<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

સુરતમાં મીઠાઈની ૧૧ દુકાનો પરથી ફુડ વિભાગે સેમ્પલ લેબમાં મોકલ્યા

માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેઈલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

સુરત, તા.૭

શ્રાવણ માસના તહેવારમાં મીઠાઈ માટે માવાના સેમ્પલ લેવાની કામગીરી બાદ આજે મ્યુનિ.ના ફૂડ વિભાગે મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા હતા.

શ્રાવણ માસની શરૃઆત સાથે તહેવારની સિઝન પણ શરૃ થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી મીઠાઈનું વેચાણ થશે. લોકો સારી મીઠાઈ ખાય તે માટે આજે સવારથી જ પાલિકાએ શહેરની વિવિધ મીઠાઈની દુકાનો પરથી સેમ્પલ લેવાનું શરૃ કર્યું છે. બપોર સુધીમાં ૧૧ જેટલા સેમ્પલો ભેગા કર્યા છે અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે.

હવે રક્ષાબંધનનો તહેવાર નજીક હોય મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૃ થઈ છે.

આજે પાલિકાના ફૂડ વિભાગે સુરતમાં અથવા રાંદેર અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના ૧૧ સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. માવા અને મીઠાઈના સેમ્પલના પરિણામ આવ્યા બાદ જો કોઈ સેમ્પલ ફેઈલ જશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(10:25 PM IST)