તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 7th August 2025
ગુજરાતી ફિલ્મો માટે પારિતોષિક જાહેર: 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ જાહેર કરાયા
વર્ષ 2023માં આવેલી ગુજરાતી ફિલ્મો માટે જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ : વિશાલ ઠક્કરને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ: આલાપ દેસાઈને શ્રેષ્ઠ સંગીત, ગીતકાર તરીકે અશોક ચાવડાને એવોર્ડ જાહેર કરાયો

અમદાવાદ : ગુજરાતી ફિલ્મો માટે રાજ્ય સરકારે પારિતોષિક જાહેર કર્યા છે. 40 કેટેગરી માટે પારિતોષિક અને પ્રોત્સાહક રકમ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2023માં આવેલી ગુજરાતી ફિલ્મો માટે પારિતોષિક જાહેર કરવામાં આવ્યાં છે.
ગુજરાતી ફિલ્મો માટે જાહેર કરવામાં આવેલા પારિતોષિકમાં કર્મ ફિલ્મમાં અભિનય કરનાર ચેતન ધાનાનીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જાહેર કરાયો છે. જ્યારે બ્રિન્દા ત્રિવેદીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જાહેર કરાયો છે. વિશાલ ઠક્કરને શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમેશ બારોટને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક અને મધુબંતી બાગચીને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો એવોર્ડ જાહેર કરાયો છે. શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે સંબંધોમાં ખાલી જગ્યા નામની ફિલ્મ માટે જયેશ ત્રિવેદીને એવોર્ડ જાહેર કરાયો છે.
આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે શુભયાત્રા ફિલ્મ માટે હેમિન ત્રિવેદીને એવોર્ડ જાહેર કરાયો છે. શ્રેષ્ઠ પટકથા માટે જસવંત ગાંગાણી, સુબ્રમણ્યમ ઐયર અને રામમોરીને એવોર્ડ જાહેર કરાયો છે. આલાપ દેસાઈને શ્રેષ્ઠ સંગીત, ગીતકાર તરીકે અશોક ચાવડાને એવોર્ડ જાહેર કરાયો છે. વર્ષ 2023ના સમયગાળા દરમિયાન પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે સરકારે પારિતોષિક જાહેર કર્યા છે. પારિતોષિક આપવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં કાર્યક્રમ યોજશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
