<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

પાલમાં આરાધના ભવનની લિફ્ટ બંધ થતા ૬ લોકો ફસાયા

ફાયર વિભાગે સલામત રીતે રેસ્ક્યું કર્યું:લિફ્ટમાં ૪ની કેપેસીટી સામે ૬ લોકો જતા લિફ્ટ બંધ પડી ગઈ હતી

સુરત, તા.૫

સુરતમાં ગર્ભવતી મહિલા સહિત ૬ લિફ્ટમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે.

 શહેરના પાલમાં આરાધના ભવનની લિફ્ટ બંધ થતા લોકો ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા અડાજણ ફાયર જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સલામત રીતે ૬ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. લિફ્ટમાં ૪ની કેપેસીટી સામે ૬ લોકો જતા લિફ્ટ બંધ પડી ગઈ હતી.

સુરત શહેરના પાલમાં આરાધના ભવનની લિફ્ટ બંધ થઈ જતા ગર્ભવતી મહિલા સહિત ૬ લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. અડાજણ ફાયરના જવાનોએ લિફ્ટ ટેક્નિશિયનને સાથે રાખી ફસાયેલ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. બિલ્ડીંગના લિફ્ટની કેપીસીટી ૪ વ્યક્તિઓની હતી. પરંતુ ૬ લોકોના ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી.

આ બનાવ અંગે બિલ્ડિંગના મેન્ટનેસ વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ફાયર કન્ટ્રોલને જાણ કરી હતી. લિફ્ટમાં ગર્ભવતી મહિલા હોવાને કારણે ફાયરના જવાનોએ લિફ્ટ ટેક્નિશિયનને બોલાવાની ફરજ પડી હતી.બિલ્ડીંગના લિફ્ટની કેપીસીટી ૪ વ્યક્તિઓની હતી. પરંતુ ૬ લોકોના ઓવરલોડના કારણે લિફ્ટ બંધ પડી ગઈ હતી.

(9:24 PM IST)