News of Wednesday, 6th August 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા : ૨ કરોડની કિંમતની સ્પર્મ વ્હેલની વોમિટ સાથે એક ઝડપાયો : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને ક્રાઈમ બ્રાન્ચના વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમમાં સામેલ પીઆઈ ડી.બી. પટેલ અને ટીમને મળી સફળતા
મેઘાણીનગર વિસ્તારમાંથી ૨ કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત : આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી પ્રતિબંધિત વસ્તુ સાથે રાજુ મારવાડીની ધરપકડ : મુંબઈનો એક ફરાર

રાજકોટ, તા. ૬ ઓગસ્ટ, ૨૦૨૫: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જેમાં મેઘાણીનગર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૨ કરોડની કિંમત ધરાવતી ૨ કિલોગ્રામ સ્પર્મ વ્હેલની વોમિટ (એમ્બરગ્રીસ) સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરમાં સન્નાટો વ્યાપી ગયો છે.
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને ક્રાઈમ બ્રાન્ચના વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણની ટીમમાં સામેલ પીઆઈ ડી.બી. પટેલ અને તેમની ટીમને આ સફળતા મળી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મેઘાણીનગરના એરકાર્ગો રોડ પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં રેઈડ પાડી હતી.
આ રેઈડ દરમિયાન રાજુ ઉર્ફે રાજેશ પુનમચંદ મારવાડી (ઉં.વ. ૪૩), રહે. મેઘાણીનગર, અમદાવાદ, મૂળ વતન બિકાનેર, રાજસ્થાન, નામના વ્યક્તિને તેના કબજામાંથી ૨ કિલોગ્રામ સ્પર્મ વ્હેલની વોમિટ (એમ્બરગ્રીસ)ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. ૨,૦૦,૦૦,૦૦૦/- (બે કરોડ) આંકવામાં આવી છે. આ કેસમાં ગણેશ બચ્છરાજ મારવાડી, રહે. ગ્રાન્ટ રોડ, મુંબઈ, જેણે આ જથ્થો આપ્યો હતો, તે ફરાર છે અને તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પકડાયેલા વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
