News of Tuesday, 5th August 2025
રાશન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન વિરમગામ ગ્રામ્ય અને શહેરના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી
પ્રમુખ હીરાભાઈ ભરવાડ, મહામંત્રી રણછોડસિંહ સોલંકી, ખજાનચી રમેશભાઈ વાઘેલા સહિત 5 ઉપપ્રમુખ, 5 મંત્રીઓની વરણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રાશન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન વિરમગામ ગ્રામ્ય અને શહેરની મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે રાશન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન વિરમગામ ગ્રામ્ય અને શહેરના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ તારીકે હીરાભાઈ ભરવાડ, મહામંત્રી રણછોડસિંહ સોલંકી, ખજાનચી રમેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ ચાવડા, પ્રવિણભાઈ ગોહિલ, જીવણજી ઠાકોર, આશિષભાઈ ડી પ્રજાપતિ, અંકિતભાઈ પટેલ અને મંત્રી વિનોદભાઈ ઠાકર, કાનજીભાઈ પી ઠાકોર, હિતેશભાઈ રામાનુજ, વિરેન એસ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત દુકાનદારો દ્વારા રાશન વિક્રેતા વેલ્ફેર એસોસિએશન વિરમગામ ગ્રામ્ય અને શહેરના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
