News of Wednesday, 6th August 2025
ખેડૂતો માટે ખુશખબર, હવે ૧૦ કલાક મળશે વીજળી
રાજય સરકારનો મોટો નિર્ણય

અમદાવાદ, તા.૬: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો નીતિગત મુદ્દાઓ અને ખેડૂતો સંબંધિત મહત્વના પ્રશ્નો પર વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક રાજ્યનાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારએ એક મોટા અને રાહતદાયક નિર્ણયની જાહેરાત કરી છે. જે જીલ્લામાં વરસાદ ખેંચાયો છે એવા જિલ્લામાં ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે.
અગાઉ ખેડૂતોને માત્ર ૮ કલાક વીજળી આપવામાં આવતી હતી.સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી હતી. હવે ૧૦ કલાક વીજળી મળશે તો પાકને પાણી પૂરું પાડવું સરળ બનશે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
