<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

અમદાવાદમાં મોડી રાત્રે ફાયરિંગ: એક વ્યક્તિનું મોત: સુસાઇડ નોટ મળી

અમદાવાદ: મંગળવારે રાત્રે બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં કલ્પેશ ટુંડીયા નામના વ્યક્તિનું મોત થયું છે. કબીર એન્ક્લેવ પાસે મોડી રાત્રે કલ્પેશના ઘરે બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. તેમના દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ થયાનું મનાય છે. સુસાઇડ નોટ પણ મળી છે. 

પ્રાથમિક માહિતી મુજબ, કલ્પેશની પત્ની અને દીકરી ઘરમાં નીચે હતા ત્યારે તેમને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. તેઓ ઉપર ગયા ત્યારે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો.

તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(9:28 AM IST)