ઈરાન યુદ્ધનો ૧૧૨મો દિવસ : યુએસ સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ યુદ્ધ સત્તા પ્રસ્તાવ પસાર, સૈન્ય પાછું ખેંચવા આદેશ : ઈરાને બેલિસ્ટિક મિસાઈલ અંગે વાટાઘાટોનો સ્પષ્ટ ઈનકાર કર્યો : ઇઝરાયેલે એકલા હાથે સૈન્ય કાર્યવાહી કરવાની આપી ચીમકી : પરમાણુ કરારના લીક થયેલા દસ્તાવેજથી અમેરિકામાં હોબાળો : ફ્રેમવર્ક કરાર સંપૂર્ણપણે ઈરાનની તરફેણમાં 1:22 PM IST
મિડલ ઈસ્ટમાં નવી સુરક્ષા વ્યવસ્થાનો ઉદય : અમેરિકાના પ્રભુત્વને ફટકો આપી ઈરાને અખાતી દેશો સમક્ષ મૂક્યો પરસ્પર સહયોગનો પ્રસ્તાવ : બહારની શક્તિઓના બદલે પ્રાદેશિક દેશો જ રાજકીય અને સુરક્ષા વ્યવસ્થા નક્કી કરે તેવા ઈરાનના મુખ્ય વાર્તાકાર ઘાલીબાફના નિવેદનથી ખળભળાટ : વર્ષ ૧૯૭૯ની ક્રાંતિ પહેલા શાહ શાસન સમયની જૂની નીતિ જ વર્તમાન ઈસ્લામિક સ્ટેટમાં પણ યથાવત રહી11:16 PM IST
ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે બંને દેશો કટિબદ્ધ: વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ યુએસ ડોલરનો મહત્ત્વાકાંક્ષી વેપાર લક્ષ્યાંક નક્કી કરાયો : ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું મોટું નિવેદન; વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્રની અગાધ ક્ષમતાઓને બિરદાવીને બંને દેશો વચ્ચેની મિત્રતાને ‘વિશેષાધિકાર પ્રાપ્ત ભાગીદારી’ ગણાવી10:48 PM IST
ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગમાં ખળભળાટ: સગીરાઓના ગેરકાયદેસર ગર્ભપાતના સ્ટિંગ ઓપરેશન અને નકલી બેંક ગેરંટી રજૂ કરી કરોડો રૂપિયાના દવાના ટેન્ડર મેળવવાના હાઈ-પ્રોફાઈલ કૌભાંડ અંગે યોગી સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો : તબીબી આલમ અને વહીવટી તંત્રમાં ભારે ચકચાર: સ્ટિંગ ઓપરેશનમાં સગીર વયની બાળકીઓના એબોર્શન રેકેટનો પર્દાફાશ થયા બાદ તંત્ર એક્શનમાં, તો બીજી તરફ બોગસ દસ્તાવેજોના આધારે દવાનો મસમોટો સરકારી કોન્ટ્રાક્ટ હડપી લેનારી એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરાઈ10:49 PM IST
પુણેના લોહગઢ કિલ્લામાં ટ્રેકિંગ દરમિયાન થયેલા શંકાસ્પદ મોતના કેસમાં ચોંકાવનારો વળાંક: અકસ્માત નહીં પણ ભાવિ પત્ની અને તેના પ્રેમીએ રચેલું મોટું કાવતરું હોવાનો પર્દાફાશ : કિલ્લાના સિક્યોરિટી ગાર્ડની સાક્ષીએ ખોલ્યા રહસ્યોના પડદા; ઘટનાના દિવસે મૃતક કેતન સાથે તેની મંગેતર સિયા અને પ્રેમી ચેતન ત્રણેયને એકસાથે ઉપર જતા જોયા હોવાનો સનસનાટીપૂર્ણ દાવો10:47 PM IST
મોદી કેબિનેટમાં થશે 'વુમન પાવર'નો દબદબો: પૂર્વ IAS અપરાજિતા સારંગીને મળી શકે છે મંત્રીપદ, ચોમાસું સત્ર પહેલા મોદી સરકાર કરશે મોટું વિસ્તરણ : ૧૯૯૪ બેચની ભૂતપૂર્વ IAS અધિકારી અને ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગીના નામની ચર્ચાઓ તેજ; રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુના રાજીનામા બાદ કેબિનેટમાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે9:22 PM IST
ફિટનેસ જગતમાં નવો ખુલાસો: 'યો-યો ડાયેટિંગ' વિશેનો ડર માત્ર વહેમ? વારંવાર વજન ઘટવું અને વધવું શરીર માટે એટલું નુકસાનકારક નથી જેટલું લોકો વિચારે છે : કોપનહેગન યુનિવર્સિટી અને જર્મન સંશોધકોનો દાવો; વજન કાયમ માટે ન ઘટે તો પણ થોડા સમય માટે વજન ઘટાડવાના ફાયદા તેનાથી થતા સંભવિત જોખમો કરતાં ઘણા વધારે9:09 PM IST
એરપોર્ટ સુરક્ષામાં ડિજિટલ ક્રાંતિ: દેશના ૬ મુખ્ય એરપોર્ટના ફેસિયલ રેકગ્નિશન કેમેરા દિલ્હીના 'ડેટા ફ્યુઝન સેન્ટર' સાથે લિંક થશે, CISFનો મોટો સિક્યોરિટી પ્લાન : આતંકવાદ અને ગુનાખોરી ડામવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સનો ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ; ૧.૫ લાખ સીસીટીવી કેમેરાને નેટગ્રીડ (NATGRID) સાથે જોડી રિયલ-ટાઇમ મોનિટરિંગ કરાશે9:10 PM IST
ઢગલાબંધ સમાચારો ઝડપભેર વાંચી જાવ.....9:06 PM IST
બેંકિંગ ક્ષેત્રમાં AI ના ઉપયોગ પર RBI ની કડક નજર: રિઝર્વ બેંકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમોને મેનેજ કરવા માટે નવી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી : ગ્રાહકોના ડેટાની સુરક્ષા અને નાણાકીય છેતરપિંડી રોકવા માટે સેન્ટ્રલ બેંકનો મોટો નિર્ણય; બેંકોએ AI ટેક્નોલોજી અપનાવતા પહેલા સાયબર જોખમોનું કરવું પડશે કડક મૂલ્યાંકન9:08 PM IST
એફસીઆરએ (FCRA) નિયમોમાં કેન્દ્રનો મોટો ફેરફાર: વિદેશી ફંડ મેળવતી એનજીઓ (NGO) માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વેબસાઇટની વિગતો જાહેર કરવી હવે ફરજિયાત, ઓડિટમાં પણ રહેશે કડક નજર : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પારદર્શિતા વધારવા માટે લીધો મોટો આકરો નિર્ણય; રજીસ્ટ્રેશન અને વાર્ષિક રિટર્ન ફાઇલ કરતી વખતે ડિજિટલ પ્લેટફોર્મની તમામ માહિતી આપવી પડશે9:04 PM IST
અમેરિકાનો ઈરાન પર મોટો આર્થિક સિકંજો: ઈરાનના ફ્રીઝ કરાયેલા ફંડના વપરાશ પર US રાખશે સીધી નજર, માત્ર ખોરાક અને દવાઓ પાછળ જ ખર્ચ કરવાની આપી મંજૂરી : માનવતાવાદી સહાય સિવાય અન્ય કોઈ પણ ક્ષેત્રમાં આ ભંડોળ વાપરવા પર વૉશિંગ્ટનનો કડક પ્રતિબંધ; આંતરરાષ્ટ્રીય બેંકિંગ વ્યવસ્થાઓ દ્વારા અમેરિકી વહીવટીતંત્ર સીધું જ મેનેજમેન્ટ કરશે8:56 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે......8:52 PM IST
રેશનિંગ વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફારની તૈયારી: અંત્યોદય અન્ન યોજના હેઠળ હવે પરિવારોના સભ્યોની સંખ્યાના આધારે અનાજ વહેંચાશે, પરંતુ પ્રતિ પરિવાર માટે દર મહિને મળનારો મહત્તમ જથ્થો ૩૫ કિલો સુધી જ મર્યાદિત રખાશે : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-૨૦૨૬નો મુસદ્દો જાહેર કરી આગામી ૧૩ જુલાઈ સુધી સામાન્ય જનતા અને હિતધારકો પાસેથી મંગાવ્યા સૂચનો; વર્તમાન પ્રણાલીમાં નાના અને મોટા પરિવારો વચ્ચે જોવા મળતી અસમાનતા દૂર કરી ખાદ્ય સુરક્ષાને વધુ ન્યાયસંગત અને પારદર્શક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય8:48 PM IST
સરહદ પર ઇમરજન્સી જેવી સ્થિતિ: દિલ્હીથી અમૃતસર જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન લેન્ડિંગ કરતી વખતે ભૂલથી પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસી ગયું, બંને દેશોના એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે દોડધામ : અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ પૂર્વે 'ગો-અરાઉન્ડ મેન્યુવર' પ્રક્રિયા દરમિયાન પાયલોટ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ગયા: લાહોર એટીસીની ચેતવણી બાદ વિમાનને તુરંત જ પરત વાળી નવી દિલ્હી ડાયવર્ટ કરાયું, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરલાઇન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ8:46 PM IST
વૈશ્વિક બજાર કરતાં ભારતમાં ચાંદી રૂ. ૬૦,૦૦૦ મોંઘી: વિદેશી પ્રેશર અને ડોલરની મજબૂતી વચ્ચે સ્થાનિક બજારમાં મોટા કડાકાની આશંકા : યુએસ ફેડ દ્વારા જુલાઈમાં વ્યાજદરમાં સંભવિત વધારાના સંકેતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે નબળાઈને પગલે ભારતીય સોના-ચાંદી બજારમાં ભારે અસ્થિરતાનો માહોલ; આગામી દિવસોમાં ભાવ નોંધપાત્ર રીતે ગગડવાના એંધાણ8:45 PM IST
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગ હટાવવા માટે NHAI એક્શન મોડમાં: દેશભરમાંથી 595 સંવેદનશીલ સ્થળો શોધી કાઢીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કડક ઝુંબેશ શરૂ કરાઈ : સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોની સુરક્ષા અને હાઇવેને અવરોધમુક્ત બનાવવા રાજ્ય સરકારો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વ્યાપક ડ્રાઈવ હાથ ધરાશે8:39 PM IST
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજદરમાં વધારા અંગેની અટકળો ફગાવી; હાલના તબક્કે ધિરાણ દરો વધારવાની ચર્ચા કરવી ખૂબ જ વહેલી ગણાશે તેમ સ્પષ્ટ કર્યું : દેશમાં ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી, મધ્યસ્થ બેંક આગામી નાણાકીય નીતિની સમીક્ષામાં તમામ આર્થિક પાસાઓ પર બારીકાઈથી નજર રાખશે8:37 PM IST
ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સરકારી ધોરણે ફી વસૂલવા દબાણ ન કરી શકાય, આત્મનિર્ભર કોલેજો બંધ થશે તો દેશમાં ડોક્ટરોની અછત સર્જાશે: સુપ્રીમ કોર્ટ : આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે વાર્ષિક ૮ લાખની આવક મર્યાદા અને પ્રાઇવેટ કોલેજોની લાખો રૂપિયાની ફી વચ્ચેના વિરોધાભાસ અંગેની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી; હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું કે અનામત માત્ર એડમિશન પૂરતી સીમિત, સબસિડીવાળી ફી મેળવવાનો કોઈ કાનૂની અધિકાર નથી8:32 PM IST
કૉર્પોરેટ જગતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી: બેંગલુરુ અને મુંબઈમાં 'રાજેશ એક્સપોર્ટ્સ'ના ૯ સ્થળો પર EDના દરોડા, કરોડોની નાણાકીય હેરાફેરી પકડાઈ : FEMA કાયદાના ઉલ્લંઘન હેઠળ ચાલી રહેલી તપાસમાં ખુલાસો: ₹૩,૦૦૦ કરોડના અપારદર્શક ટ્રેડ સેટ-ઓફ અને શેરબજારમાં હેરાફેરીના પુરાવા મળતા મચ્યો ખળભળાટ8:26 PM IST
ત્રિપુરાના ગ્રામીણ વિસ્તારોનો થશે કાયાકલ્પ: કેન્દ્ર સરકારે PMGSY-IV હેઠળ રૂ. ૨૧૧ કરોડના રોડ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ચોમાસામાં પણ રસ્તાઓ ચકાચક રહેશે : નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૯૬ નવા રસ્તાના નિર્માણને લીલી ઝંડી; ૧૬૦ કિલોમીટરથી વધુ લાંબા ઓલ-વેધર રોડ કનેક્ટિવિટીથી શાળાઓ અને હોસ્પિટલો સુધી પહોંચવું બનશે આસાન8:24 PM IST
વૈશ્વિક વેપાર અને એનર્જી સેક્ટર માટે રાહતના સમાચાર: હોર્મુઝ સ્ટ્રેટમાં ખુલ્યો ખાસ કામચલાઉ શિપિંગ કોરિડોર, અખાતમાં ફસાયેલા ૧૧,૦૦૦થી વધુ ખલાસીઓને મળશે મોટી મદદ : મહિનાઓથી ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષ વચ્ચે ઓમાન સરકાર અને યુએનની સંસ્થા IMO એ લીધો મોટો સંયુક્ત નિર્ણય; વૈશ્વિક નેવિગેશનની સ્વતંત્રતા માટે કોઈ પણ ટ્રાન્ઝિટ ફી વિના જહાજો પસાર થઈ શકશે8:16 PM IST
આભમાં રસ્તો ભૂલી એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયું: દિલ્હી-અમૃતસર ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાડોશી દેશના ATCએ આપી ગંભીર ચેતવણી : ૧.૫ માઇલ અંદર ઘૂસેલા ભારતીય વિમાનને તાબડતોબ દિલ્હી પરત તેડાવાયું; નેવિગેશન સિસ્ટમ ફેલ થતાં સર્જાઈ મોટી આફત, એરલાઇને પાઇલટને ડ્યુટી પરથી હટાવ્યો8:00 PM IST
ફૂટબોલના મહાકુંભમાં રોનાલ્ડોનો ઐતિહાસિક શંખનાદ: ફિફા વર્લ્ડ કપમાં બે ગોલ ફટકારી રચ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, જીત બાદ કેરળના કોઝિકોડમાં ચાહકો રસ્તાઓ પર ઉમટ્યા : છ અલગ-અલગ ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup 2026) માં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો; પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને ૫-૦ થી કચડી નાખતા મોડી રાત્રે ફટાકડા ફૂટ્યા8:12 PM IST
પ્રયાગરાજમાં હાઈવોલ્ટેજ ડ્રામા: તપાસ ટીમને જોઈને મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરે જાતને અંદર પૂરી દીધી, પોલીસે દીવાલ કૂદીને માલિકને પકડ્યો, સંસ્થા સીલ : લખનૌ કોચિંગ અગ્નિકાંડ બાદ સીએમ યોગી એક્શન મોડમાં: સમગ્ર યુપીમાં ફાયર સેફ્ટી ઓડિટની કડક ઝુંબેશ વચ્ચે બેદરકાર સંચાલકોમાં ફફડાટ; નિયમો નેવે મૂકનારી અનેક સંસ્થાઓ પર તાળાં વાગ્યા7:43 PM IST
બંગાળના રાજકારણમાં ગરમાવો: તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપના સુવેન્દુ અધિકારી સાથેના 'ભાવનાત્મક જોડાણ' પર તોડી ચુપકીદી, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ : "જ્યારે કરિમનેગરમાં કોઈ મારી સાથે નહોતું ત્યારે શુભેન્દુએ ઝંડા આપ્યા હતા"; ઇન્ટરવ્યુ વાયરલ થયા બાદ વિવાદ વધતા TMC સાંસદે સોશિયલ મીડિયા પર ફેન્સને કરી આ ખાસ અપીલ7:16 PM IST
બિહારના કટિહારમાં મોહરમ પૂર્વે મોટી આતંકી સાજીશ નિષ્ફળ: કરિયાણાની દુકાનમાં ઠંડા પીણાના ક્રેટમાંથી મળ્યા ૫ શક્તિશાળી બોમ્બ, ગ્રામજનોમાં ફફડાટ : કાળા કલરના પ્લાસ્ટિકમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IED); ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી આખો વિસ્તાર સીલ કર્યો7:15 PM IST
રાફેલ વિવાદમાં પાકિસ્તાનનો પ્રચાર ખુલ્લો પડ્યો: 'તમામ ૩૬ ફાઈટર જેટ સલામત', IAF ના ટેન્ડર બાદ ભાજપનો રાહુલ ગાંધી પર 'દેશદ્રોહી રાજનીતિ'નો આકરો પ્રહાર : "ઓપરેશન સિંદૂર દરમિયાન રાહુલે દુશ્મન દેશના જૂઠાણાને આપ્યો ઓક્સિજન, હવે દેશને જવાબ આપે"; વાયુસેનાના મેન્ટેનન્સ ટેન્ડરે ઇસ્લામાબાદના દાવાઓનો કચ્ચરઘાણ વાળ્યો7:12 PM IST
યુએનમાં પાકિસ્તાનની નાપાક ચાલ પર ભારતનો પ્રચંડ પ્રહાર: કાશ્મીર રાગ આલાપવા બદલ ઇસ્લામાબાદને આંતરરાષ્ટ્રીય મંચ પર તબડતોડ ઝાટક્યું : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સહ-અધ્યક્ષના પદનો દુરુપયોગ કરવાનો ભારતનો સણસણતો આરોપ; રાજદૂત પી. હરીશે ગર્જના કરી કહ્યું – 'જમ્મુ-કાશ્મીર ભારતનો અવિભાજ્ય અને આંતરિક ભાગ છે'7:05 PM IST
કૈલાશ માનસરોવર યાત્રા પૂર્વે રૂટ પર પહોંચ્યા ભારતીય રાજદૂત: પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર, ૬,૦૦૦ મીટરની ઊંચાઈએ પાતળી હવાનો સામનો કરવા આપી ખાસ ટિપ્સ : પાંચ વર્ષના લાંબા વિરામ બાદ ઐતિહાસિક યાત્રા ફરી શરૂ; વિક્રમ દોરાઈસ્વામીએ ચીની સરહદમાં નાથુ લા અને લિપુલેખ પાસ પર હોટેલો, મેડિકલ સેન્ટરો અને સુરક્ષા વ્યવસ્થાઓનું કર્યું જાત-નિરીક્ષણ7:02 PM IST
સિઓલમાં જયશંકરની ગર્જના: 'વૈશ્વિક પડકારો વચ્ચે ભારત અને દક્ષિણ કોરિયાનું સાથે આવવું અનિવાર્ય'; મુત્સદ્દીગીરીના નવા અધ્યાયની શરૂઆત : વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ કોરિયાના સમકક્ષ ચો હ્યુન સાથે યોજી મેગા બેઠક; જહાજ નિર્માણ, ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત કરવા પર વિશેષ ભાર7:02 PM IST
અખિલેશ યાદવનો માસ્ટરસ્ટ્રોક: વિરોધી પક્ષના મુખ્યમંત્રી મોહન યાદવનો બચાવ કરીને યુપીના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો, એક તીરથી સાધ્યા અનેક નિશાન : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સામે મિલકતોના વિવાદ વચ્ચે સપા પ્રમુખે કાવતરાનો દાવો કર્યો; ઓમપ્રકાશ રાજભરે 'જમીન કૌભાંડ' અને સૈફઈ પરિવારના કનેક્શનના આક્ષેપો કરીને વળતો પ્રહાર કર્યો6:57 PM IST
સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ ૨૪,૦૦૦ની સપાટી વટાવી; રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧ લાખ કરોડનો તોતિંગ વધારો: બીએસઈ સેન્સેક્સ ૭૯૧ પોઈન્ટના જંગી વધારા સાથે ૭૬,૯૯૧.૨૨ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૨૪,૦૨૧.૬૫ ની ઐતિહાસિક સપાટી પાર કરીને બંધ રહ્યો : આઈટી અને બેંકિંગ ક્ષેત્રના શેરોમાં ફાટેલી ધૂમ ખરીદી વચ્ચે ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ અને ભારત-યુએસ સંભવિત વેપાર કરારના અહેવાલોએ બજારમાં ભરી નવી ઉર્જા6:45 PM IST
મુંબઈમાં તંત્રની પોલ ખુલી: મેયર લાઈવ કેમેરા સામે કચરાના નિકાલની વાતો કરતા રહ્યા અને પાછળ જ ખુલ્લા ગટરમાં ખાબક્યો સફાઈ કર્મચારી; રૂવાડાં ઊભા કરતો વીડિયો વાયરલ : મેયર રીતુ તાવડેએ રોષે ભરાઈને અધિકારીઓને સસ્પેન્શનની આપી કડક ચેતવણી; આદિત્ય ઠાકરેએ કહ્યું - "સરકારે પંપ અને હોલ્ડિંગ ટાંકીઓ ચલાવવામાં પણ કરી નાકામી"6:44 PM IST
કેરળ હાઈકોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો: 'ભારત માતા' કે દેવી-દેવતાઓના નામે લીધેલા શપથ અમાન્ય; ભાજપના કાઉન્સિલરોને લાગ્યો મોટો ઝટકો! : "શપથમાં પોતાની મરજીથી કોઈ ફેરફાર ન થઈ શકે, કાં તો 'ભગવાન'ના નામે શપથ લો અથવા પ્રતિજ્ઞા કરો" – કોર્ટે કાયદાનું પાલન ન કરનારા તમામ સભ્યોને ફરીથી શપથ લેવા આદેશ કર્યો6:43 PM IST
પંજાબના સીએમ ભગવંત માન પર ધરપકડની તલવાર! વાયરલ વીડિયોનો નકલી ફોરેન્સિક રિપોર્ટ બનાવવા માટે ભાજપે લગાવ્યો ₹૧૦ લાખની લાંચનો સનસનાટીભર્યો આરોપ : શીખ ગુરુઓના અપમાનની ઘટના છુપાવવા પંજાબ પોલીસે સરકારી તંત્રનો દુરુપયોગ કરી પુરાવા સાથે છેડછાડ કર્યાનો ગુરુગ્રામ પોલીસનો દાવો; સિરસાએ પૂછ્યું - "અરવિંદ કેજરીવાલ કેમ ચૂપ છે?"6:43 PM IST
શિવસેના (UBT)ના ૬ સાંસદો શિંદે જૂથમાં જોડાતા ઉદ્ધવ ઠાકરેને જોરદાર ફટકો; લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બોલાવી તાકીદની બેઠક! : 'ઓપરેશન ટાઇગર' અંતર્ગત ઉદ્ધવ છાવણીમાં મોટું ગાબડું, સંજય રાઉતે બંદૂક સાથે ફોટો શેર કરી કહ્યું - "ગદ્દારો સામે લડાઈ ચાલુ રહેશે", જ્યારે શિંદે જૂથે કહ્યું - "રાઉતના અહંકારને લીધે પાર્ટી ડૂબી"6:42 PM IST
મુંબઈના રસ્તા પાણીમાં ડૂબ્યા ને રેલ્વે વિભાગ જાગ્યો! પ્રિયંકા ચતુર્વેદીની 'ટ્રિપલ એન્જિન'વાળી પોસ્ટ પર રેલ્વેસેવાના વિચિત્ર જવાબે સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું ફેરવ્યું : સબવેમાં ભરાયેલા પાણીના વીડિયો પર નાગરિક સંસ્થાને બદલે ભારતીય રેલ્વેએ માંગી લીધો મોબાઈલ નંબર; નેતાજીએ કટાક્ષ કરતા પૂછ્યું - "શું બંનેની પીઆર એજન્સી એક જ છે?"6:41 PM IST
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૪મા જન્મદિવસે બિઝનેસ જગતને સૌથી મોટી શીખ: "કાં તો તમે રોકડના ઢગલા પર બેસી રહો, અથવા તો સતત આગળ વધતા રહો!" : એક સામાન્ય પરિવારમાંથી દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહના નિર્માતા બનવા સુધીની સફર; જોખમો અને પડકારો વચ્ચે રાષ્ટ્ર નિર્માણનો મોટો સંદેશ આપતા ગૌતમ અદાણીના પ્રેરણાદાયી વિચારો6:41 PM IST
ફૂટબોલના મહાનાયક લિયોનેલ મેસ્સીના ૩૯મા જન્મદિવસે જાણો તેની સફળતાનું સૌથી મોટું રહસ્ય: "જો તમે કોઈ વસ્તુને દિલથી પ્રેમ કરો છો, તો જ તમે ગમે તેવા કપરા સમયને પાર કરી શકો છો!" : વિશ્વભરના કરોડો ફેન્સ આજે મનાવી રહ્યા છે આર્જેન્ટિનાના આઇકોનનો જન્મદિવસ; મેદાન પરના જાદુ પાછળ છુપાયેલી સંઘર્ષ અને અતૂટ સમર્પણની પ્રેરણાદાયી વાર્તા6:40 PM IST
ઇરાનના સુપ્રિમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઇના અંતિમ સંસ્કારમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઔપચારિક આમંત્રણ : ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો મોટો પ્રસ્તાવ : ઇરાન અને ઇરાકમાં ૪ થી ૯ જુલાઈ દરમિયાન યોજાશે બહુદિવસીય રાજકીય અંતિમ વિધિ : વૈશ્વિક પ્રતિનિધિમંડળો સાથે લાખો શોકાતુર લોકો ઉમટવાની શક્યતા વચ્ચે ભારત સરકારના પ્રતિનિધિત્વ પર સૌની નજર3:00 PM IST
અદાણી ગૃપની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ગૌતમ અદાણીનું ગર્જનાભર્યું સંબોધન : વિત્ત વર્ષ ૨૦૨૫-૨૬માં હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧.૫ લાખ કરોડથી વધુનું રેકોર્ડબ્રેક મૂડી રોકાણ : ભારતની ખાનગી ક્ષેત્રની કુલ મૂડીના ૩૦% હિસ્સા સાથે રાષ્ટ્ર નિર્માણમાં અદાણી સમૂહ અગ્રેસર : પાવર, પરમાણુ ઊર્જા, ગ્રીન હાઇડ્રોપાવર, બંદરો, એરપોર્ટ અને ડિજિટલ ડેટા સેન્ટર્સ સહિતના ક્ષેત્રોમાં કરાશે પ્રચંડ વિસ્તરણ2:47 PM IST
ગુજરાતી નાટ્યજગતના એક સુવર્ણ યુગનો અંત : પીઢ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાએ લીધા અંતિમ શ્વાસ : કલા જગતમાં ઘેરા શોકની કાલિમા : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લોકપ્રિય કલાકાર ‘બાઘા’ ઉર્ફે તન્મય વેકરિયાના પિતા અને ‘બાપા કમાલ દીકરા ધમાલ’ નાટકના સર્જકના અવસાનથી રંગભૂમિએ ગુમાવ્યો અણમોલ સિતારો1:21 PM IST
ગ્લોબલ પીસ ઇન્ડેક્સઃ ભારત ૧૨૭મા ક્રમેઃ સૌથી શાંતિપૂર્ણ દેશોમાં આઇસલેન્ડ ટોચ પર : રશિયા સૌથી ઓછા શાંતિપ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છેઃ ત્યારબાદ સુદાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુક્રેન અને ઇઝરાયલ પાંચ સૌથી ઓછા ક્રમે આવેલા દેશોમાં આવે છે : અમેરિકા અત્યંત મુશ્કેલીમાં: ભારતથી ઘણું પાછળ : યુનાઇટેડ સ્ટેટ્સને વિશ્વના ૧૩૪મું સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે સ્થાન આપે છેઃ ચીન ૧૧૮મા ક્રમે છે1:14 PM IST
ગુજરાતમાં ચોમાસાનું આગમનઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ-ગાજવીજનું એલર્ટ : ૮૪% વરસાદની કમી વચ્ચે આશાનું કિરણ : ખેડૂતોને મળશે રાહતઃ આગામી દિવસોમાં મેઘરાજાની સર્વત્ર ધમાકેદાર એન્ટ્રી : ઇન્સેટ સેટેલાઇટની લેટેસ્ટ સવા બે વાગ્યાની તસ્વીરમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાને અડીને ઘટાટોપ વાદળાઓ જોવા મળે છે, જે ચોમાસાના આગમનની અને ભારે વરસાદની છડી પોકારી રહેલ છે.3:38 PM IST
પ્રાઇવેટ મેડિકલ કોલેજોને સરકારી જેવી ફી લેવા માટે મજબૂર ન કરી શકીએ.. : સુપ્રીમ કોર્ટે EWS (આર્થિક રીતે નબળા વર્ગ) માટેની આવક મર્યાદા અને ખાનગી મેડિકલ કોલેજોની ફી અંગેની અરજીને ફગાવી દીધી છે સરકારી સંસ્થાઓને સરકાર તરફથી ગ્રાન્ટ (અનુદાન) મળે છે, જ્યારે ખાનગી સંસ્થાઓ પોતાની ફીની આવકથી ચાલે છે. માત્ર એટલા માટે કે ખાનગી કોલેજોની ફી વધારે છે, તેમને સરકારી કોલેજો જેટલી જ ફી વસૂલવાનો આદેશ આપી શકાય નહીં3:28 PM IST
યુનાઇટેડ કિંગડમ સરકારનો મોટો નિર્ણય : સ્ટોક્સ અને શેર્સ ISA માં રાખવામાં આવેલી રોકડના વ્યાજ પર હવે ૨૨% ટેક્સ વસૂલાશે : એચએમઆરસી દ્વારા રોકડા વ્યાજ પર નવો કર લાગુ કરાયો : પ્રથમ વખત ઘર ખરીદનારાઓ માટે વય મર્યાદા વિનાની નવી ISA સ્કીમ લોન્ચ, જ્યારે અંડર-૬૫ માટે કેશ ISA ની વાર્ષિક મર્યાદા ઘટાડીને £૧૨,૦૦૦ કરાઈ3:11 PM IST
અયોધ્યા રામ મંદિરના કરોડોના દાનમાં મોટો ગરબડ-ગોટાળો? ₹૩૫૦૦ કરોડ રોકડા અને અબજોના સોના-ચાંદીના હિસાબો ગુમ થતાં દેશભરમાં ભારે ખળભળાટ : ૬ વર્ષ પહેલાં જ સંત દ્વારા આ મહાકૌભાંડ અંગે કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી ઠરતાં ટ્રસ્ટની કામગીરી અને ભક્તોની આસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો: હિસાબો સાર્વજનિક કરવાની માંગ તેજીથી ઉઠી2:34 PM IST
બિહાર અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે રેલવેની મોટી ભેટ: રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે ૨૮ જૂનથી શરૂ થશે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સેવા : છપરાથી આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે દોડનારી આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને બિહારના લાખો મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે; જનરલ, સ્લીપર અને એસી કોચ સાથે ટ્રેનનું સત્તાવાર સમયપત્રક અને સ્ટોપેજ જાહેર કરાયા2:34 PM IST
ચીનની દાદાગીરી સામે તાઈવાન હાઈ-એલર્ટ પર: બેઈજિંગ ગમે ત્યારે સૈન્ય આક્રમણ કરી શકે છે તેવી સત્તાવાર આશંકા વચ્ચે વૈશ્વિક યુદ્ધના ભણકારા : ડ્રેગનની મેલી મુરાદ ખુલ્લી પડી: સરહદ પર સૈન્ય જમાવડો અને સતત ઘૂસણખોરી વધારીને ચીને યુદ્ધની પુરી તૈયારીઓ કરી હોવાનો તાઈવાન સરકારનો સનસનાટીપૂર્ણ દાવો; એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ2:34 PM IST
ભક્તોની અતૂટ શ્રદ્ધાનો અદ્ભુત ચમત્કાર: રાજસ્થાનના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ઈતિહાસનું સૌથી મોટું રેકોર્ડબ્રેક દાન નોંધાયું : દાનપેટી ખુલતાની સાથે જ લક્ષ્મીજી મહેરબાન: સાત તબક્કાની ભારે ગણતરી બાદ ₹40.81 કરોડની અધધ રોકડ સહિત કિલોગ્રામોના હિસાબે સોના-ચાંદીના દાગીના અને 30 દેશોનું વિદેશી ચલણ બહાર આવ્યું; વેપારીઓ ભગવાનને રાખે છે પોતાના વ્યાપારમાં ‘ગુપ્ત ભાગીદાર’3:49 PM IST
શાળા પ્રવેશોત્સવઃ નરેન્દ્રભાઇએ આપેલો વારસો બન્યો ‘‘પ્રગતિનો પ્રવેશોત્સવ'' : નરેન્દ્રભાઇએ એક એવો વિચાર રજૂ કર્યો જે સાંભળવામાં ભલે સરળ લાગતો હોય પરંતુ તેના પરિણામો આગળ જતા અત્યંત ક્રાંતિકારી સાબિત થયા શાળા પ્રવેશોત્સવ થકી શાસન અને સમાજ વચ્ચેનું અંતર દુર થયું: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી શિક્ષણ દ્વારા લાખો જીવનમાં આવેલું સકરાત્મક પરિવર્તન મોટી સિધ્ધી3:50 PM IST
૧૯૯૯ બેચના સિનિયર IPS અધિકારી આનંદ જૈને લદ્દાખના નવા પોલીસ વડા તરીકેની કમાન સંભાળી: કે. કે. શર્માના સ્થાને નિયુક્તિ : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુ સાથે વહીવટી સ્તરે મોટો ફેરફાર, પ્રેરણાદાયી સફર ધરાવતા IPS આનંદ જૈને સત્તાવાર રીતે સંભાળ્યો ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)નો કાર્યભાર1:22 PM IST
સાંઇરામ દવેના પિતા અને વિખ્યાત ભજનિક વિષ્ણુપ્રસાદ દવેનું દુઃખદ નિધન : લોકસાહિત્ય અને ભજન જગતનો તેજસ્વી સિતારો અસ્ત : અંતિમ યાત્રામાં સાહિત્ય, કલા, સામાજીક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા : સ્નેહીજનો દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલી : અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના વેબ એડિશનના એડિટર નિમિષભાઇ ગણાત્રા તથા સ્ટાફ પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી2:26 PM IST
વિષ્ણુપ્રસાદ દવે (શ્રી પ્રસાદજી) : સૌરાષ્ટ્રની પ્રાચીન સંતવાણીના આરાધકે વિદાય લીધી : છેલ્લા પાંચ દાયકાથી પ્રાચીન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી, ભજન-સત્સંગનો બહોળો ચાહક વર્ગ ધરાવતા હતા : હેમુભાઇ ગઢવીએ આકાશવાણી રાજકોટમાં ૧૯૭૬માં ભજનીક તરીકે પસંદ કર્યા હતા, વિષ્ણુપ્રસાદજી અને સાંઇરામે અનેક કાર્યક્રમો સાથે કર્યા હતા11:20 AM IST
કંપની વેચીને કર્મચારીઓને વહેંચ્યા ૨,૦૦૦ કરોડ રાતોરાત બન્યા કરોડપતિ... : માલિક હોય તો આવા! કોર્પોરેટ વર્લ્ડમાં માનવતા અને વફાદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું : દરેક કર્મચારીના હિસ્સામાં આશરે ૪.૪૩ લાખ ડોલર આવ્યાઃ ઘણા કર્મચારીઓએ આ આકસ્મિક ધનલાભને ‘લોટરી લાગવા' જેવો અહેસાસ ગણાવ્યો10:18 AM IST
ભારતમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૧૦૯ કરોડને પારઃ ૧૩૩.૦૫ કરોડ સબ્સ્ક્રાઇબર્સ : ડિસેમ્બર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન ભારતમાં નવા ૬.૪૧ કરોડ યૂઝર્સ જોડાયા : ટેલિકોમ સેક્ટરે ૧.૦૫ લાખ કરોડની કમાણી કરીઃ ૧૨૦ ભારતીય શહેરોમાં કુલ ૩૯૦ ખાનગી FM રેડિયો ચેનલો કાર્યરત હતી, જેણે ત્રિમાસિક ગાળા દરમિયાન ૪૧૪.૦૩ કરોડનું રેવેન્યુ કમાયું10:12 AM IST
મંત્રીમંડળમાંથી વધુ રાજીનામા પડશેઃ કોઈને રાજ્યપાલ તો કોઈને રાજદૂત બનાવવાની ચર્ચા : કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ નિકટવર્તી છે, અને ઘણા નવા ચહેરાઓ અપેક્ષિત છે. સંસદના ચોમાસુ સત્ર પહેલા આ ફેરબદલ થવાની સંભાવના : ત્રણ રાજ્યોના રાજ્યપાલ - કર્ણાટક (થાવરચંદ ગેહલોત), મધ્યપ્રદેશ (મંગુભાઈ પટેલ) અને ઉત્તરાખંડ (લેફટનન્ટ જનરલ ગુરમીત સિંહ) - જુલાઈમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે10:09 AM IST
એક મહિલા, છ પુરુષો અને એક ગેસ્ટ હાઉસ : એક સેક્સ રેકેટનો પર્દાફાશઃ દરોડામાં રૂમમાં વાંધાજનક સામગ્રી મળી આવી : બિહારના સહરસામાં પોલીસે એક ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. સેક્સ રેકેટની માહિતી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી. એક મહિલા અને છ પુરુષોને કસ્ટડીમાં લેવામાં આવ્યા10:07 AM IST
હવે દિવસે નહીં Gen Z અને મિલેનિયલ્સમાં વધી રહ્યો છે રાત્રે ફરવાનો ટ્રેન્ડ : ભારતમાં નાઈટ ટૂરિઝમ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છેઃ હવે યુવાનો એવા સ્થળોની શોધી રહ્યા છે જ્યાં રાત્રે પણ શહેરની રોનક, સંસ્કૃતિ અને રોમાંચનો અનુભવ કરી શકાય : આજના સમયમાં Gen Z અને મિલેનિયલ્સનો ફરવાનો અંદાજ પણ બદલાઈ રહ્યો છે. લોકો હવે માત્ર દિવસના સમયે પ્રખ્યાત સ્થળો જોવા નથી જતા, પરંતુ રાત્રિના પ્રકાશ, શાંત વાતાવરણ, નાઈટ માર્કેટ, ફૂડ સ્ટ્રીટ અને તારાઓથી ભરેલા આકાશ વચ્ચે નવા અનુભવો શોધી રહ્યા છે 9:51 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે11:47 AM IST
કોમેડી કિંગ સતીશ શાહનું સિનેમામાં અમર યોગદાન, મરણોત્તર ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત: રાષ્ટ્રપતિ ભવનમાં ગમગીન માહોલ વચ્ચે ભાઈ અરવિંદ મામાનિયાએ સ્વીકાર્યો સર્વોચ્ચ પુરસ્કાર! : ‘જાને ભી દો યારો’ થી લઈને ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ના ઇન્દ્રવદન તરીકે દેશભરના પરિવારોને હસાવનારા મહાન કલાકારની યાદો થઈ તાજી; ચાર દાયકા લાંબી સફર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અપાયું સન્માન9:01 PM IST
સાયબર ગુનેગારોનો અડ્ડો બન્યું ટેલિગ્રામ, સરકારી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા: બાળ શોષણ, પેપર લીક અને કરોડોની છેતરપિંડીના નેટવર્ક પર સુરક્ષા એજન્સીઓની સર્જિકલ સ્ટ્રાઈક! : NEET પેપર લીક બાદ લાદવામાં આવેલો પ્રતિબંધ હટ્યો, પણ ૩૦ જૂન સુધી મેસેજ એડિટિંગ ફીચર બ્લોક; ૧૫ કરોડ ભારતીય યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મ પર સાયબર ફ્રોડથી નાગરિકોને ₹૬,૨૦૦ કરોડથી વધુનું આંધણ9:01 PM IST
આરટીઆઈ કાયદાની ગરિમા બચાવવા અન્ના હજારે ફરી લડતના મૂડમાં, મહારાષ્ટ્ર સરકાર સામે રણશિંગું ફૂંક્યું: સુધારા પાછા નહીં ખેંચાય તો ૫ જુલાઈથી આજીવન ઉપવાસની ચીમકી! : નવા માહિતી અધિકાર નિયમોથી પારદર્શિતા જોખમાશે અને ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળશે તેવો સામાજિક કાર્યકરનો ગંભીર આક્ષેપ; ‘જનતાના હક પર તરાપ મારવાનું બંધ કરો’9:05 PM IST
હાસ્ય અને લોકસાહિત્યના ઉપાસક સાંઈરામ દવેને જીવતરનો સાહિત્યિક સંસ્કારવારસો આપનાર તેમના પિતા અને વિખ્યાત ભજનિક શ્રી વિષ્ણુપ્રસાદ દવેનું દુઃખદ અવસાન : સાહિત્યજગતમાં શોક વ્યાપ્યો : શ્રી વિષ્ણુપ્રસાદ દવેની ચિરવિદાયથી દવે પરિવાર અને પ્રશંસકો આઘાતમાં : આવતીકાલે સવારે 10 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમયાત્રા : રાજકોટના મોટામૌવા સ્મશાનગૃહ ખાતે યોજાશે અંતિમ સંસ્કાર : સ્નેહીજનો દ્વારા અશ્રુભીની અંજલિ9:14 PM IST
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોનું એનાયત: અલ્કા યાજ્ઞિક, આર. માધવન અને દિવંગત સતીશ કૌશિક સહિત દેશની ૬૫ મહાનુભાવોનું દિલ્હીમાં ભવ્ય સન્માન : કલા, સાહિત્ય, સામાજિક સેવા અને રાજકારણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરનાર અગ્રણીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયા: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ પદ્મ પુરસ્કારથી વિભૂષિત9:26 PM IST
સ્વિટ્ઝર્લેન્ડમાં અધૂરી રહેલી વૈશ્વિક ડીલને આખરી ઓપ આપવા ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયન પાકિસ્તાનના પ્રવાસે: ઈસ્લામાબાદમાં શાહબાઝ શરીફ પ્રોટોકોલ તોડીને ઈરાની રાષ્ટ્રપતિ માટે છતરી પકડીને ઉભા રહ્યા, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ : અમેરિકા અને પશ્ચિમી દેશો સાથેના તણાવ વચ્ચે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તેમજ સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ થયેલી મહત્વપૂર્ણ વાતચીતને પૂર્ણ કરવા માટે ઈરાની પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું; પાકિસ્તાની વડાપ્રધાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું9:27 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના અંતના એંધાણ? ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની પાકિસ્તાન મુલાકાતથી વૈશ્વિક રાજકારણ ગરમાયું : અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી ગુપ્ત મહાવાર્તા બાદ પ્રાદેશિક સમીકરણો બદલાયા: પરમાણુ મથકોના નિરીક્ષણ મુદ્દે વાન્સ અને તેહરાન સામસામે આવતા સસ્પેન્સ ઘેરાયું10:04 PM IST
પાકિસ્તાનનો ‘રાફેલ પ્રોપગેન્ડા’નું સુરસુરિયું થયું : IAFના ગુપ્ત દસ્તાવેજે ખોલી આર્મી ચીફ અસીમ મુનીરના જૂઠાણાની પોલ : ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ૩ રાફેલ ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કરનાર ઇસ્લામાબાદ સત્તાવાર ટેન્ડર બહાર આવતા વૈશ્વિક સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાયું: તમામ ૩૬ વિમાનો આકાશમાં સુરક્ષિત હોવાના સજ્જડ પુરાવા10:05 PM IST
બ્રહ્મોસ ડીલથી લઈને ઈરાનના તેલ સુધી: ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની જુઠ્ઠાણાં અને વૈશ્વિક સવાલોના આપ્યા જડબાતોડ જવાબ : પીઓકેની નિષ્ફળતા છુપાવવા ભારત પર આક્ષેપ કરતા પાકિસ્તાનને લપડાક : સસ્તા ક્રૂડ માટે ઈરાન સાથે વેપારના સંકેત અને કતાર ગેસ વિસ્ફોટના પીડિતોને વતન લાવવા રાજદ્વારી સ્તરે યુદ્ધના ધોરણે કવાયત10:05 PM IST
દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગરમાવો: પદ્મ એવોર્ડ્સ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતથી મંત્રીમંડળમાં મોટા ફેરબદલના સંકેત : કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના રાજીનામા અને રવનીત સિંહ બિટ્ટુના રાજ્યસભા કાર્યકાળની સમાપ્તિ વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકથી સંગઠન અને સરકારમાં મોટા પાયે ફેરફારની પ્રબળ અટકળો10:08 PM IST
શું ઈરાન ઝૂક્યું ! :લાંબા ગાળાના પરમાણુ કાર્યક્રમના નિરીક્ષણ માટે સહમત : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન તેના પરમાણુ સુવિધાઓનું લાંબા ગાળાનું નિરીક્ષણ કરવા માટે સંમત થયું છે. બદલામાં, અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પ્રતિબંધો હળવા કરશે અને નાણાકીય છૂટછાટો આપશે. 10:45 PM IST
હરિયાણાની અમૃતા હોસ્પિટલમાં ચોંકાવનારો કિસ્સો : મહિલાના પેટમાંથી નીકળ્યો વાળનો મોટો ગુચ્છો : મહિલા 'ટ્રાઇકોટિલોમેનિયા' અને 'ટ્રાઇકોફેજિયા' નામની માનસિક બીમારીથી પીડાતી હતી, જેમાં દર્દી પોતાના જ વાળ ખેંચીને ખાય છે.:ઘટના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે લાલબત્તી સમાન 12:34 AM IST
અયોધ્યા રામ મંદિરમાં હવે કર્મચારીઓને ડ્રેસ કોડ : ખિસ્સા વગરના કપડાં અને સઘન ચેકિંગ ફરજીયાત :મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ : દાનની રકમમાં કથિત ગેરરીતિ અને ચોરીના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા બાદ હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક્શન મોડમાં : ટ્રસ્ટ દ્વારા દાનની ગણતરી અને તેની વ્યવસ્થાપન પ્રણાલીમાં ધરખમ ફેરફારો12:54 AM IST

કુદરતનો કહેર….

જાગૃતિ રેલી….

વિરોધ પ્રદર્શન….

'સંયુક્ત કિસાન મોરચા'…..
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડીયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ :નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક : સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો :સેલંબા નજીક એક મહિના પહેલાં બનાવેલ નાળું ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું :ડુમખલ નજીક તારવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ11:35 PM IST
મહેસાણા મનપાની પ્રથમ સામાન્ય સભા તોફાની બની :ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તૂ તૂ મેં મેંના દ્રશ્યો સર્જાયા: બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી : પ્રથમ સામાન્ય સભામાં જ અનેક મહત્વના નિર્ણયો લેવાયા જેમાં એજન્ડા પ્રામણે 9 કામો અને તે સિવાયના 2 કામો મળીને કૂલ 11 કામોની દરખાસ્તો રજૂ કરાઈ હતી. આ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરાયા 9:33 PM IST
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સર્જાયેલા પ્રચંડ ટ્રાફિક જામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલાકો સુધી અટવાયા: હાઈવે પર પોલીસની ગેરહાજરી જોતાં જ પ્રચંડ આક્રોશ સાથે સીધા DySP કચેરી પહોંચી સ્ટાફની આકરી ઝાટકણી કાઢી : સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઈનના ચાલી રહેલા કામકાજ અને ક્ષતિગ્રસ્ત ડાયવર્ઝનને કારણે શેરથા સુધી વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી; ‘દેશમાં ઇંધણ બચાવવાની વાતો થાય છે અને અહીં સામાન્ય જનતાનું પેટ્રોલ-ડીઝલ વેડફાય છે’ તેમ કહી પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરે કડક રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી8:51 PM IST
અમદાવાદમાં મોસમી રોગચાળાનો હાહાકાર: સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, એક જ સપ્તાહમાં ઓપીડી આંકડો ૧૪,૦૦૦ને પાર : શહેરમાં વાયરલ ઇન્ફેક્શન, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસોમાં અસાધારણ ઉછાળો આવતા સરકારી આરોગ્ય માળખું દોડતું થયું: સવારે વહેલા બારીઓ ખોલવા છતાં સિવિલ પરિસરમાં લાંબી કતારો દ્રશ્યમાન થઈ8:30 PM IST
પુત્રવધૂઓ સાથે માત્ર દીકરી જેવો નહીં, પણ આંખ અને પાંપણ જેવો સંબંધ રાખવો :કુસંગરૂપી મંથરાથી પોતાના પરિવારને હંમેશા સુરક્ષિત રાખવો :આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ : ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો ચોથો દિવસ : જ્યાં એકબીજા સાથે દેવતુલ્ય વ્યવહાર કરવામાં આવતો હોય છે, ત્યાં જ સ્વર્ગનું નિર્માણ થાય છે:આચાર્ય કુલદીપજી મહારાજે સંબંધોની કોમળતા અને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું8:00 PM IST
ઇન્ચાર્જ પોલીસ કમિશનર જી. એસ. મલ્લિકના માર્ગદર્શનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને જોઇન્ટ સીપી શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણની ટીમની માનવીય કામગીરી જાણીને આફરીન પોકારી ઉઠશો! : વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં કુલ ૨૭૬ માસૂમ બાળકોને રેસ્ક્યૂ કરાયા : બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ પોલીસની સઘન ઝુંબેશમાં ગુમ થયેલા ૩૩ બાળકોને શોધી પરિવારો સાથે મિલાવ્યા : આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગ રેકેટમાંથી ૧૫ દિવસના શિશુને મુક્ત કરાવતી ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને શી ટીમ : વર્ષ ૨૦૨૬માં એએમસી સાથે મળીને કરાયેલી કામગીરીમાં બાળકો સહિત ૮૯ પુખ્ત વયના લોકોનું પુનર્વસન કરાયું7:36 PM IST
વાલીઓએ બાળકોના હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો અને રમતગમતના સાધનો આપવા જોઈએ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ "પ્રગતિનો પ્રવેશોત્સવ-2026"અંતર્ગત પોરબંદરના મોઢવાડા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વ્યસનમુક્તિનો આપ્યો સંદેશ : શ્રી વી.જી. કારિયા હાઈસ્કૂલ, મોઢવાડા પે સેન્ટર શાળા, મોઢવાડા કન્યા શાળા તથા બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી4:19 PM IST
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીઓમાં વધુ એક વધારો! : ભરૂચ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્યને આગામી ૨૯ જુલાઈએ વ્યક્તિગત રીતે હાજર થવા ફરમાવ્યો આદેશ : ગુજરાત પોલીસ વિરુદ્ધ બદનક્ષીભરી ટિપ્પણી કરવાના મામલે કોર્ટની કડક કાર્યવાહી : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા કાપી રહેલા ધારાસભ્યના રાજકીય ભવિષ્ય પર સંકટના વાદળો2:17 PM IST
ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના લોકાર્પણ-ખાતમુહૂર્તની વણઝાર: આગામી ૨૬ જૂનથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના હોમ સ્ટેટના પ્રવાસે, વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના સંસદીય મતવિસ્તારમાં યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમોને સબબ સરકારી મશીનરી એક્શન મોડમાં: રોડ-રસ્તા, ટ્રાફિક વ્યવસ્થા અને વિકાસ કાર્યોની સમીક્ષાઓ માટે મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટર કચેરીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ3:53 PM IST
હાઇકોર્ટનું કડક વલણ : અગાઉના આદેશનું પાલન ન થતા શિક્ષણ વિભાગના સચિવને વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો : હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ સરકારના ભંડોળમાંથી નહીં પરંતુ સંબંધિત સચિવે વ્યક્તિગત રીતે ચૂકવવાની રહેશે:દંડની રકમ વિદ્યાર્થીઓના કલ્યાણ અને શૈક્ષણિક હિત માટે ઉપયોગમાં લેવામાં આવશે1:11 PM IST
ગુજરાત માટે આનંદના સમાચાર: ભારતીય હવામાન વિભાગે 24 જૂન 2026ના રોજ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વિધીવત આગમનની કરી સત્તાવાર જાહેરાત : અરબી સમુદ્રના ભેજવાળા પવનો થયા સક્રિય, સુરત નજીકથી પસાર થઈ રહી છે ચોમાસાની ઉત્તરીય મર્યાદા, આગામી 2-3 દિવસમાં રાજ્યના બાકી વિસ્તારોને પણ વરસાદથી લાભ થવાની શક્યતા3:55 PM IST
અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર લાલઘૂમ: AMCની મેગા ડ્રાઈવમાં પ્રખ્યાત નવકાર ઇન્સ્ટિટ્યૂટ અને 8 જાણીતી હોટેલો સહિત અનેક એકમોને તાળાં મરાયાં : દેશના અન્ય મહાનગરોમાં લાગેલી ભીષણ આગની ઘટનાઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં: ફાયર એનઓસી વિના ધમધમતા 54થી વધુ કોમર્શિયલ એકમોને ફટકારાઈ કડક નોટિસ8:43 PM IST
અંકલેશ્વર જીઆઈડીસીના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમાર બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના રૂા.૨૫,૦૦૦ની લાંચ લેતા પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર ઝડપાયા : જુઓ વિડીયો : આઈપીએસ બળદેવ દેસાઈ, મદદનીશ નિયામક બી એમ પટેલ અને પીઆઈ એ એન પ્રજાપતિની ટીમનું સફળ છટકું : સાયબર ક્રાઇમે ફ્રીઝ કરેલું વેપારીનું બેંક ખાતું ચાલુ કરાવવા હેડ કોન્સ્ટેબલે માગી હતી લાંચ8:21 PM IST
ખંભાતના પીપળોઇના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ અને વીસીઇ શૈલેષ રામભાઈ મકવાણા પેઢીનામું કરી આપવા રૂા.૬,૦૦૦ની લાંચ લેતા એસીબીના સકંજામાં : પીઆઈ આર એન વિરાણી, મદદનીશ નિયામક એમ એચ પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ એસીબી ટીમે ગોઠવ્યું લાંચનું સફળ છટકું : જમીનમાં નામ દાખલ કરવા પેઢીનામું તૈયાર કરવાના માગ્યા હતા નાણા8:18 PM IST
રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી વિવિધ વિકાસકામોને મંજૂરી : રાજ્યમાં પ્રવાસીઓની સુવિધા અને આસ્થાના કેન્દ્રોના વિકાસ માટે લેવાયા મહત્વના નિર્ણયો: વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે: યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા રૂ. ૩.૨૮ કરોડથી વધુ રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી7:47 PM IST
‘વિકાસ ભી, વિરાસત ભી’: રુદ્ર વીણાના નિર્માણની પરંપરાને રાષ્ટ્રીય ગૌરવ અપાવનાર કિશોરભાઈ મિસ્ત્રી : રુદ્ર વીણાના નિર્માણ માટે કિશોરભાઇની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી : ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો એ યુવા વર્ગમાં રુદ્ર વીણા પ્રત્યે રૂચિ પેદા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી :કિશોરભાઈ મિસ્ત્રી7:37 PM IST
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ડિજિટલ ક્રાંતિ: હવે કોઈ પણ શાખામાંથી સ્માર્ટફોન જેટલી સરળતાથી થશે પૈસાની લેવડ-દેવડ, પેપરલેસ e-KYC સુવિધા શરૂ : સ્લિપ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ: ₹૫૦,૦૦૦ સુધીની થાપણ અને ₹૨૦,૦૦૦ સુધીનો ઉપાડ હવે ચપટી વગાડતા જ થશે; ૧લી સપ્ટેમ્બરથી લિંક મોબાઈલ નંબર વિના એપ પર વ્યવહારો થશે બંધ7:08 PM IST
છોટાઉદેપુરના આદિવાસી કારીગરોના પરંપરાગત કૌશલ્યથી વૈશ્વિક સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ સુધી: ગુજરાતના વિકાસ મોડલમાં નવા યુગની શરૂઆત કરતું બાંબૂ આધારિત સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ : 29-30 જૂનના VGRC મધ્ય ગુજરાત 2026માં રજૂ થશે છોટાઉદેપુરનું વિઝન: રમતગમત, સ્થાનિક રોજગારી અને આદિવાસી ઉદ્યોગસાહસિકતાને જોડી ટકાઉ વિકાસ અને આત્મનિર્ભર અર્થતંત્રની નવી ગાથા લખવાની તૈયારી4:05 PM IST
શાળા પ્રવેશોત્સવ બાળકોના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનનું મહા જનઅભિયાન છે : મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ-2026ના બીજા દિવસે આદિજાતિ જિલ્લા દાહોદના મોટી ખરજ, રાહડુંગરી અને ગાંગરડામાં 300થી વધુ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો : આદિજાતિ વિસ્તારોમાંથી નિરક્ષરતાનું કલંક મિટાવવા નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો શાળા પ્રવેશોત્સવ આજે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું વટવૃક્ષ બન્યો છે: આદિવાસી વિસ્તારોમાં સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે : રમતગમત ક્ષેત્રે પણ આદિવાસી યુવાનોને તાલીમ, સાધનો અને પોષણની સુવિધાઓ આપવામાં આવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:34 PM IST
મોહરમ તહેવારઃ રાજ્યના ૯૧૯ સ્થળો પર બાજનજર રાખજોઃ જી.એસ.મલ્લિક : વિવિધ ધાર્મિક તહેવારોએ છેલ્લા ૫ વર્ષ દરમિયાન બનેલ ઘટનાઓના રિસ્ક એસેસમેના ib રિપોટ અંતર્ગત મહત્વનો નિર્ણય હાઈ લેવલની બેઠકમાં લેવાયો : લો એન્ડ ઓર્ડર હેડ રાજકુમાર પાંડિયન અને ઇન્ટિલિજન્સ વડા અશોક કુમાર યાદવ દ્વારા પણ ભૂતકાળના અનુભવ આધારે મહત્વના સૂચનો થયા 3:46 PM IST
સુરતના કામરેજ પંથકમાં ગંભીર અકસ્માત:દર્દીને લઈને જતી 108 એમ્બ્યુલન્સ બેકાબુ બનીને પતરાના શેડમાં ઘૂસી ગઈ : કામરેજના વલણ ગામ નજીક એમ્બ્યુલન્સના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા એમ્બ્યુલન્સ સીધી જ રસ્તા પર આવેલા પતરાના શેડમાં ઘૂસી:દર્દી અને તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા: એમ્બ્યુલન્સમાં હાજર સ્ટાફે સમયસૂચકતા વાપરીને દર્દીને હેમખેમ એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યા1:48 PM IST
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનમાં મોટો ફેરફાર : વાજડીવડ ગામની જમીન હવે ‘રેસિડેન્શિયલ ઝોન’ માંથી મુક્ત કરી ‘ઇન્ડસ્ટ્રિયલ ઝોન’ તરીકે જાહેર કરાઈ : કોઈ વાંધા-સૂચનો ન મળતા આખરી મંજૂરી અપાઈ : ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર : ખાસ ફરજ પરના અધિકારી પ્રકાશ દત્તાની સહીથી રાજ્યપાલના આદેશથી નવો નિયમ અમલી2:47 PM IST
ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી પીસીબીએ પકડયો : રાજસ્થાની સપ્લાયર પણ સકંજામાં : નામચીન બૂટલેગર ફિરોઝ સંધીનો ૭૦ લાખનો દારૂ કુવાડવા જીઆઇડીસીમાં પકડયો ત્યાં જ છુપાવેલો વધુ ૩.૩૨ લાખનો દારૂ પીસીબીએ પકડયો : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ,જેસીપી ચેૈતન્ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને આર. કે. જાડેજાની ટીમની કાર્યવાહી2:44 PM IST
રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ઉપસચિવ સંકેતસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ : રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિક ચાવડા સહિતના પદાધિકારીઓની હાજરીમાં સંત તુલસીદાસ પ્રાથમિક શાળા, એસ વી વિરાણી હાઇસ્કુલ અને રમેશભાઈ એમ છાયા કન્યા હાઈસ્કૂલમાં ભૂલકાઓનો દબદબાભેર શાળાપ્રવેશ10:25 AM IST
સ્ટેન્ડીંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય : ૬૦ દિવસથી મોડા બીલોની ચુકવણી નહીં થાય : મનપાની સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ર.૪ કરોડના વિકાસ કામોને મંજુરીની મ્હોર વહીવટી પારદર્શિતા અને નાણાંકીય શિસ્ત માટે કડક ઠરાવ : મોડા બીલો માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો લેવાશે : ગ્રીન પોલીસીની દરખાસ્ત નામંજુર : બે દરખાસ્ત અંગે નિર્ણય પેન્ડીંગ 3:23 PM IST
પાણીના લોટામાં સોનાનું તાવીજ મુકાવ્યું, ચોકમાં મુકીને આવું કહી કિન્નર બનીને આવેલો શખ્સ સાગ્રીત સાથે ભાગી ગયો : રૈયા રોડની મારવાડી સોસાયટીમાં બનાવઃ ડેલીએ ઉભી તાળીઓ પાડી પછી ઘરમાં ઘુસી ખાટલા પર બેસી ગયોઃ વાતચીતમાં મહિલાના પતિ બિમાર હોવાનું જાણી નજર ઉતારવાની વિધી કરવાનું નાટક કર્યુ : યુનિવર્સિટી પોલીસમાં સંતોકબેન ગુર્જરે જાણ કરતાં પીઆઇ દવેની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. શ્યોરા અને ટીમે પડવલાના બે કુટુંબી ભાઇ પ્રવિણ ખરેડ અને વનરાજ ખરેડને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી 3:04 PM IST
કુવાડવા પોલીસે બૂટલેગરની કાર સાથે મોરેમોરો દીધોઃ બે ગાડીમાંથી ૬.૩૩ લાખનો વિદેશી દારૂ જપ્ત : એક કાર ગુંદા પાસેથી અને બીજી રફાળાથી પકડાઇઃ કુલ ૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે ફાળદંગના જયરાજ વાળા અને કેદારનાથ સોસાયટીના વત્સલ વેકરીયાની ધરપકડઃ ફાળદંગના શીવરાજ વાળા અને રીન્કેશ બરવાડીયાની શોધખોળઃ પોલીસમેનની કારમાં મોટી નુકસાની કોન્સ. ભાવેશભાઇ એમ. મકવાણા, કુશલભાઇ જોષી અને જયદીપભાઇ ધોળકીયાની બાતમી કુવાડવામાં નવા પીઆઇ તરીકે એ. એન. જાનીએ ચાર્જ સંભાળી લીધો12:12 PM IST
પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : વાંકાનેરના ભેરડા ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હોમ ડિપાર્ટમેન્ટના ઉપ સચિવ કૌશલકુમાર બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો : ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભેરડા સરકારી શાળામાં પેવર બ્લોક નાખવા માટે સ્થળ પર જ રૂ. ૩ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી : ૨૦૪૭ માં ભારતને વિકસિત રાષ્ટ્ર અને વિશ્વગુરુ બનાવવા શિક્ષણ અનિવાર્ય માધ્યમ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી : સોનેરી સમયનો સદઉપયોગ કરી ઉત્તમ માણસ બનવા ઉપ સચિવ કૌશલકુમાર બારોટનો બાળકોને અનુરોધ4:57 PM IST
હળવદના નરનારાયણનગર શાળા ખાતે ગાંધીનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારી એ.પી.સી.સી.એફ. સંજયકુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાયો : સરકારી શાળાના આંગણે નવપ્રવેશી બાળકોને વહાલભેર આવકાર અપાયો; તેજસ્વી તારલાઓ અને દાતાશ્રીઓનું કરાયું બહુમાન : જીવનમાં ગમે તેટલી સફળતા મળે તો પણ હંમેશાં ચિંતા અને ચિંતન કરનારા માતા-પિતા અને શિક્ષકોનો સન્માન અને આદર કરવો જોઈએ : એ.પી.સી.સી.એફ. સંજયકુમાર શ્રીવાસ્તવ4:30 PM IST
ગીરસોમનાથ એસીબીની મોટી સફળતા : ચેરીટી કમિશનર કચેરીનો પટાવાળો રાહુલભાઈ વંશ ટ્રસ્ટનું પ્રમાણપત્ર આપવા રૂ. ૫,૦૦૦ ની લાંચ લેતા નવા એસીબી પોલીસ સ્ટેશન સામેથી ઝડપાયો : મદદનીશ નિયામક જે.ડી.મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.ડી.વાળાની ટીમે ગોઠવેલા છટકામાં કરાર આધારિત કર્મચારી રંગેહાથ પકડાયો2:11 PM IST
કાલે ભીમ અગિયારસઃ ‘આદ્રા’ નક્ષત્રના આગમનનો પ્રથમ વરસાદ નિર્જળા ઍકાદશી પર થાય તેવી ખેડૂતોની ખેવના : શરૂ થયેલ ચોમાસુ સત્ર વચ્ચે કહેવાય છે કે ‘અલનીનો' નો પ્રભાવ મેઘરાજાના માર્ગને અવરોઘી રહેલ છે ત્યારે Ñ ચોમાસુ સત્રના પ્રારંભ વચ્ચેજ વરસાદનો અભાવઃ ૧૫ જુન વીત્યાના એક સપ્તાહ બાદ ‘આદ્રા' પણ બેસી ગયો છતાં વરસાદના કોઈ વાવડ નથી!: આબોહવામાં ઉદ્ભવેલ વિપરીત સ્થિતી વચ્ચે હિન્દુ કેલેન્ડર (પંચાગ) ના દેશી હિસાબ મુજબ જયેષ્ઠ (જેઠ) સુદ અગિયારસ પર વાવણી લાયક વરસાદની લોકોને આશા10:11 AM IST
જામનગરમાં એસ્ટેટ શાખાની ટીમ ઉપર હૂમલો10:54 AM IST
મહોરમ પર્વના પાવન અવસરે જામનગર શહેરમાં સૌહાર્દ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં વિશેષ શાંતિ સમિતિની બેઠક યોજાઈ : તાજિયા જુલૂસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓ અને પોલીસ તંત્ર વચ્ચે વ્યાપક સંકલન અને ચર્ચા-વિચારણા હાથ ધરાઈ11:34 AM IST
અદાણી ગ્રુપ દેશમાં હવાઈ ક્ષેત્રે આગામી ૫ વર્ષમાં ૧ લાખ કરોડનું રોકાણ કરશેઃ જીત અદાણી : કચ્છના મુન્દ્રા એરપોર્ટમાં દરરોજની ૮ ફલાઈટના શિડ્યુઅલ સાથે નવા એરપોર્ટનો પ્રારંભ, પેસેન્જર સેવાઓ અને લોજિસ્ટિક સર્વિસ દ્વારા મલ્ટી મોડેલ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે આયોજન, નવા ૧૧ એરપોર્ટની બીડ માટે સજ્જ11:37 AM IST
દ્વારકામાં SOG પોલીસે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું: રૂ. 80.77 લાખની કિંમતની પ્રતિબંધિત અને નકલી દવાનો જથ્થો જપ્ત : આ દવાઓ યમન દેશમાં મ્પક્લય એ પહેલા જ નાના માઢા ગામ નજીક પોલીસે એક વાહન રોકીને તપાસ હાથ ધરતા મોટું કૌભાંડ સામે આવ્યું:પોલીસની તપાસમાં બિલ વગરના ગેરકાયદેસર ૧૧૬ બોક્સ મળ્યા : 9.50 લાખથી વધુ પ્રેગાબાલિન કેપ્સ્યુલનો જથ્થો હતો 10:51 PM IST
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સાથે ૨૦.૫૬ કરોડ રૂપિયાની મહાઠગાઈ: ગાંધીધામની એજન્સીના ડાયરેક્ટર સામે ગુનો દાખલ : સ્ટીવડોરિંગ સેવાઓ તેમજ મરીન સર્વિસીસના ભાડા અને લોનના નાણાં ઓળવી જઈ ગુનાહિત વિશ્વાસઘાત આચર્યાની સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ; હાઇપ્રોફાઇલ આર્થિક કૌભાંડથી વેપારી આલમમાં ભારે ખળભળાટ8:40 PM IST
પોરબંદરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા કમકમાટીભર્યો અકસ્માત: શાળાએ જઈ રહેલા મહિલા શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કાળમુખું મોત, અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાઈ : શહેરના એસ.ટી. રોડ પરથી પસાર થઈ રહેલી બે યુવતીઓ પર કાળ બનીને ત્રાટક્યો ટ્રક: અકસ્માત સર્જી ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો, ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકટોળા ઉમટ્યા, પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા2:34 PM IST
ઉપલેટાના ખારચીયામાં ગળાફાંસાથી ઇલાબેન બગડાનું મોતઃ પતિએ મારકુટનો આક્ષેપ કર્યો : હોમગાર્ડ પતિનો ત્રાસ હોવાનો મૃતકના ભાઇ રાજેશ હેડંબાએ આક્ષેપ કરતાં ભાયાવદર પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો : ઇલાબેન બે ભાઇના એકના એક બહેન હતાં: બે માસુમ સંતાન મા વિહોણા થતાં અરેરાટી10:37 AM IST
નવી પેઢી શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને તે જરૂરીઃ પ્રફૂલ પાનશેરીયા : દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને વિકસિત ભારતના સ્વપ્ન સાથે જોડવાનો એક પવિત્ર લોકોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવઃ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી આંગણવાડી, બાલવાટિકા, ધો.૧ અને ધો.૯માં પ્રવેશ મેળવનાર કુલ ૧૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર્યાઃ પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા, સપડા પ્રાથમિક શાળા તથા સપડા હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મંત્રી સહિતના મહાનુભાવોએ સમ્માન કર્યું1:16 PM IST
ફ્રાન્સના મ્યુઝિક ફેસ્ટિવલમાં ભયાનક અંધાધૂંધી અને આતંકનો માહોલ:નરાધમોએ ભીડમાં લોકોને ગમે ત્યાં માર્યા ઇન્જેક્શન તો ક્યાંક દુષ્કર્મ અને ચપ્પાબાજીથી મચી ભારે નાસભાગ: સંગીત ઉત્સવ લોહીયાળ બનતા સમગ્ર યુરોપમાં સિક્યોરિટી એલર્ટ : ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા કેમિકલ ભરેલી સોય ભોંકવાના 'નીડલ સ્પાઇકિંગ' ટ્રેન્ડથી સેંકડો યુવાનો લોહીલુહાણ અને બેભાન: હોસ્પિટલોમાં ઈમરજન્સી: ફ્રેન્ચ એન્ટી-રાઇટ પોલીસે તોફાની તત્વો પર લાઠીચાર્જ અને ટીયરગેસ છોડી સ્થિતિ કાબૂમાં લીધી: મસમોટું ઇન્વેસ્ટિગેશન શરૂ6:19 PM IST
સ્પેસએક્સના શેરમાં ૧૬ ટકાનો ક્રેશ થતાં એલોન મસ્કને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો: માત્ર ૨૪ કલાકમાં ૧૫૨ અબજ ડોલરનું તોતિંગ ધોવાણ: કંપનીની માર્કેટ વેલ્યુમાંથી ૧ ટ્રિલિયન ડોલર સાફ થતાં ગ્લોબલ માર્કેટમાં હાહાકાર : તાજેતરમાં જ વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનર' બનેલા મસ્કનું વૈભવી સ્ટેટસ જોખમમાં: નેટવર્થ ઘટીને ૧.૧ ટ્રિલિયન ડોલર થઈ: એઆઈ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બોન્ડ દ્વારા દેવું એકત્રિત કરવાની યોજનાથી રોકાણકારો નારાજ: ભારે પ્રોફિટ બુકિંગથી શેર તૂટ્યો6:20 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
યુરોપમાં પ્રચંડ ગરમીનો જીવલેણ પ્રકોપ: ફ્રાન્સમાં હીટવેવથી બચવા જળાશયોમાં નહાવા પડેલા ૪૦થી વધુ લોકોના ડૂબી જવાથી કરુણ મોત: 'અલ નીનો' ઇફેક્ટે સમગ્ર વિશ્વના હવામાનનું સંતુલન બગાડ્યું : પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોના કારણે યુરોપિયન દેશોમાં પારો રેકોર્ડ સ્તરે પહોંચતા કટોકટી: વહીવટીતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર: ગરમીથી રાહત મેળવવાની લ્હાયમાં જળસમાધિ લેતા પરિવારોમાં માતમ, ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી વૈજ્ઞાનિકો ચિંતિત6:18 PM IST
ચીનના પ્રાણીસંગ્રહાલયમાં માણસોને 'રીંછ' બનાવવાનો અનોખો કીમિયો: આખો દિવસ ભાલુની એક્ટિંગ કરવા માટે વાર્ષિક રૂ. ૧૪ લાખનું આકર્ષક પેકેજ: સોશિયલ મીડિયા પર જોબ વેકેન્સીની વિગતો વાયરલ થતાં નેટીઝન્સ આશ્ચર્યચકિત : રીંછનો આબેહૂબ ભારે કોસ્ચ્યુમ પહેરી પ્રવાસીઓનું મનોરંજન કરવાની શરત: ગરમીમાં કામ કરવું મોટો પડકાર: અગાઉ નકલી રીંછના વીડિયોને કારણે વિવાદમાં આવેલા ચાઇનીઝ ઝૂએ હવે ઓફિશિયલી એક્ટર્સ હાયર કરવાની પ્રક્રિયા શરૂ કરી6:19 PM IST
વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ રેન્કિંગમાં ચીને અમેરિકાને આપી ધોબીપછાડ:સંપૂર્ણ સ્વદેશી 'લાઇનશાઇન' સુપરકમ્પ્યુટર ૨.૧૯ એક્ઝાફ્લોપ્સની પ્રચંડ સ્પીડ સાથે વિશ્વમાં નંબર-૧: અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ચીનનું ઐતિહાસિક પાવર પ્રદર્શન : યુએસના 'એલ કેપિટન' ને પાછળ છોડી મેળવ્યો આંતરરાષ્ટ્રીય તાજ, ૧.૩૭ કરોડથી વધુ કોર્સની ક્ષમતા સાથે મેળવી સર્વોચ્ચ સફળતા: અમેરિકી જીપીયુ (GPU) વગર માત્ર ઇન-હાઉસ સીપીયુ ટેકનોલોજીના દમ પર મેળવેલી સિદ્ધિથી પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓ અવાક6:21 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આઇસીસી રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના બોલરનો ૩૬ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: ટેસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મેટ હેનરી સંયુક્ત રીતે નંબર-૧, બેટિંગમાં જો રૂટ ફરી ટોચ પર : અફઘાનિસ્તાન સામે ધમાકેદાર પ્રદર્શન બાદ વનડે રેન્કિંગમાં મોટો ઉલટફેર: ઇશાન કિશને ૨૧ સ્થાનની લાંબી છલાંગ લગાવી, વિરાટ કોહલીને પછાડીને સુકાની શુભમન ગિલ નંબર-૨ પર પહોંચ્યો8:34 PM IST
આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ભારતનો દબદબો: ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વંશિકા ચૌધરી અને શિવ નરવાલે જીત્યો સિલ્વર મેડલ, ૧૬ મેડલ સાથે ભારત પોઇન્ટ ટેબલમાં ટોચ પર : જર્મનીના સુહલમાં ભારતીય શૂટર્સે ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન; ૫ ગોલ્ડ સાથે ભારતીય ટુકડી વિશ્વ સ્તરે નંબર વન8:14 PM IST
ક્રિકેટ જગતમાં શોકની લહેર: અંગત જીવનની ભયાનક કરૂણાંતિકા વચ્ચે પણ દેશ માટે મેદાનમાં ઉતરીને અદમ્ય સાહસ દાખવનાર ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર બોબ બ્લેયરનું ૯૪ વર્ષની વયે દુઃખદ અવસાન : વર્ષ ૧૯૫૩માં દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન ટ્રેન અકસ્માતમાં મંગેતર ગુમાવી હોવાના આઘાતજનક સમાચાર મળ્યા હોવા છતાં, ૧૧મા ક્રમે બેટિંગ કરવા ઉતરીને આખી દુનિયાની આંખો ભીની કરનાર પૂર્વ કિવી ક્રિકેટરે અંતિમ શ્વાસ લીધા2:33 PM IST
આયર્લેન્ડ પ્રવાસમાં ડેબ્યૂ પૂર્વે જ બિહારના ૧૩ વર્ષીય વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીનો પ્રચંડ ક્રેઝ: 'બેબી બોસ'ની બેટિંગ નિહાળવા યુરોપભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ : બેલફાસ્ટ ખાતે રમાનારી ટી૨૦ મેચોની ટિકિટો મેળવવા માટે ચાહકોમાં ડિમાન્ડ વધી, ભારતીય મૂળના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મેચ જોવા ઉમટી પડશે તેવી સંભાવના8:42 PM IST
ક્રિકેટના મક્કામાં અજીબોગરીબ પ્રોટોકોલ: ભારતીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડમાં ડ્રેસિંગ રૂમમાં લાંબો સમય નહીં રહી શકે, ICC અને ECB ના નિયમો બન્યા વિલન : ૧૬ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે બ્રિટિશ ધરતી પર કડક કાયદો; વિસ્ફોટક બેટ્સમેન વૈભવને દરેક મેદાન પર મળશે અલગ ચેન્જિંગ રૂમ, માત્ર મેચ અને મીટિંગ વખતે જ સાથી ખેલાડીઓ સાથે બેસવાની મંજૂરી7:59 PM IST
બોલિવૂડ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ 'મેં વાપસ આઉંગા' બોક્સ ઓફિસ પર સુપરહિટ, વૈશ્વિક સ્તરે ૫૦ કરોડથી વધુની કમાણી સાથે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી : ફિલ્મની ભવ્ય સફળતાથી ઉત્સાહિત ઇમ્તિયાઝ અલીએ આ પ્રીયડ ડ્રામા ફિલ્મને સની દેઓલની 'ગદર' અને આમિર ખાનની 'લગાન'નું સંતાન ગણાવી; મુખ્ય કલાકારો શરવરી વાઘ અને વેદાંગ રૈનાની એક્ટિંગ જુગલબંધીની ઓપન માર્કેટે પ્રશંસા કરી10:50 PM IST


































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી




















































































































































































































































