો આનંદ છે. ઞ્જ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર બ્રાન્ડ્સના માલિકોનું સ્મૃતિ ચિホ આપી સન્માન કરાયું2:52 PM IST
કેનાલ રોડ પર ઝેરી પ્રદુષણ ફેલાવતા મશીનનો ધમધમાટ : ક્રિષ્ના ચેમ્બર બિલ્ડિંગમાં સીટ કાપવાનું મશીન ગેરકાયદે ચાલે છેઃ ઝેરી હવાથી લોકો ત્રાહીમામ તંત્રને ફરિયાદ કરવામાં આવી તો અધિકારીઓને ‘સમજાવી' લીધા?: ઝેરી મશીન વટથી ચાલે છેઃ અન્ય ગેરકાનુની પ્રવૃતિની પણ આશંકાઃ મહાપાલિકા અને પોલીસ તંત્રને પડકારઃ હિતેશભાઇ રાયચુરાની રજુઆત3:16 PM IST
ધાડ પાડે એ પહેલા ગેંગને શહેર એસઓજીએ દબોચી : યુપી, બિહાર, મુંબઇના પાંચને પિસ્તોલ, ધોકા, છરી, સ્ટીક, ડીસમીસ સાથે પક્ડાયા : જુનાગઢ-જામનગર-મોરબીમાં પણ ધાડ પાડવાની હતી : રેકી કરી આંગડીયા પેઢી લૂંટવાની હતીઃ યુપી પ્રતાપગઢના જાકીરઅલી, બિહાર ચંપારણના રંજનકુમારસિંગ, યુપી મહારાજગંજના સૈયદુદિન, મુંબઇ વડાલાના મહમદ અરબાઝ શેખ, થાણે કોલીવાડાના સંજયસિગને એક્સયુવી કાર સાથે પકડી લેવાયાઃ યુપી પ્રતાપગઢનો મહેબૂબ પ્લાનના ભાગ રૂપે પિસ્તોલ આપી કુવાડવા ચોકડીએ ઉતરી ગયો : સોૈ પહેલા જુનાગઢમાં આંગડીયા પેઢીને લૂંટવાનો પ્લાન ઘડયો હતોઃ બાદમાં બીજા શહેરમાં ત્રાટકવાનું હતું : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, હેડકોન્સ. સ્નેહભાઇ ભાદરકાની બાતમી2:26 PM IST
સ્પીકરમાં ‘સૂર'ના બદલે મદીરાની ‘મોજ' કુવાડવા પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે ૧ ઝબ્બે : પોલીસનાં ‘પંચ'થી તમામ કિમીયા‘પાણીમાં' : મહિલાએ એકટીવાની ડેકીમાં તો યુવાને કપડાની થેલીમાં દારૂ છુપાવ્યોઃ પાંચ સ્થળે દરોડામાં મહિલા સહિત પાંચ પકડાયા : કુવાડવા રોડ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-ર અને બી-ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી 2:35 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના ગુજરાત પ્રવાસને સફળ બનાવવા સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે મળી આયોજન બેઠક : સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને એમડી એચ.આર. જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બનાસકાંઠાના ભીલડી ખાતે રિસર્ચ સેન્ટરના લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ8:13 PM IST
જુનાગઢમાં ધાડ પાડે એ પહેલા ગેંગને એસઓજીએ દબોચી : યુપી, બિહાર, મુંબઇના પાંચને પિસ્તોલ, ધોકા, છરી સહિતના હથીયારો સાથે પક્ડયા : એક કુવાડવા પાસે ઉતરી ગયો : રેકી કરી આંગડીયા પેઢી લૂંટવાની હતીઃ યુપી પ્રતાપગઢના જાકીરઅલી, બિહાર ચંપારણના રંજનકુમારસિંગ, યુપી મહારાજગંજના સૈયદુદિન, મુંબઇ વડાલાના મહમદ અરબાઝ શેખ, થાણે કોલીવાડાના સંજયસિગને એક્સયુવી કાર સાથે પકડી લેવાયાઃ યુપી પ્રતાપગઢનો મહેબૂબ પ્લાનના ભાગ રૂપે પિસ્તોલ આપી કુવાડવા ચોકડીએ ઉતરી ગયો : રંજનસિંગ અગાઉ બિહારમાં આઠથી દસ લૂંટ સહિતના ગુનામાં સામેલઃ જુનાગઢમાં લૂંટ કર્યા પછી બીજા શહેરોમાં ત્રાટકવાનો પુરો પ્લાન હતો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમા તેમજ એએસઆઇ રવિભાઇ વાંક, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, ભરતસિંહ પરમાર સહિતની ટીમની કામગીરી11:09 AM IST
મોરબીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે અજંતા ઓરેવા ગ્રુપના ઉદ્યોગપતિ સ્વ.પ્રવિણભાઈ ભાલોડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા : શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવીઃ મોરબીના ઔદ્યોગિક વિકાસ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાએ આપેલા અમૂલ્ય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આદરપૂર્વક યાદ કર્યું 10:39 AM IST
જામજોધપુરના જામવાડી ગામે કુવામાંથી લાશ મળી1:18 PM IST
સાવરકુંડલામાં બીમાર ગાયોની સારવારના લાભાર્થે નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા ‘પીળા પતંગિયા શરદોત્સવ' : ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના ઉપસ્થિતઃ ભવ્ય સ્ટેજ ૫૦૦ ફૂટની LED સ્ક્રીન અને લાઈવ DJ આધુનિક થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યુ12:53 PM IST
ગિરનારની 35 કિમી લાંબી લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્ર સજ્જ :જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે જંગલ રૂટનું નિરીક્ષણ કર્યું : ઓછા વરસાદને ધ્યાને રાખીને ભાવિકો માટે પીવાના પાણી, સુરક્ષા અને આરોગ્ય સેવાઓની વિશેષ વ્યવસ્થા :લાખો યાત્રાળુઓ કોઈપણ અગવડ વિના આસ્થાની પરિક્રમા પૂર્ણ કરી શકે તે માટે આયોજન 1:17 PM IST
ફ્રાંસમાં ક્રાંતિકારી દાવમાં ભયાનક દાવાનળ: પેરિસ સહિત આખા દેશમાં વ્યાપક તોફાનો અને લોહિયાળ હિંસાનો વિસ્ફોટ: પોલીસનો સપાટો: ૧૦૦૦થી વધુ ઉપદ્રવીઓની ધડાધડ ધરપકડ : વિરોધ પ્રદર્શનોએ લીધું રૌદ્ર સ્વરૂપ: માર્ગો પર વાહનોને આગ ચાંપી સરેઆમ તોડફોડ અને પથ્થરમારો થતાં રાષ્ટ્રપતિ ભવનથી લઈને પ્રજાના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન સામે પરમાણુહુમલા જેવો પરોક્ષ ધડાકો: "ઈરાન પર આજ-કાલમાં જ ભયાનક હુમલો કરીશું:" કાળમુખી ચેતવણીથી વૈશ્વિક રાજકારણમાં હાહાકાર : મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગતા ત્રીજા વિશ્વયુદ્ધનો ખૌફ છવાયો: અમેરિકી રાષ્ટ્રપતિની અલ્ટીમેટમ ધમકીથી આંતરરાષ્ટ્રીય બજારો અને વિશ્વભરના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:57 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
એલન મસ્કનો યુક્રેન સામે અત્યંત સ્ફોટક અને ખૌફનાક ધડાકો:યુક્રેને નિર્દોષ લોકોને મારવા માટે સ્ટારલિંકના ઇન્ટરનેટ નેટવર્કનો કર્યો ખતરનાક દુરુપયોગ : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સેટેલાઇટ ટેક્નોલોજીના ગેરવાજભી ઉપયોગથી વૈશ્વિક સ્તરે હાહાકાર: ટેક્નોલોજી ટાયકૂનના ગંભીર આક્ષેપથી નાટો દેશો અને યુરોપના છાતીના પાટિયા બેસી ગયા5:58 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ફીફા અંડર-૧૫ ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતની ધમાકેદાર શરૂઆત: લાઓસને ૪-૨થી હરાવીને ટૂર્નામેન્ટમાં મેળવ્યા પ્રથમ ત્રણ પોઈન્ટ : લાઓસ દ્વારા સ્કોર બરાબર કર્યા બાદ ભારતે લાંબા અંતરથી શક્તિશાળી ગોલ કરીને મેચ પર કાબૂ મેળવ્યો : ૧૮૯ રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે : આ મેચ ૮ ખેલાડીઓના ફોર્મેટ અને ૨૦-૨૦ મિનિટના બે હાફમાં રમાઈ5:10 PM IST
સેલવાસના ઉત્તમ સાદરાણીનો જન્મ દિવસ12:54 PM IST































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




























































































































































































































