<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારો અમેરિકાની કોર્ટમાં કરશે અરજી

અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચારઃપીડિતોએ આ અકસ્માત માટે બોઇંગ કંપનીને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે, તપાસમાં પારદર્શિતા નથી

અમદાવાદ, તા.૮

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એક મોટું અને નવું અપડેટ સામે આવ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા ૬૦ મૃતકોના પરિવારો હવે અમેરિકાની કોર્ટનો દરવાજો ખટખટાવશે. પીડિતોએ ક્રેશ થયેલા વિમાનના નિર્માતા બોઇંગ કંપની સામે અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે. આ માટે અમેરિકાના પ્રખ્યાત વકીલ માઇક એન્ડ્રૂઝને રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, બોઇંગ કંપનીની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે કંપની પહેલાથી જ તપાસ હેઠળ છે.

US કોર્ટમાં અરજી દાખલ કરવાનો પીડિતોનો હેતુ અકસ્માતની સ્વતંત્ર તપાસ કરાવવાનો છે. પીડિતોનું કહેવું છે કે, ક્યાંક કંપની અને તેમના વિમાનની ખામીઓ અકસ્માત માટે જવાબદાર છે. તેથી, કંપનીએ પણ આ અકસ્માતની જવાબદારી લેવી જોઈએ. પીડિતોએ કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ રેકોર્ડરના ડેટાની માંગણી કરતી અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે, કારણ કે તેઓ પોતાના સ્તરે ડેટાની તપાસ કરાવીને સત્ય શોધવા માંગે છે.

વકીલ માઇક એન્ડ્રૂઝ કોણ છે?જણાવી દઈએ કે, માઇક એન્ડ્રૂઝ બીસલી એલન લો ફર્મમાં કાર્યરત છે અને તેમની ગણતરી ટોચના ૧૦ ઉડ્ડયન વકીલોમાં થાય છે. તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસોમાં નિષ્ણાત છે. તેમણે ફોર્ડ અને ફોક્સવેગન સહિત ઘણી વિમાન, ટ્રક, કાર ઉત્પાદક કંપનીઓ સામે કેસ લડ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૯ માં ઇથોપિયન એરલાઇન્સ દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોનો કેસ લડ્યો હતો. તે અકસ્માતમાં પણ બોઇંગ કંપનીનું ૭૩૭ મેક્સ વિમાન ક્રેશ થયું હતું.

જણાવી દઈએ કે, માઇક એન્ડ્રૂઝ બીસલી એલન લો ફર્મમાં કાર્યરત છે અને તેમની ગણતરી ટોચના ૧૦ ઉડ્ડયન વકીલોમાં થાય છે. તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસોમાં નિષ્ણાત છે. તેમણે ફોર્ડ અને ફોક્સવેગન સહિત ઘણી વિમાન, ટ્રક, કાર ઉત્પાદક કંપનીઓ સામે કેસ લડ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૯ માં ઇથોપિયન એરલાઇન્સ દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોનો કેસ લડ્યો હતો. તે અકસ્માતમાં પણ બોઇંગ કંપનીનું ૭૩૭ મેક્સ વિમાન ક્રેશ થયું હતું.

૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૧૭૧ ક્રેશ થઈ હતી. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટ પર ઉતરવાની હતી, પરંતુ ટેકઓફ થયાના ૩૨ સેકન્ડમાં જ પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું.

તે પડતાની સાથે જ પ્લેનમાં ભીષણ આગ લાગી હતી અને પ્લેનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૨૯ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યોના મોત થયા હતા. જેમાં, સીટ ૧૧છ પર બેઠેલા મુસાફર વિશ્વાશકુમાર રમેશ ભાગ્યશાળી હતા કે, તેઓ બચી ગયા કારણ કે પ્લેન પડી જતાં તે દરવાજામાંથી કૂદી ગયો હતો. આ અકસ્માતમાં જમીન પર રહેલા ૧૯ લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીનું પણ મોત થયું હતું. કુલ ૬૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB) દ્વારા કરવામાં આવી હતી, જેણે ૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો હતો. અહેવાલમાં જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટ ઉડાન ભર્યાના ૩ સેકન્ડની અંદર, વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ રન મોડથી કટ ઓફ મોડમાં ગયા હતા, જેના કારણે બંને એન્જિનને ફ્યુઅલ સપ્લાય મળ્યો ન હતો અને વિમાન નીચે પડવા લાગ્યું હતું. પાઇલટ્સ નિયંત્રણ કરી શક્યા નહીં અને વિમાન ક્રેશ થયું હતું.

આ કેસમાં AAIB, બોઇંગ કંપની અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) તપાસમાં AAIB ને સહયોગ આપી રહ્યા છે. વિમાનના બંને બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર) મળી આવ્યા છે.

(7:51 PM IST)